________________
શ્લોક - ૪૧
૩૧૫ પરિણતિ વીતરાગ પરિણતિ દ્વારા વીતરાગ સ્વરૂપ જણાય એવું છે. સમ્યગ્દર્શનજ્ઞાન એ શરૂઆત એ પણ વીતરાગી પર્યાય છે, કોઈ સમયગ્દર્શનને રાગવાળું કહે પણ બાપુ ઈ તો જ્યારે દોષવાળું બતાવવું હોય તો ચારિત્રનો દોષ છે ઈ. સમ્યગ્દર્શન છે એ તો વીતરાગી પરિણતિ છે, પરિણતિ એટલે પર્યાય એ ભગવાન જ્યારે ચૈતન્ય સ્વરૂપ વીતરાગ સ્વરૂપ જિન બિંબ છે, પ્રભુ અત્યારેય એવો છે, અત્યારે એમ હોં. એને વીતરાગી પરિણતિ દ્વારા સ્વસંવેદન થઈ શકે છે. ચૈતન્ય સ્વભાવ, ચૈતન્યની પરિણતિ દ્વારા જણાય એવો છે. ચૈતન્ય સ્વભાવ, વીતરાગ સ્વરૂપ જિનબિંબ, ભગવાન જિનબિંબ આત્મા, એ વીતરાગી પરિણતિના અંશ દ્વારા જણાય એવો છે. આહાહા ! આવો ભગવાનનો પોકાર છે. અનંત તીર્થકરો અનંત કેવળીનો (આ પોકાર છે)
અત્યારે તો ગોટા ઉઠયા છે બધા, પ્રાણભાઈ ! આ ધંધા આડે નવરા ન મળે અને આ બધા કાં તો બહારની ક્રિયા કરે કાંઈ થોડી એટલે થઈ ગયો ધર્મ. અરે ભાઈ? ધર્મ કોઈ અપૂર્વ ચીજ છે પ્રભુ. એ વીતરાગ સ્વરૂપ ચૈતન્યસ્વભાવ એ વીતરાગી પરિણતિ દ્વારા જણાય તે વીતરાગી પરિણતિ એ તે ધર્મ છે, સમજાય છે કાંઈ ? આહાહાહા!
ચૈતન્ય “ઉચ્ચઃ” અત્યંતપણે વિશેષથી ખાસ ચકચકાયતે, ચકચકાટ પ્રકાશી રહ્યું છે. સૂર્યનો પ્રકાશ આ શું આવે છે તમારે સર્ચ લાઈટ સર્ચ લાઈટ નહી ? ત્યાં? બાહુબલીમાં મુકે છે ને સર્ચ લાઈટ બેય આમ, એમ આ ચકચકાટ ચૈતન્યની ચકચકાટ સર્ચ લાઈટ છે. જેમાંથી ચૈતન્યનો ચકચકાટ પ્રકાશ આવે છે, કહે છે. એમાં પુણ્ય પાપ, દયા, દાનના રાગ એમાંથી આવતા નથી એમાં છે નહીં. “ઉચ્ચઃ” એ ચૈતન્ય ઉચ્ચઃ, એ તો ઊંચો અધિક અત્યંતપણે બિરાજમાન “ચકચકાયતે,” ચકચકાટ પ્રકાશી રહ્યો છે. ભાઈ તને અંધારામાં રાગના અંધારામાં દેખાતો નથી. રાગના અંધારામાં એ તો અચેતન છે એમાં દેખાય ક્યાંથી ચૈતન્ય? ચાહે તો ભગવાનની ભક્તિનો જાત્રાનો રાગ, દયા દાનનો રાગ, દાન કરોડો રૂપીયા આપ્યા હોય તેમાં રાગ મંદ કર્યો હોય કદાચિત્ એ રાગ, એ રાગ બધો અંધારું છે. એય !( શ્રોતા- એ અંધારું અને રાગ પ્રકાશ સ્વરૂપ આત્માને ઢાંકતું હશે) એ અંધારું છે એનું જ્ઞાન ક્યારે થાય? કે ચકચકાટ એવો જ્ઞાન સ્વભાવ તેની પરિણતિ દ્વારા જણાય ત્યારે તેનું વ્યવહારે જ્ઞાન થાય. આહાહાહા !
આવો માર્ગ વીતરાગનો બાપા અને લોકોએ કંઈકનો કંઈક કરી નાખ્યો ને બિચારા જીવનને અફળ કરીને ચાલ્યા જશે. શું શ્લોક? તાકડે આવી ગયો આજ વળી રવિવારે, અને ચકચકાટ પ્રકાશી રહ્યું છે એ સ્વયં જીવ છે. ચૈતન્ય સ્વભાવ ચૈતન્ય સ્વયં પ્રકાશ ફૂટ જે ચકચકાટ રહ્યું છે, એ જીવ છે. ચૈતન્યસ્વભાવ આવો, આવો તે જીવ છે એમ સિદ્ધ કરવું છે ને અહીં તો? ઓલા રંગ, રાગ ને ભેદથી સહિત એ તો પુદ્ગલ છે, જ્યારે ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી ચકચકાટ પ્રકાશી રહ્યો સ્વયં, તે જીવ છે. સમજાય એવી છે ભાષા બહુ કાંઈ કડક એવી નથી, ભાઈ ! વાત તો એમ ભગવાન ! તારી શું કહેવી મહિમા. ઓહોહો... ભાઈ તું અંદર ચૈતન્યસ્વભાવ એવો જીવ સિદ્ધ કરવો છે ને આંહી? હેં! ચૈતન્યસ્વભાવ એકલો સિદ્ધ નથી કરવો, જેમ રંગ રાગ ને ભેદથી પુદ્ગલ સિદ્ધ કર્યું, એમ આ જીવ સિદ્ધ કરવો છે પ્રભુ, એ ચૈતન્યસ્વભાવી જીવ કે જે ચૈતન્યસ્વભાવ અનાદિ અનંત ચળાચળતા રહિત પોતાથી વેદાય અને પ્રગટ ને ઊંચામાં ઉંચી અધિક ચીજ છે એ, એવો જે ચૈતન્યસ્વભાવ, તે સ્વયં જીવ છે, તે પોતે જીવ છે. આહાહા ! સમજાય છે કાંઈ? આહાહાહા !