________________
૩૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ને ભેદ આત્મા નથી ત્યારે ચૈતન્યસ્વભાવ તે આત્મા એમ સિદ્ધ કરવું છે. એક કળશે તો ગજબ કરી છે ને? હેં? સંતોની શૈલી જ એવી છે, દિગંબર સંતો એટલે એ ચૈતન્ય ઈદ ચેતન્યમ્ આ બધું કીધું એ, અનાદિ અનંત, ચળાચળ રહિત, સ્વસંવેદ્યમ, સ્કુટમ, પ્રગટ, શું? કે ઈદં આ ચૈતન્ય સ્વરૂપ, જોયું આ ચૈતન્યસ્વરૂપ પ્રત્યક્ષ કીધું. આ ચૈતન્યસ્વરૂપ ઈદં છે ને શબ્દ? આહાહા !
દિગંબર સંતોની બલિહારી છે, જેણે કેવળજ્ઞાનના વિરહ ભુલાવી દીધા છે. હું કેવળજ્ઞાનીના અભાવમાં પણ કેવળજ્ઞાનીને જે કહેવું છે તે પ્રસિદ્ધ કરી નાખ્યું છે. ઝીણી વાત પડે બાપુ પણ માર્ગ તો આ છે ભાઈ. આમ બધાં જાત્રા કરવી, ને ભક્તિ કરવી ને પૂજા કરવી વ્રત પાળવા અને અપવાસ કરવા એ કોઈ ધર્મ નથી હોં. (શ્રોતા- આપ એને ઝીણી વાત કહો છો ને બીજા ટીકા કરે છે) કરે કરે એને ન બેઠું હોય તો કરે એમાં શું છે? એને જે વાત બેઠી છે એની હારે ન બેસે તો કરે, એમાં કાંઈ વિશેષતા નથી. હોય એમાં કાંઈ, ન બેસે એટલે બોલે, એમ જ બોલે. આહાહાહા !
ભગવાન જિનેશ્વરદેવ ચૈતન્યસ્વભાવ, આત્મા પરમાત્મા ત્રિલોકનાથ કહે છે એ કેમ જણાય? કે ચૈતન્યસ્વભાવ સ્વરૂપ છે એ તેને ચૈતન્યની પરિણતિ દ્વારા જણાય એમ. કેમ કે વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા વીતરાગ છે એ એમ કહે છે કે સર્વજ્ઞ વીતરાગ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા, ચૈતન્યસ્વરૂપ એટલે સર્વજ્ઞ ને વીતરાગ સ્વરૂપ આત્મા, ચૈતન્ય સ્વરૂપનો અર્થ “જ્ઞ” સ્વરૂપ અને ચૈતન્ય છે એટલે વીતરાગ સ્વરૂપ છે. ભગવાન ત્રણલોકના નાથ તીર્થંકરો પણ ઈન્દ્રની સમક્ષ આમ કહેતા હતા, એ વાત આ છે. પ્રભુ? અમે વીતરાગ છીએ તો તને કહીએ છીએ કે તારું સ્વરૂપ જે છે એ વીતરાગ સ્વરૂપ છે. કારણકે અમે પણ વીતરાગ થયા એ ક્યાંથી થયા? વીતરાગ સ્વભાવમાંથી થયા છીએ. તો અમે વીતરાગ સ્વભાવ કેમ થાય? તો કહીએ છીએ કે તું વીતરાગ ચૈતન્યસ્વરૂપ આત્મા છો, કેમ બેસે? અને તેની પરિણતિ દ્વારા, તેની દશા દ્વારા તે જણાય, વીતરાગ પરિણતિ દ્વારા વીતરાગ જણાય, આ વીતરાગનું કથન છે. હું? આહાહાહા !
જિનેશ્વરદેવ ત્રણલોકનો નાથ તીર્થંકર પ્રભુ એની વાણીમાં આ આવ્યું કે અમે વીતરાગ સર્વજ્ઞ છીએ. તારું સ્વરૂપ, પણ સર્વજ્ઞ ચૈતન્ય અને વીતરાગસ્વરૂપ છે એટલે સ્વભાવ શક્તિ આ પ્રગટ તો વીતરાગ ચૈતન્ય સ્વરૂપ, જિનસ્વરૂપ તેને જાણવાની પરિણતિ પણ વીતરાગી હોય, વસ્તુ વીતરાગ, પરિણતિ વીતરાગ, વીતરાગે વીતરાગપણું બતાવ્યું છે. આહાહા ! સમજાણું કાંઈ? આકરું પડે લોકોને, શું આમ લોકોને નવરાશ ન મળે અને એકાદ કલાક હોય તો આ જરીક સામાયિક કરો, પોહા કરવા પડિકમણા કર્યા, નવરો થાય તો વળી ભક્તિ-ભક્તિ શેત્રુજ્યની જાત્રા ને ગિરનારની એમાં છે જ્યાં ધર્મ?
કારતક સુદ પૂનમ હોય કે, હોળીની પૂનમ હોય, ફાગણ સુદ પૂનમ, એની હારે શું સંબંધ છે? પ્રભુ તું કોણ છો? ક્યાં છો? એમ પરમાત્માએ એમ કહ્યું પ્રભુ તું તો જિનસ્વરૂપ છો, ચૈતન્ય સ્વરૂપ છો, વીતરાગ સ્વરૂપ છો. પ્રભુ તું જિન સ્વરૂપ જો ન હોય, તો જિનપણું પર્યાયમાં ક્યાંથી આવશે? ક્યાંય બહારથી આવે છે? ભાઈ તને ખબર નથી. એ ચૈતન્ય ઈદં આત્મા. એમ કહ્યું ને? ઈદ ચૈતન્યમ, ઈદં ચૈતન્યમ્ આ ચૈતન્ય, એટલે કે સર્વજ્ઞ સ્વભાવી, આ ચૈતન્ય એટલે કે વીતરાગ સ્વભાવી, તે ચૈતન્ય “અનાદિ અનંત” છે, “ચળાચળ રહિત છે” વર્તમાન શુદ્ધ