________________
શ્લોક – ૪૧
૩૦૯ ભગવાન આત્મા છે. એ ચૈતન્યસ્વભાવ કેવો છે? કે અનાદિ છે. એ ચૈતન્યસ્વભાવ જે આત્મા, જીવઅજીવ અધિકાર છે ને? જીવ એ ચૈતન્યસ્વભાવ તે જીવ અને આ રંગ, રાગ ને ભેદ એ બધાં પુગલ-પુગલ. આહાહા !
ચેતન્યસ્વભાવ જે ભગવાન આત્મા એ અનાદિ છે. કોઈ કાળે ઉત્પન્ન થયું ચૈતન્ય સ્વરૂપ એવું નથી. અનંત છે કોઈ કાળે ચૈતન્યસ્વભાવ ભગવાન આત્મા એ ચૈતન્યસ્વભાવનો નાશ કોઈ કાળે થાય તેવું નથી. અચળ છે. એ વર્તમાનમાં એ અચળ છે, આદિ નથી ને અંત નથી ને વર્તમાનમાં એ કંપન આદિ ચળતું નથી, એ તો ધ્રુવ ધ્રુવ પડ્યું છે. આહાહા ! “અચળ' છે. વર્તમાન એ જ્ઞાયક ચૈતન્યસ્વભાવ ભગવાન આત્મા, એ ચૈતન્યસ્વભાવ જે આદિ અંત વિનાનો વર્તમાન ચળાચળતા વિનાનો છે, એટલે કે પરિણમન વિનાનો, કંપન વિનાનો, એવો એ ચૈતન્યસ્વભાવ ભગવાન આત્મા અનાદિ અનંત વર્તમાન અચળ ચળાચળ રહિત “ચૈતન્યપણાથી અન્યરૂપ ચળાચળ” અન્યરૂપ કોઈ રીતે થાય, પર્યાયરૂપ થાય કે રાગરૂપ થાય એ તો છે નહીં. એ ચૈતન્ય સ્વરૂપ રંગરૂપે થાય નહીં. રાગરૂપે થાય નહિ ને ભેદરૂપે થાય નહીં. વળી, સ્વસંવેધ” એ પોતે પોતાથી જણાય એવો છે. એટલે કે એ રંગ રાગ ને ભેદથી તે જણાય એવો નથી એ તો એનાથી ભિન્ન ચીજ છે. પણ ચૈતન્યસ્વભાવ આત્મા એ ચૈતન્યસ્વભાવની પરિણતિથી જણાય એવો છે. આમ છે. “સ્વસંવેધ” છે. એ ચૈતન્યસ્વભાવ ચૈતન્ય પ્રકાશની મૂર્તિ પ્રભુ એ ચૈતન્યસ્વભાવ આત્મા એ “સ્વસંવેધ” છે, એ ચૈતન્ય સ્વભાવથી જણાય એવો છે પર્યાયમાં. ચૈતન્યસ્વભાવ એ ત્રિકાળ વર્તમાન ચૈતન્ય પરિણતિથી જણાય એવો છે આહાહાહા !
(શ્રોતા:- ભેદથી અભેદ જણાય) એ પર્યાયથી જ અભેદ જણાય, અનિત્યથી જ નિત્ય જણાય, અનિત્ય તે જ નિત્યને જાણે. નિત્ય નિત્યને ક્યાં જાણે? આહાહા ! સમજાણું કાંઈ ? આવી વાતું છે ભાઈ ! “સ્વસંવેધ” છે, એટલે એને અનાદિ, અનંત ને અચલ સિદ્ધ કર્યું, ચૈતન્યસ્વભાવ ભગવાન આત્મા, પણ એ ચૈતન્યસ્વભાવ વર્તમાનમાં જણાય શી રીતે? વર્તમાન ચળાચળ રહિત છે એ ચીજ, ત્યારે હવે વર્તમાન જણાય શી રીતે? કે “સ્વસંવેદ્ય” છે. એ જ્ઞાન ને નિર્મળ આનંદની પર્યાય દ્વારા જાણી શકાય છે. એ ચૈતન્ય સ્વભાવ જે અનાદિ અનંત ને અચળ એવો જે આત્મા, મૂળ તો આત્મા કહેવો છે ને? ચૈતન્યસ્વભાવની વાત કરવી છે ને? આત્મા જ્યારે આવો નથી, રંગ રાગ ને ભેદ નથી, ત્યારે ચૈતન્યસ્વભાવ છે એમ સિદ્ધ કરવું છે. આહાહા! સમજાણું કાંઈ ? એ ચૈતન્યસ્વભાવ “સ્વસંવેધ છે, સ્વયં આત્મા પોતાથી જ તે જણાય એવો છે, એમ કહીને અનાદિ અનંત ને અચળ ચૈતન્ય સ્વભાવ એ આત્મા. ભેદ, રાગથી ભિન્ન એ પોતાની અંતર નિર્મળ ચૈતન્ય પરિણતિ સ્વ પોતાના વેદનથી તે જણાય એવો છે. આહાહા ! આવી વાત છે.
એટલે કોઈ એમ કહે કે આ વ્યવહાર રત્નત્રયથી જણાય આ આત્મા એમ નથી. (શ્રોતા:- પુદ્ગલ છે) પુલ છે, પુદગલ જ છે. પર્યાય કહી પરિણામ કહ્યા પણ તે પુગલ, જીવદ્રવ્ય આ છે તો પુદ્ગલદ્રવ્ય એ છે. રંગ, રાગ ને ભેદ એ પુદ્ગલ છે. ૨૯ બોલને ત્રણ બોલમાં સમાડી દીધા, ભાઈમાં આવે છે હુકમીચંદજી, “જ્ઞાનાનંદ સ્વભાવી હું” એમાં આ ત્રણ બોલ