________________
३०८
तर्हि को जीव इति चेत्
શ્લોક - ૪૧
સમયસાર સિદ્ધિ ભાગ-૩
(અનુષ્ટુમ્ ) अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदं स्फुटम्।
जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते।।४१।।
હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે ? તેના ઉત્ત૨રૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્થ:- [ અનાવિ] જે અનાદિ છે અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, [અનન્તમ્ ] જે અનંત છે અર્થાત્ કોઈ કાળે જેનો વિનાશ નથી, [ અવલં] જે અચળ છે અર્થાત્ જે કદી ચૈતન્યપણાથી અન્યરૂપ-ચળાચળ-થતું નથી, [ સ્વસંવેદ્યમ્] જે સ્વસંવેધ છે અર્થાત્ જે પોતે પોતાથી જ જણાય છે [તુ] અને [ C[ ] જે પ્રગટ છે અર્થાત્ છૂપું નથી-એવું જે [વં ચૈતન્યસ્] આ ચૈતન્ય [ઉર્ધ્વ:] અત્યંતપણે [ચવાયતે] ચકચકાટ પ્રકાશી રહ્યું છે, [ સ્વયં નીવ: ] તે પોતે જ જીવ છે.
ભાવાર્થ:-વર્ણાદિ અને રાગાદિ ભાવો જીવ નથી પણ ઉ૫૨ કહ્યો તેવો ચૈતન્યભાવ તે જ જીવ છે. ૪૧.
પ્રવચન નં. ૧૪૦
શ્લોક - ૪૧ કારતક વદ-૫ રવિવાર તા. ૧૯/૧૧/૭૮
સમયસાર ! કળશ-૪૧-૪૧મો કળશ છે. હવે પૂછે છે ને ઉ૫૨. આવું જે પૂછે છે એને ઉત્ત૨ છે એમ કહેવું છે એક વાત. શું પૂછે છે ? રંગ, ગંધ, રસ, સ્પર્શ, સંહનન, સંસ્થાન, શ૨ી૨, વર્ગ, વર્ગણા, કર્મ એ બધા રંગમાં જાય છે, અને અધ્યવસાય રાગ, દ્વેષ સંકલેષ ને વિશુદ્ધ પરિણામ એ બધા રાગમાં જાય છે, અને સંયમલબ્ધિસ્થાન, ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસ્થાન એ ( બધા ) ભેદમાં જાય છે. એ રંગ, રાગ ને ભેદથી ભિન્ન, ત્રણમાં આવી ગયા ૨૯ બોલ. જીવ પૂછે છે કે વર્ણાદિ એટલે જડ, રાગાદિ એટલે જીવના વિકારી પરિણામ આદિ, આદિ નામ ગુણસ્થાન જીવસ્થાન આદિ ભેદ એ જીવ નથી, તો જીવ કોણ છે ? એમ જેને પ્રશ્ન ઉઠયો અંદરથી, કે આ રંગ, રાગ અને ભેદ જીવ નથી, તો જીવ છે કોણ ? આવું જેને લક્ષમાં આવ્યું છે, એ પ્રશ્ન પૂછે છે, એનો ઉત્તર કહેવામાં આવે છે, આવા પ્રશ્નકારને આ ઉત્ત૨ કહેવામાં આવે છે. આહાહા! આમ, સમજવા માગે છે એને આ કહેવામાં આવે છે એમ કહે છે. अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदं स्फुटम्।
जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते।।४१।।
કોણ છે ત્યારે આ
ભગવાન આત્મા ? કે ( એ ) ચૈતન્યસ્વભાવ સ્વરૂપ આત્મા છે. ચૈતન્ય ચેતન સ્વભાવ સ્વરૂપ આત્મા છે. એ રંગ, રાગ ને ભેદથી ભિન્ન ચૈતન્યસ્વભાવ સ્વરૂપ