________________
૩૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩ જાત્રા, સમેતશિખરની ને ગિરનારની લ્યો એ તો બધો રાગ છે. એ તો બધી રાગની ક્રિયા છે. એ રાગની ક્રિયા આત્મામાં દરેક અવસ્થામાં વ્યાપ્તિ નથી માટે તે તેનું લક્ષણ નથી તેથી તે રાગથી જણાય એવો નથી. એનામાં ત્રણેયકાળ જ્ઞાનસ્વરૂપ છે, માટે જ્ઞાન તેનું લક્ષણ છે અને જ્ઞાનથી તે જણાય એવો છે. આવી વાત છે. વીતરાગ સર્વશ પરમેશ્વર જિનેશ્વરનો માર્ગ કોઈ અપૂર્વ છે, એની તો અત્યારે પ્રરૂપણા બધી ફરી ગઈ, હૈ? જે વ્રત ને તપ ને એ રાગ છે એનાથી તમને ધર્મ થશે, આખી પ્રરૂપણા ફરી ગઈ, ઉપદેશ ફરી ગયો. ઓહોહો !
આંહી તો કહે છે કે પ્રભુ અંદર ચૈતન્ય બિંબ પ્રભુ, જ્ઞાનનો ગાંગડો એતો જ્ઞાનનો ગાંઠડો છે. જેમાંથી અનંત અનંત અનંત કેવળજ્ઞાન આદિ પ્રગટે તોપણ તે ખૂટે નહીં એવો એ જ્ઞાનનો કંદ છે. જ્ઞાન જેનું મૂળ છે. એ વર્તમાન જ્ઞાન જાણવું જે છે, રાગથી ભિન્ન અમૂર્તપણાથી ભિન્ન એવું જે જ્ઞાન વર્તમાન જ્ઞાન, સમ્યજ્ઞાન એના દ્વારા આત્મા જાણી શકાય, અનુભવી શકાય. કારણકે એ એનું લક્ષણ સમુચિત છે. સઉચિત બરાબર વ્યાજબી છે. નિર્દોષ આ છે. સમજાય છે કાંઈ? આહાહા ! આવી વાતું હવે.
ઓલા તો ઈચ્છામિ પડીકમણુ ઈરીયા વિરાણાએ ગમણાગમણે કરતા લ્યો થઈ ગયો ધર્મ ધૂળમાં ય નથી. તસ્સ ઉત્તરી કરણેણે કાઉ ઠાણેણં મોણેણં, માણેણં અપ્રાણ વોસિરામિ, અર્થેય ખબર ન હોય અને માર્ગ પ્રભુનો કંઈ રહી ગયો. લોકોએ કંઈક કલ્પાવી દીધો, પ્રભુ એટલે તું હોં, પ્રભુએ તો કહ્યું છે પણ તું તેવો છો, જ્ઞાનલક્ષણે જણાય એવો તું પ્રભુ છો, એ રાગની ક્રિયાથી અમૂર્તપણાથી બીજામાં પણ અમૂર્ત છે એમ એનાથી પણ તું જુદો તને પાડી શકતો નથી. આહાહા ! સમજાણું કાંઈ?
તે યોગ્ય છે તે ચૈતન્ય લક્ષણ પ્રગટ છે. કારણકે જાણવાની પર્યાય પણ પ્રગટ છે એના દ્વારા એ જ્ઞાનસ્વરૂપ ત્રિકાળ છે તેમ જાણી શકાય છે, ગજબ વાતો છે. કાલે આવ્યું'તું ને? આત્મા અજાયબ ઘર છે એમાં અનંત ગુણો રૂપ અજાયબથી ભરપૂર છે ઈ. વર્તમાન જ્ઞાનથી તેને જાણે પણ જણાય તે જ્ઞાન તો અનંત ને અમાપ છે અંદર. સમજાણું કાંઈ ? આમાં મોં માથે હાથ આવે નહીં એટલે બિચારા શું કરે, અરેરે અનંત કાળથી આમ અંતર ઇન્દ્રિયોને બંધ કરી અને ઇન્દ્રિયોથી વિષય થાય તેનું પણ લક્ષ છોડી દઈ, અને મનના લક્ષે જે રાગાદિ થાય તેનું પણ લક્ષ છોડી દઈ અને અંતરના ચૈતન્ય સ્વભાવી ભગવાન એને ચૈતન્ય લક્ષણે અનુભવવો, એ સમ્યગ્દર્શન પામવાની આ રીત છે. આ વસ્તુ છે. કેમ કે એ ચૈતન્યબિંબ છે પ્રભુ એને ચૈતન્યની પ્રગટ દશા છે તે તેનું જ્ઞાન લક્ષણ છે, એ લક્ષણ દ્વારા અંદર જા. જો તો તને અનુભવ થશે. આહાહા ! અને એ જ્ઞાનની પર્યાય સ્વને જાણશે તો અંદરમાં તો અભૂત અનંતગુણનો પિંડ અનંત ગુણો ભર્યા છે એને પણ એ જ્ઞાન એને દેખશે. અરે આવી વાતું છે.
આખો ફેરફાર ફેરફાર, માર્ગ એવો છે બાપુ, વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એમ કહે છે, તે મુનિ એમ કહે છે, ભાઈ તને તું પકડીને અનુભવી ક્યારે શકીશ? કે જ્ઞાનના પર્યાયને પકડી લક્ષણને ને ત્યાં જઈશ તો અનુભવ કરી શકીશ. કોઈ રાગની ક્રિયાથી દાનની ક્રિયા, કરોડોના દાન આપ્યા હોય એમાં રાગ મંદ થયો કર્યો હોય તો... એનાથી પણ ભગવાન નહીં જણાય. એ શાંતિભાઈ ! શું ત્યારે પછી આ બધું? દાન કરવું કે નહીં ત્યારે? એ ભાવ હોય છે, રાગ(ની)