________________
૩૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩
પ્રવચન નં. ૧૪૧ શ્લોક-૪૨ કારતક વદ-૬ સોમવાર તા. ૨૦/૧૧/૭૮
(શાર્દૂનવિવ્રીડિત) वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः। इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा
व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्।।४२।। શું કહે છે (યતઃ અજીવઃ અસ્તિ ધા) “અજીવ બે પ્રકારે છે” આ ચૈતન્યને અનુભવવામાં આ કામ ન કરે એ વાત કરે છે. રાગ, દ્વેષ, પુણ્ય-પાપ એ ચૈતન્યના અનુભવનું લક્ષણ નથી. એ ચૈતન્યનું લક્ષણ નથી, એમ એને અમૂર્તપણું કહેવું એ પણ જીવનું ખરું લક્ષણ નથી, કારણકે અમૂર્ત તો ધર્માતિ આદિ બીજા પણ અમૂર્ત પદાર્થ છે. એ વાત કરે છે. જરી ઝીણી વાત છે. વર્ણાધાઃ સહિત વર્ણ ગંધ રાગાદિ અને વર્ણાદિ રહિત અમૂર્ત માટે અમૂર્તિપણાનો આશ્રય કરીને પણ અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ જીવના યથાર્થ સ્વરૂપને જગતના પ્રાણી જાણી શકતા નથી.
આ જીવ ભગવાન આત્મા એ તો જ્ઞાન લક્ષણે લક્ષિત છે. જ્ઞાનથી જણાય એવી એ ચીજ છે એને રાગથી જણાય એવું નથી અને અમૂર્તથી જણાય (એવું નથી) કારણ અમૂર્ત તો પરદ્રવ્ય પણ છે, રાગથી જણાય નહીં. અને અમૂર્તપણાથી જણાય નહીં. એ તો જ્ઞાનસ્વરૂપ ભગવાન જ્ઞાનના પરિણામથી જણાય એવો છે. આવી વાત છે. ત્યારે તેને ધર્મ થાય, જ્ઞાન દ્વારા આત્માને જાણે રાગથી નહીં, પુણ્ય દયા દાનના વિકલ્પથી નહીં, એ વિકાર છે એનાથી ન જણાય, કેમ કે વિકાર બધી અવસ્થામાં વ્યાપતા નથી. અને અમૂર્તપણું એ તો બીજામાં પણ છે તો એનાથી જીવને ભિન્ન જાણી શકાતો નથી.
જીવને ભિન્ન જાણવા માટે જેને જીવ ચૈતન્ય છે, એને જેણે જાણવો છે, એને જ્ઞાન લક્ષણ વડે, ચૈતન્ય લક્ષણ વડે જાણી શકશે. એ ચૈતન્ય વડે તેનો અનુભવ કરી શકશે. સમજાય છે કાંઈ ? એટલે કે ચૈતન્ય જ્ઞાન લક્ષણ ચૈતન્ય એ દ્વારા તે જણાશે, ત્યારે તેને આત્મા જાણવામાં આવશે, ત્યારે તેને આત્માનો અનુભવ ચૈતન્યથી જણાશે, અનુભવ થશે. આવી વાતું છે. આમ પરીક્ષા કરીને હે જગતના જીવો, જગત ન પશ્યતિ એનો અર્થ છે જગતના પ્રાણીઓ, રાગાદિથી પણ આત્માને નહીં જાણી શકે. અમૂર્તપણાથી પણ આત્માને નહીં જાણી શકે. માટે હે જગતના પ્રાણીઓ ન પશ્યતિ એ રીતે આત્મા નહીં જાણી શકાય. આમ પરીક્ષા કરીને જોયું ? વિવેચકે ભેદજ્ઞાની પુરુષોએ એટલે કે જેને રાગથી અને અમૂર્તથી પણ ભિન્ન એવું ચૈતન્ય લક્ષણ છે એમ જે ભેદશાની ધર્મી, ધર્મની શરૂઆતવાળા જીવ, ધર્મની પહેલી સીઢીમાં રહેલા જીવ, એ રાગથી અને અમૂર્તપણાના લક્ષણથી પણ ભિન્ન એમ વિચારીને, ભેદજ્ઞાની પુરુષોએ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દૂષણોથી રહિત, રાગાદિ છે એ સર્વે અવસ્થામાં વ્યાપતા નથી માટે અવ્યાપ્તિ છે અને અમૂર્તપણું છે, એ બીજામાં પણ છે, માટે તે અતિવ્યાપ્તિ છે. એવા અવ્યાપ્તિ હવે આવી