________________
શ્લોક – ૪૨
૩૨૧ મંદતાનો પણ એથી આત્મા જણાય એનાથી અથવા એનાથી આત્મા પ્રાપ્ત થાય, એનાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય, એ વસ્તુ નથી. આહાહાહા !
માટે ચૈતન્ય લક્ષણ પ્રગટ છે. વ્યક્ત કીધુંને વ્યક્ત “વ્યંજિત જીવ તત્ત્વમ્” તેને જીવન યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે જાણવાની જે દશા છે લક્ષણ, એ પ્રગટ છે એણે આખા તત્ત્વને પ્રગટ કરાવ્યું છે. જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે એણે, એ જ્ઞાનની પર્યાયને જ્ઞાયકભાવ તરફ વાળતાં, તેણે જ્ઞાયકને પ્રગટ કર્યો છે. પર્યાય જ્ઞાનની જે છે, અરે ! આકરી પકડ, એને અંતરમાં વાળતાં, ચૈતન્યબિંબનો એને અનુભવ થાય. તેથી વ્યંજિત એના જીવના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન લક્ષણે પ્રગટ કર્યું છે. આહાહાહા ! સમજાણું કાંઈ?
વાસ્તવિક જે ભગવાન આત્મા, જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ, વસ્તુ અનાદિ એવી જ છે ઈ એને વર્તમાન જ્ઞાનલક્ષણે કરીને આ ચીજ આ છે તેમ પ્રગટ કરે છે. દેવ, ગુરુ ને શાસ્ત્રની ભક્તિ એ રાગ છે, એનાથી પણ આત્મા જાણી નહીં શકાય. ગજબ વાતું છે. ભગવાન ત્રણ લોકના નાથ સાક્ષાત્ બિરાજતા હોય સમવસરણમાં એની ભક્તિ, સાક્ષાત્ સર્વજ્ઞ પરમેશ્વર એ પણ રાગ છે. પરદ્રવ્ય તરફનું છે ને વલણ એ રાગ છે, એનાથી આત્મા નહીં જાણી શકાય એમ કહે છે. પણ રાગ રહિત જે અંદર જ્ઞાન છે, એ જ્ઞાનના લક્ષણે કરીને જીવ પ્રગટ દેખાશે તને. આહાહાહા ! ગજબ વાત છે. આહા!
દેવ, ગુરુ ને શાસ્ત્ર એની ભક્તિથી પણ જણાય એવો નથી, પ્રભુ તો એવો છે. કારણકે પર તરફની ભક્તિનું વલણ તો રાગનું છે એ, સ્વતરફનું વલણ નથી એ. ચૈતન્યનું વલણ ચુકવવું હોય તો જ્ઞાન લક્ષણે વલણ ચૂકવાશે. આવો માર્ગ અત્યારે તો ફેરફાર બગાડી મૂકયું અરે, (શ્રોતાઃ- બહાર દેખને સે તો હમેં સબકુછ દીખાઈ દેતા હૈ, અંદર દેખને સે કુછ દીખાઈ નહીં દેતા હૈ તો વિશ્વાસ કૈસે આવે?) અંદર દેખવા જાય છે ક્યાં? દેખવા જાય ત્યારે દેખાયને? આંખ્યું ઉઘાડે ત્યારે દેખાયને? એમ જ્ઞાનનેત્ર ઉઘાડે અને અંદર જોવે તો દેખાયને? નથી દેખતો એવો પણ નિર્ણય કોણે કર્યો? હું દેખાતો નથી, એ શેમાં નિર્ણય કર્યો? એ જ્ઞાનની પર્યાયમાં નિર્ણય કર્યો, એ જ જ્ઞાન છે. સમજાણું કાંઈ? આ તો અપૂર્વ વાતું છે બાપા, જન્મમરણના ચકરાવામાં પડ્યો અનાદિથી એના અંત લાવવાની વાતું છે અહીં બાપા. બાકી તો બધું ઘણું કર્યું, ભક્તિ કરી ને વ્રત પાળ્યા ને. આહાહા!
આંહી કહે છે ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ છે, તેની વર્તમાન પર્યાયમાં પણ જ્ઞાન અંશ પ્રગટ છે, એ જ્ઞાનઅંશ જે પ્રગટ છે તે લક્ષણ વડે કરી અને ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ છે તેને પકડ એનો અનુભવ કર, એનાથી અનુભવ થઈ શકશે, કારણકે એ એનું વાસ્તવિક લક્ષણ છે. આહાહા ! સમજાણું કાંઈ ?
જાણવાની પર્યાય પ્રગટ છે કે નહીં? હેં? આ રાગ છે, આ શરીર છે, એમ જાણે છે કોણ? એ જ્ઞાનની પર્યાય. આ રાગ છે, આ શરીર છે આ ઉનું છે, આ ટાઢું છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ મનુષ્ય છે, આ લખ્યું છે, એ જાણે છે કોણ? જ્ઞાનની પર્યાય, પણ એ પર્યાય એને જાણે છે, તો એ પર્યાય (જેને જાણે છે) એનું લક્ષણ નથી, પર્યાય તો આ દ્રવ્યનું લક્ષણ છે, આવી વાતેય સાંભળવા મળે નહીં બિચારાને. કાલે ત્યાં ગયા'તા ને પાલીતાણા. કચ્છમાં એક બાઈ