________________
શ્લોક – ૪૨
(
બ્લોક - ૪૨
)
પર હવે, ચેતનપણું જ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કાવ્ય દ્વારા સમજાવે છે -
(શાર્દૂલવિક્રીડિત) वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः। इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा
व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्।।४२।। શ્લોકાર્થ-[યત: શનીવ: શસ્તિ લેવા] અજીવ બે પ્રકારે છે. [વર્ષા: સહિત ] વર્ણાદિસહિત [તથા વિરહિત ] અને વર્ણાદિરહિત; [તત:] માટે [કમૂર્તમ ઉપચ] અમૂર્તિપણાનો આશ્રય કરીને પણ (અર્થાત્ અમૂર્તિપણાને જીવનું લક્ષણ માનીને પણ ) [ નીવચ તવં] જીવના યથાર્થ સ્વરૂપને [નત ન પુણ્યતિ] જગત દેખી શક્યું નથી;- [રૂતિ મનોવ્ય] આમ પરીક્ષા કરીને [ વિવેચવ:] ભેદજ્ઞાની પુરુષોએ [ ન આવ્યાપિ અતિવ્યાપિ વા] અવ્યાતિ અને અતિવ્યાતિ દૂષણોથી રહિત [ ચૈતન્યમ] ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે [ સમુક્તિ ] તે યોગ્ય છે. [ વ્ય$] તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે, [વ્યતિ-વ-તત્વમJતેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે અને [અને] તે અચળ છે-ચળાચળતા રહિત, સદા મોજૂદ છે. [વાનધ્યતામ] જગત તેનું જ અવલંબન કરો!(તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે.)
ભાવાર્થ- નિશ્ચયથી વર્ણાદિભાવો-વર્ણાદિભાવોમાં રાગાદિભાવો આવી ગયાજીવમાં કદી વ્યાપતા નથી તેથી તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ; વ્યવહારથી તેમને જીવનાં લક્ષણ માનતાં પણ અવ્યામિ નામનો દોષ આવે છે કારણ કે સિદ્ધ જીવોમાં તે ભાવો વ્યવહારથી પણ વ્યાપતા નથી. માટે વર્ણાદિભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું જ નથી.
અમૂર્તિપણે જોકે સર્વ જીવોમાં વ્યાપે છે તો પણ તેને જીવનું લક્ષણ માનતાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે, કારણ કે પાંચ અજીવ દ્રવ્યોમાંના એક પુદ્ગલદ્રવ્ય સિવાય ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ ચાર દ્રવ્યો અમૂર્ત હોવાથી, અમૂર્તિપણું જીવમાં વ્યાપે છે તેમ જ ચાર અજીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે; એ રીતે અતિવ્યામિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી.
ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યામિદોષથી રહિત છે, અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહિ વ્યાપતું હોવાથી અતિવ્યામિદોષથી રહિત છે; વળી તે પ્રગટ છે; તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. ૪૨.