________________
શ્લોક - ૪૨
૩૧૯ ભાષા વાણીયાને ક્યાંથી આવડે? પુસ્તકમાં આવે નહીં અને એના ઉપદેશમાં આવું કાંઈ આવે નહીં, દયા પાળો ને વ્રત કરો ને અપવાસ કરો, એ તો બધી રાગની ક્રિયાઓ છે, અને રાગ કરવો અને રાગને અનુભવવો એ તો મિથ્યાત્વભાવ છે. તેમાં ધર્મ નથી, ધર્મ તો રાગથી રહિત ભગવાન અને અમૂર્તપણાથી પણ જાણી શકાય નહીં, કારણ કે અમૂર્તત્ત્વ તો બીજામાં પણ છે.
જ્ઞાનમાં જ્ઞાન જાણવું એવો સ્વભાવ લક્ષણ, એનાથી તે અનુભવી શકાય છે. અહીંયા તો વ્યવહાર દયા, દાન, વ્રત ભક્તિ એનાથી પણ આત્મા જાણી શકાય કે અનુભવી શકાય નહીં. તેમ અમૂર્તપણાથી પણ તેનું બીજા દ્રવ્યથી ભિન્નપણે જાણી ન શકાય, અમૂર્ત તો બીજામાં ય છે ધર્માસ્તિ, અધર્માતિ, આકાશ ને કાળ.
એથી આમ જાણીને ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહ્યું, જોયું ? આ સાર આવ્યો. જાણક સ્વભાવ જે જાણવું જાણવું જાણવું, એ ચૈતન્ય તત્ત્વનું લક્ષણ એ જ્ઞાનના લક્ષણ વડે, આત્માનું લક્ષ કરીને અનુભવ થઈ શકે. એ સમ્યગ્દર્શન પામી શકે છે. ધર્મની પહેલી શ્રેણી જ્ઞાન તે આત્મા એમ લક્ષણથી લક્ષને પકડે, રાગની કોઈ ક્રિયા દયા દાન વ્રત ભક્તિ એ કોઈ આત્માનું લક્ષણ નથી, એ તો રાગ છે અત્યારે તો એજ હાલે અહીંયા તો કહે છે, પ્રભુ રાગ છે તે અવ્યાપ્તિ છે, આત્માની દરેક અવસ્થામાં રહેલ નથી. સંસાર અવસ્થામાં હો, પણ મોક્ષ અવસ્થામાં નથી. માટે તે અવ્યાપ્તિ છે આત્મામાં દરેક અવસ્થામાં વ્યાપ્તિ રહેલી નથી, માટે તે રાગ તે આત્માનું લક્ષણ નથી. તેથી તે રાગથી આત્મા જણાય એવો નથી, કેમ ! અમૂર્ત આત્માને જાણે તો અમૂર્તપણું પણ અતિવ્યાપ્તિમાં જાય છે, પોતામાં પણ છે અને પરમાં પણ છે, આ ધર્માતિ અધર્માસ્તિમાં અતિવ્યાપ્તિ થઈ જાય છે. એનાથી પણ ભગવાન આત્મા જાણી શકાતો નથી, એમ વિચારીને ભેદજ્ઞાની જીવોએ, ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે, આવી વાત છે. જાણવાની જે દશા છે, એ લક્ષણ છે, અને એ દ્વારા આત્મા અનુભવી શકાય છે. એ ચૈતન્યના જ્ઞાનના પરિણામથી ચૈતન્ય ત્રિકાળી છે તેમ જાણી શકાય છે. એનું નામ ધાર્મિક ક્રિયા કહેવામાં આવે છે.
ચૈતન્ય લક્ષણે લક્ષને પકડવું એવી જે જ્ઞાનની ક્રિયા તે ધર્મ છે. તે યોગ્ય છે. ચેતનપણાને જીવનું લક્ષણ સમુચિત, સમ્ ઉચિત, એમ બરાબર વ્યાજબી છે એમ કહે છે. આત્માને રાગથી જણાવવો એ ન જણાય, અમૂર્તથી જણાવવો ન જણાય. એ ચૈતન્યના જ્ઞાનના લક્ષણે જણાય એ સમુચિત છે, સમ્યક પ્રકારે વ્યાજબી છે. ઓલું ગેરવ્યાજબી હતું. રાગથી જણાય એ ગેરવ્યાજબી હતું, કારણકે રાગ એની દરેક અવસ્થામાં નથી, અમૂર્તથી જણાય એ અતિવ્યાતિ પરમાં પણ હતું માટે એનાથી પણ જણાય નહીં. (શ્રોતાઃ- ન્યાયશાસ્ત્રમાં પણ આમ છે. ) ન્યાયશાસ્ત્રની આ યુક્તિ વાત કરી છે ભાઈ ! પ્રભુ તું કોણ છો? એ જ્ઞાનના જાણપણા દ્વારા જણાય એવો એ તું છો. એ રાગની ક્રિયા દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ તો બધો રાગ છે, એ રાગ તારી દરેક દશામાં નથી. માટે તે રાગ તારું લક્ષણ નથી. લક્ષણ એને કહીએ કે દરેક અવસ્થામાં જે હોય. આહાહાહા! સમજાણું કાંઈ ? આવી વાતું હવે. આહાહા!
ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવ, પરમેશ્વરનો આ હુકમ છે, સંપ્રદાયમાં તો બસ આ દયા પાળો ને વ્રત કરો ને એ. આ શ્વેતાંબરમાં હોય તો ભક્તિ કરો શું કહેવાય? પૂજા ને શેત્રુંજ્યની