________________
શ્લોક – ૪૧
૩૧૩ તો એને અચેતન કહીને પુદ્ગલ કહી દીધા. જેમ પુદ્ગલ અચેતન છે એમ રાગ અચેતન છે. આહાહા ! સમજાણું કાંઈ?
ગાથા, આ ૨૯ બોલ પછી આ ગાથા આવી છે. સંસાર અવસ્થામાં પણ જો એ રાગથી એક હોય તો રૂપી થઈ જાય એમ કરીને કાઢી નાખ્યું છે, રૂપી થાય તો મોક્ષ થતાં પણ રૂપી હારે રહે, કારણ એનો સ્વભાવ હોય તો? કર્તા, કર્તા કાઢીને હવે આંહી નાખ્યો આ, કળશ ચડાવ્યો કળશ, મંદિર બનાવીને સોનાનો કળશ ચડાવે છે ને? સોનાનો એટલે કાટ વિનાનો એમ આ રાગ વિનાનો ચૈતન્યનો ચમત્કાર નિર્મળ પરિણતિ એ દ્વારા જણાય છે. આહાહા ! સમજાય છે કાંઈ?
અરે! આવા ટાણાં ક્યારે આવે બાપા! આ પ્રકાર! એ પુરૂષાર્થ કરે તો મળે એવું છે, સૂક્ષ્મ ઉપયોગ કરે તો તે મળે એવું છે. એનો અર્થ એ થયો, કે સૂક્ષ્મ ઉપયોગ એટલે જ્ઞાનની પરિણતિ સ્થળ ઉપયોગે એ નહીં મળે. સ્થૂળ ઉપયોગ એ પર્યાય પુદ્ગલમાં જાય છે. અતિશ્રુતનો ઉપયોગ સૂક્ષ્મ કરીને જણાય એવો છે, એનો અર્થ એ થયો કે એની પરિણતિ જ મતિશ્રુતજ્ઞાનની જે નિર્મળ છે એનાથી તે પ્રગટ ફુટ પ્રત્યક્ષ, ગુપ્ત ન રહે તેવી પ્રસિદ્ધિ થાય, એવો એ આત્મા છે. આહાહા !
આવી વાતું. હવે માણસને એકાંત લાગે પછી. ભાઈ ! માર્ગ આ છે બાપુ. હેં ? ( શ્રોતાઃએકાંત છે નહીં પણ એકાંત લાગે છે) સમ્યક એકાંત જ છે. સમ્યક, શ્રીમદે કહ્યું “અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી” એણે એ કહ્યું છે, ત્યાં સમ્યક એકાંત છે. સમ્યક એકાંતનું ભાન થાય ત્યારે પર્યાય ને રાગ છે એનું જ્ઞાન થાય, એ અનેકાંત, આમ સમ્યક્ એકાંત તરફ ઢળ્યો છે, ત્યારે એને જે જ્ઞાન થાય એ જ્ઞાન સ્વનું પણ થાય અને રાગ બાકી છે એનું એને જ્ઞાન થાય, અનેકાંત ત્યારે થાય. અને અનેકાંતમાં પણ એ સમ્યક એકાંત છે એને રાખીને, રાગનું જ્ઞાન થાય ત્યારે અનેકાંત કહેવાય છે. અને પ્રમાણજ્ઞાનમાં પણ ત્રિકાળી સમ્યજ્ઞાન એકાંત નિશ્ચય થયો, અને પછી પર્યાય અને રાગને જાણવો એ પ્રમાણજ્ઞાન થયું. બેયનો ભેદ, બે-બે થયાને? પણ એ પ્રમાણજ્ઞાન એ પણ ખરેખર તો વ્યવહારનયનો એ વિષય છે. બે થયા ને? તો સદભૂત વ્યવહારનયનો વિષય થયો, તેથી પ્રમાણ તે પૂજ્ય નથી એમ કીધું છે. જેમાં પર્યાયનો નિષેધ આવતો નથી, એ પૂજ્ય નથી, નિશ્ચયમાં પર્યાયનો નિષેધ આવે છે માટે એ પૂજ્ય છે. છતાં પ્રમાણજ્ઞાનમાં પણ નિશ્ચયથી અભેદ છે, એવું જ્ઞાન તો ત્યાં છે જ એને રાખીને, એને રાગ ને પર્યાયનું જ્ઞાન મેળવ્યું છે. એને ઉડાડીને ભેળવ્યું છે એમ નહીં. નહીં તો પ્રમાણજ્ઞાન ન રહે આ છે એમ રાખ્યું છે, એ ઉપરાંત આનું જ્ઞાન કર્યું ત્યારે તો એને પ્રમાણ કહેવાય છે. ઓલું નિશ્ચય એકાંત છે એને ઉડાવીને રાગનું જ્ઞાન થાય એ પ્રમાણજ્ઞાન જ નથી. આહાહા ! સમજાણું કાંઈ? આવો ઝીણો મારગ ને ઝીણી નહીં એ જ વાત છે, ઝીણી કહો, સૂક્ષ્મ કહો વસ્તુ આ જ છે. આહાહાહા!
ફુટ' છે “ઈદમ્ ચૈતન્યમ્” હવે આવ્યું, કોણ? કે આ બધું કીધું એ ચેતન અનાદિ અનંત, વર્તમાન ચળાચળતા રહિત, સ્વસંવેધમ, પ્રગટ એ શું? કે “ઈદમ્ ચેતન્યમ્” એ ચૈતન્યસ્વભાવ, ચૈતન્યસ્વભાવ હોં. ચૈતન્યસ્વભાવ તે આત્મા એમ પછી ઓલો જ્યારે આત્મા નથી. રંગ, રાગ