________________
૩૧૧
શ્લોક – ૪૧
પ્રભુ પ્રગટ છે, જાજવલ્યમાન જ્યોત પ્રગટ છે, વ્યક્ત છે, પ્રસિદ્ધ છે, એ ચકચકાટ ચૈતન્યનો ચકચકાટમય ભાવ દ્રવ્યપણે પ્રગટ છે. આહાહાહા !
( શ્રોતાઃ- દ્રવ્યપણે એટલો શબ્દ શા માટે વાપર્યો ) દ્રવ્યપણે એટલે પ્રગટ છે એ કોને ? પ્રગટ છે એ પણ કોને ? જેણે જાણ્યું છે એને એ પ્રગટ છે. ફેર છે શબ્દોમાં જરી. આ તો વીતરાગ ત્રણલોકના નાથની વાણી છે, એ સંતો એ વાણી દ્વા૨ા જગતને જાહેર કરે છે. આહાહાહા !
વસ્તુ તો વસ્તુ તરીકે તો પ્રગટ પ્રસિદ્ધ મૌજુદ છે. આહાહા! એ તો પર્યાયબુદ્ધિમાં અપ્રસિદ્ધ હતો, ઢંકાઈ ગયેલો હતો, પર્યાયબુદ્ધિમાં એ નહોતો જ એને. સમજાણું કાંઈ ? વર્તમાન અંશ અને રાગબુદ્ધિમાં એ મરણતુલ્ય કરી નાખ્યો'તો. આવે છે ને ? એને અહીં જાણવામાં આવ્યો તે જીવતી જ્યોત પ્રગટ છે કહે છે. સમજાણું કાંઈ ? આવી વાતું છે. જૈનદર્શન અલૌકિક છે એમાં આ વાણીયાને હાથ આવ્યું તે વાણીયા વ્યાપારમાં ઘુસી ગયા છે, નવરા નથી આ નિર્ણય કરવામાં, તુલના કરવામાં, આવ્યું છે ને ભાઈ ચંદુભાઈ, જાપાનનું જાપાનનો એક ઐતિહાસિક છે જૂનો ઐતિહાસિક છે. ૬૭ વર્ષની ઉંમર છે. ઈતિહાસ બહુ પુસ્તકો વાંચ્યા અને એનો છોકરો ય પણ એવો છે ઐતિહાસિક બહુ શોધ્યો એમાંથી, જૈનધર્મ એટલે શું ? એમ કહ્યું, કે “જૈન ધર્મ એ અનુભૂતિ સ્વરૂપ છે” એટલે વીતરાગ પર્યાય સ્વરૂપ છે એમ, વીતરાગ પર્યાય સ્વરૂપ જૈન, જૈન ધર્મ, જૈનને ? જેણે રાગને જીત્યો છે ને વીતરાગ પર્યાય પ્રગટ કરી છે તે જૈન ધર્મ, પણ પાછું એણે કહ્યું પણ છે અંદર ( શ્રોતાઃ- અત્યારે તો બધા વાણીયાને હાથ આવ્યો છે. ) આવો માર્ગ આ વાણિયાને હાથ આવી ગયો, વાણીયા વ્યાપારમાં કુશળ ડાહ્યા ન્યાં ગરી ગયા, પ્રાણભાઈ ! એમ કહ્યું છે ઓલા ઈતિહાસવાળાએ હોં! હમણાં લેખ આવ્યો છે જાપાનનો. વાણીયા વ્યાપાર આડે નવ૨ા ન પડે, આ કર્યું ને આ કર્યું ને, આ કર્યું ને હોળી સળગી આખી સળગાવે અજ્ઞાનની એને આ તુલના કરવાનો અવસ૨ ક્યાં છે એમ કહે છે. ઓલાએ મશ્કરી કરી છે માળાએ, ઐતિહાસિક જાપાનવાળાએ. આહાહાહા !
આવો જે ભગવાન આત્મા રંગ, રાગ ને ભેદથી ભિન્ન ચૈતન્યસ્વભાવથી અભિન્ન, ચૈતન્યસ્વભાવ તે આત્મા એમ કહેવો છે ને અહીં તો ? સમજાય છે કાંઈ ? રંગ રાગ ને ભેદથી ભગવાન આત્મા ભિન્ન, એ ત્રણેય તો પુદ્ગલ છે એમ કીધું છે, ત્યારે છે કોણ એ ? એમ શિષ્યનો પ્રશ્ન હતો, એનું અસ્તિત્વ શી રીતે છે ? તો આનાથી તો નકાર કર્યો’ તો, તો એની તૈયાતિ કઈ રીતે છે ? કે એની હૈયાતિ ભગવાન ચૈતન્યસ્વભાવથી ભરેલો આત્મા ચૈતન્યસ્વભાવ સ્વરૂપ આત્મા. આંહી તો ત્યાં સુધી પહેલાં કહ્યું’તું ‘‘ચૈતન્ય સ્વભાવ વ્યાસ આત્મા” આત્મા ચૈતન્ય સ્વભાવને વ્યાસ એમ નહીં. ચૈતન્યસ્વભાવ વ્યાસ આત્મા, કાયમ રહેલો ચૈતન્ય સ્વભાવ એમાં વ્યાપેલો આત્મા છે. સમજાણું ? પહેલાં આવી ગયું'તું ાઓ ૬૮ ગાથામાં ચૈતન્ય સ્વભાવથી વ્યાસ જે આત્મા” ૬૮ ગાથા હેઠલાની ત્રીજી લીટી ૬૮ ગાથા ચૈતન્યસ્વભાવથી વ્યાસ જે આત્મા, છે? આત્મા ચૈતન્ય સ્વભાવને વ્યાસ, એમ નહીં. ચૈતન્ય સ્વભાવથી આત્મા વ્યાસ. ગુંલાટ ખાધી છે. એટલે ? એ અહીં સિદ્ધ કરવું છે અહીં. એ ચૈતન્ય સ્વભાવ એ કાયમ રહેલો છે આત્મા એમાં એ વ્યાસ છે, વ્યાપક ચૈતન્યસ્વભાવ છે આત્મા વ્યાપ્ય છે. ચેતનામાં આવે છે પાછળ, સર્વવિશુદ્ધમાં ચેતના આવે છે ને ? ચેતનાથી વ્યાસ આત્મા છે. આત્મા ચેતનાથી વ્યાસ