________________
૩૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩ લીધા છે. રાગ રંગથી ભિન્ન, ભેદથી ભિન્ન એમ લીધું છે. એ ત્રણ બોલ આ નાખ્યા છે, હુકમીચંદજી! પછી તો એને પૂર્ણ છું, નિરાલો છું એટલું લીધું, નિરાળો એનાથી ને અહીં પૂર્ણ છું ચૈતન્ય એટલે કે આત્મા ચૈતન્યસ્વભાવથી સંપન્ન છે. એ ચૈતન્યસ્વભાવ અનાદિ અનંત વર્તમાન ચળાચળ રહિત, છતાંય તે બીજી રીતે કહીએ તો તેની પ્રતીતિ જ્ઞાન ને રમણતા જે ચૈતન્યની, એનાથી તે જણાય એવો છે. આહાહાહા! આવી વાતું છે ભાઈ આકરી.
એ ક્રિયાકાંડ લાખ કરોડ ક્રિયાકાંડ કરે તો એનાથી એ જણાય એવો નથી એમ કહે છે. વ્યવહાર રત્નત્રયનો રાગ એ તો રાગમાં જાય છે, રંગ, રાગ અને ભેદ, એમાં દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતનાં પરિણામની શ્રદ્ધા પંચ (મહાવ્રત) આદિ એ બધું રાગમાં પુદ્ગલમાં જાય છે, એ પુદ્ગલથી આત્મા જણાય એમ નથી. ક્યાંક એમ કહ્યું છે સાધ્યસાધકમાં ભાઈએ દિપચંદજીએ કે શુભભાવ પરંપરા સાધક છે, સાધ્યસાધક બોલમાં આવે છે, એમાં આવે છે? દિપચંદજીના ચિવિલાસમાં આવે છે. બાકી એનાં “આત્મ અવલોકન”માં આવે છે. “આત્મ અવલોકન” છે ને? દિપચંદજીનું એમાં શુભભાવ સાધક છે પરંપરા, એમ કહ્યું, એનો અર્થ એ, કે સાધક તો શુદ્ધ ચૈતન્ય તે જ એનાથી જણાય, પણ શુભભાવ સાથે છે એને ટળીને પછી જાણશે એટલે પરંપરા એમ આરોપ કર્યો છે. આહાહાહા !
સ્વસંવેધ છે” ઓહોહો! એક શ્લોકમાં તો, એનું વર્તમાન રૂપ અનાદિનું, અનંતકાળનું રહેનારું અને વર્તમાન પણ ચલાચળ વિનાનું, એવું જે ધ્રુવ ભગવાન આ ચૈતન્યસ્વભાવ આત્મા, એ વર્તમાન ચળાચળ રહિત વસ્તુ છે, પણ વર્તમાન જણાય વર્તમાન નિર્મળ પરિણતિથી તે જણાય એવો છે. આહાહાહા ! આવી વાત છે. એટલે કે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય એક છે, ત્રણેય હોય છે ભેગાં. કળશટીકામાં પૂછ્યું છે કે, તમે જ્યારે એમ કહો છો કે આત્મા દર્શન જ્ઞાનથી જણાય અને મોક્ષમાર્ગ તો દર્શન જ્ઞાન ને ચારિત્ર છે. મિથ્યાત્વ ગયા પછી, સમકિતને જ્ઞાન થયું પણ ચારિત્ર તો થયું નથી. તો કહે એ ચારિત્ર આવી ગયું સાંભળ. કળશટીકામાં કહ્યું છે, બે ત્રણ વાર કહ્યું છે. એ ચૈતન્ય ભગવાન, આત્મસ્વભાવ ચૈતન્યસ્વભાવ આત્મા એની સન્મુખની પ્રતીતિ, એના સન્મુખનું જ્ઞાન, અને એના સન્મુખની સ્થિરતા એ ત્રણેય ભેગાં છે. ચૈતન્ય પરિણતિથી સ્વસંવેમાં જણાય એમાં ત્રણેય (ભેગા) છે. નિર્વિકલ્પ સમ્યક , રાગ વિનાનું જ્ઞાન અને અસ્થિરતા વિનાની સ્થિરતાનો અંશ એનાથી પ્રભુ ચૈતન્યસ્વભાવ આત્મા, જણાય એવો છે. આહાહાહા!
“જે સ્કૂટમ” જેને ૪૯ ગાથામાં અવ્યક્ત કહ્યો'તો, એને અહીંયા સ્કૂટ કહ્યો છે. એ તો પ્રગટ છે. ચૈતન્ય ચમત્કાર, ચૈતન્યની ચમક એ તો પ્રગટ છે વસ્તુ. કોને? કે જાણે છે એને. સમજાણું કાંઈ? ભગવાન ચૈતન્ય જ્યોત ચૈતન્ય લક્ષણ સ્વરૂપ, ચૈતન્યસ્વભાવ સ્વરૂપ. અહીં તો, એવો જે ભગવાન આત્મા પ્રગટ છે, “સ્કુટ' છે, વ્યક્ત છે. પર્યાયની અપેક્ષાએ ગુમ છે, પણ સ્વભાવની અપેક્ષાએ પ્રગટ, વ્યક્તિ છે. પર્યાય છે તેને વ્યક્ત કહીએ ત્યારે વસ્તુને અવ્યક્ત કહીએ, કેમકે પર્યાયમાં આવતું નથી માટે. આહાહા ! આવી વાતું છે. પણ જ્યારે વસ્તુને જ કહેવી હોય, વસ્તુ ચૈતન્ય સ્વભાવ ભગવાન એની સત્તા ચકચકાટમય વર્તમાન મૌજુદ પ્રગટ છે. કોને? જેણે તેને જાણ્યો તેને સમજાણું કાંઈ ? છે ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવ સ્વરૂપ