________________
૩૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩
છે એમ નહીં. આહાહાહા!
જ્યારે આત્મા રાગ, રંગ ને ભેદથી ભિન્ન છે વ્યાસ નથી, ત્યારે શું છે એ ? કે એ ચેતનાસ્વભાવથી આત્મા, વ્યાસ છે. એવો જે ચૈતન્યસ્વભાવ એ પ્રગટ છે, છે ? ‘ સ્ફુટમ ’ પ્રત્યક્ષ છે. ભગવાન ચૈતન્ય પરિણતિથી જણાય એવો એ પ્રત્યક્ષ વર્તમાન પ્રત્યક્ષ છે. સમજાણું કાંઈ ? એ ચૈતન્ય મતિશ્રુતની પરિણતિથી જણાય એવો એ વર્તમાન પ્રત્યક્ષ છે, પ્રગટ છે, પ્રસિદ્ધ છે, છે એવો બિરાજમાન, બિરાજમાન છે, એવું અહીંયા ભાન થાય છે કહે છે. સ્ફુટ છે, છૂપું નથી, એ ગુપ્ત નથી. રાગની પર્યાયની અપેક્ષાએ ચૈતન્યસ્વરૂપ આત્મા ગુપ્ત છે ત્યાં, એ આવ્યો નથી એમાં રાગમાં-આહાહાહા પણ નિર્મળ પરિણતિ દ્વારા તે સ્ફુટ, પ્રગટ, છૂપું નથી. એ નિર્મળ પરિણતિ દ્વા૨ા છૂપું રહે એવું નથી તત્ત્વ. રાગ અને દયા, દાનના વિકલ્પના કાળે વસ્તુ ગુસ છે ત્યાં, એ સ્વભાવ રાગરૂપ થયો જ નથી. રાગ ને દયા, દાનના વિકલ્પ ને અશુભના કાળે, એ ચૈતન્ય ગુપ્ત છે, એ એમાં આવ્યો નથી, એથી એની અપેક્ષાએ ત્યાં ગુપ્ત છે. પણ શુદ્ધ પરિણતિની અપેક્ષાએ તે પ્રત્યક્ષ પ્રગટ છે. શૈલી તો જુઓ ! ગજબ વાત છે. કેટલી સ્પષ્ટ ! આહાહાહા !
જુઓ આત્મા આમ જણાય અને એ જણાય એમાં એ પ્રત્યક્ષ અને પ્રગટ છે, એમ જણાય. પરોક્ષ છે ને, અપ્રગટ છે, એ રાગની ૨મતુંમાં બેઠો હોય એને છે. હૈં? જે વ્યવહા૨ રત્નત્રયના રાગમાં રમતુમાં પડયો છે, એને તો ભગવાન અપ્રત્યક્ષ છે, ગુસ છે, પણ છતાં તે વસ્તુ રાગરૂપે થઈ નથી, રાગકાળે ગુપ્ત ચીજ છે એ રાગરૂપ થઈ નથી અને જ્યારે જ્ઞાનની શુદ્ધ પરિણતિ દ્વારા, સ્વસંવેદન દ્વારા જણાય ત્યારે તે ગુપ્ત રહેતો નથી. આહાહા ! આવું સ્વરૂપ છે. જિનદેવનો આત્મા એટલે જિનદેવનો એટલે જિનસ્વરૂપી આત્મા એમ. “ઘટ ઘટ અંત૨ જિન વસે અને ઘટ ઘટ અંતર જૈન, મત મદિરાકે પાનસો મતવાલા સમજે ન” કહો શશીભાઈ ! આવું સ્વરૂપ છે. એ પ્રગટ છે, છૂપું નથી. એ ઢંકાયેલું નથી, એ ગુપ્ત જે હતું તેને અહીંયા પ્રગટ થઈ ગયું છે કહે છે. રાગ અને દયા, દાનના વિકલ્પની પરિણતિમાં એ વસ્તુ ગુપ્ત હતી. પણ જેનો ભગવાન આત્માનો સ્વભાવ ચૈતન્ય છે એવી સ્વપરિણતિના વેદનથી જોયું, જાણ્યું એને પ્રત્યક્ષ અને પ્રગટ છે. આવી ચીજ છે બહુ ટૂંકા શબ્દમાં, ઘણાં જ થોડા શબ્દોમાં, પ્રસિદ્ધ કર્યો છે. ટીકાનું નામ આત્મખ્યાતિ છે ને ? આહાહાહા !
એ ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવી વસ્તુ, એ ચૈતન્યસ્વભાવ સ્વરૂપ એ પોતાની પરિણતિથી, રાગ-દ્વેષ એ પોતાની પરિણિત નથી, એ તો પુદ્ગલ છે કહે છે, એમાં એને લઈને તો એ ગુસ છે. કા૨ણકે એમાં નથી, પણ ચૈતન્યસ્વભાવ આત્મા એની પોતાની વેદન સ્વપરિણતિ જ્ઞાન દર્શન ચારિત્રની સ્વપરિણતિથી એ પ્રત્યક્ષ છે, પ્રગટ છે. છે તો એ છે. રાગ વખતે પણ છે એ તો છે. પણ જાણવાને કાળે તે છે તે છે, તે પ્રત્યક્ષ ને પ્રગટ છે, એમ કહે છે. આહાહાહા !
શું શૈલી ? સંતોના થોડા શબ્દોમાં એને જાહેર કર્યો, કોણે ? એની જાતની પરિણતિએ એને જાહેર કર્યો, કજાતથી તે જાહેર થઈ શકે એવો નથી. અત્યારે એ રાડ આખી છે ને ? શુભભાવથી થાય, શુભભાવથી થાય, અરે ભગવાન, એ રાગથી ભિન્ન, રાગને તો પુદ્ગલ કીધાંને પ્રભુ ? એ ચૈતન્યની જાત નથી, અને રાગમાં ચૈતન્યનો કોઈ અંશ નથી, ચાહે તો દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો રાગ ભક્તિ આદિ, એમાં ભગવાન ચૈતન્ય જ્યોત પ્રભુ છે, એનો કોઈ અંશ નથી રાગમાં, માટે