________________
૩૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ આ વાદવિવાદે કાંઈ પાર પડે એવું નથી. વસ્તુસ્થિતિ એવી છે. અત્યારે ઝઘડા ઝઘડા વ્યવહા૨ના. આંહી તો કહે છે, કે તું જે વ્યવહાર કહેવા માગે છે તે બધો પુદ્ગલ છે સાંભળને ? ભલે છે રાગ અંદ૨, પણ રાગ એ નિશ્ચયથી ચૈતન્યનો, ચૈતન્યસ્વભાવ જીવ એનો અંશ એ રાગમાં નથી માટે તે અચેતન છે, અચેતન છે માટે પુદ્ગલ છે, પુદ્ગલ છે માટે જડ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આહાહા !
સ્વયં જીવ છે, એ પોતે જીવ છે. એ ચૈતન્યસ્વભાવ અનાદિ અનંત ચળાચળ રહિત, વર્તમાન વીતરાગ પરિણતિથી, સ્વવેદનથી જણાય એવો પ્રગટ, ચકચકાટ ઊંચો અતિશય વિશેષ એ પોતે સ્વયં જીવ છે. આને આત્મા કહીએ. આ તો કહે હાલે તે ત્રસ અને સ્થિર રહે તે સ્થાવર એ જીવ. અરે ભગવાન એ વ્યાખ્યા જ ખોટી છે બધી. સમજાણું કાંઈ ? એ તો અગ્નિ અને વાયુને ત્રસમાં નાખ્યા છે પંચાસ્તિકાયમાં. અગ્નિ ને વાયુ ભાઈ જરી આમ ગતિ કરે છે ને ? એકેન્દ્રિય છે છતાં ત્રસ કીધા પંચાસ્તિકાયે યાદ છે. પ્રભુ તું ત્રસેય નહીં, સ્થાવરેય નહીં, રાગીય નહીં, દ્વેષીય નહીં, પુણ્યવાળો નહીં, પાપવાળો નહીં, કર્મવાળો નહીં, શ૨ી૨વાળો નહીં, આબરુવાળો નહીં ત્યારે છો કોણ તું પ્રભુ ? કે હું તો ચૈતન્યસ્વભાવી જીવ છું, મારું જીવન તો ચૈતન્ય સ્વભાવે જીવવું ટકવું છે. એમ જેને અંત૨ પ્રતીતમાં અને જ્ઞાનમાં જણાય, ત્યારે તેને જીવ યથાર્થ જાણ્યો કહેવામાં આવે છે. આ આત્મા ત્યારે નવ તત્ત્વમાં આત્મા જાણ્યો ત્યારે કહેવાય. કેમકે નવ તત્ત્વમાં અજીવ તત્ત્વ તો ભિન્ન તત્ત્વ છે, કહ્યું ? પુણ્ય પાપ એ ભિન્ન તત્ત્વ છે નવમાં, આસ્રવ બંધ એ ભિન્ન તત્ત્વ છે. ત્યારે આત્મા શું છે? આત્મા કહો કે જીવ કહો, કે એ તો ચૈતન્ય સ્વભાવી સ્વયં જીવ પોતે છે.આહાહાહા એ સમ્યગ્દર્શનનો વિષય છે એમ જ્યારે જણાણું, ત્યારે પછી રાગાદિ ભાગને વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે એ બારમી ગાથાનો અર્થ છે. આહાહાહા! ભાવાર્થ:- સ્વયં જીવ, ભાષા તો જુઓ એ ચૈતન્યસ્વભાવ છે... છે... અને છે. અનાદિ અનંત ને વર્તમાન છે, ચળાચળ રહિત એમ એ ચૈતન્યસ્વભાવ છે, છે અને છે, જે છે તે સ્વસંવેદન પોતાથી જણાય એવો છે. ઊંચી ચીજ છે, એ મહાઅતિશય ઊંચી ચીજ છે, અતિશય વિશેષ છે, ખાસ. જગતનો એ સૂર્ય છે, કે જે બીજી ચીજને પણ છે, એમ એ જણાવે છે ધર્માસ્તિ, અધર્માસ્તિ ને રાગાદિ છે એ આ ચકચકાટ ભગવાન જણાણો, એ જાણે, જણાવે છે કે આ છે બીજી ચીજ, ૫૨શેય તરીકે હોં ઈ. રાગાદિ ૫૨શેય તરીકે. આહાહાહા!
હમણાં તો એ પણ આવ્યું'તું બેનના બોલમાં કે શાસ્ત્રજ્ઞાન છે, એમાં જે છે એ તો શેય નિમગ્ન છે, ૫૨શેય નિમગ્ન છે. શાસ્ત્રનું જ્ઞાન છે ને ! શાસ્ત્રનું. એમાં એને બંધ અધિકા૨માં શબ્દ જ્ઞાન કહ્યું છે, શબ્દજ્ઞાન કહો કે ૫૨શેય કહો અને જે ૫૨શેયમાં નિમગ્ન છે, એ સ્વજ્ઞેયનો અનાદર કરે છે. ગજબ વાત છે, એમાં ઓલાને તો એમ થઈ જાય કે આટલું મને આવડયું. આ મને જણાણું, આટલા શાસ્ત્ર જાણું. અરે ભાઈ સાંભળ બાપા ! ઈ ૫૨શેયમાં જે નિમગ્ન છે, એ સ્વજ્ઞેયનો અનાદર કરે છે, આવી વાતું છે. રાગ તો ઠીક પણ જ્ઞાનને ૫૨શેય કહી દીધું.
એવો જે ભગવાન જે વર્ણાદિ અને રાગાદિભાવો જીવ નથી, પણ ઉ૫૨ કહ્યો એવો ચૈતન્યભાવ આંહી લેવું છે લ્યો, તે જ જીવ છે, એ જીવ છે. એમ અંત૨ દૃષ્ટિમાં લે, એને જ્ઞાનની પર્યાયમાં શેય બનાવ ત્યારે એ જીવ આવો છે, એમ તને જણાશે. વિશેષ કહેશે.
( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ.)