________________
ગાથા – ૬૮
૩૦૭ (તેઓ બોલે) ત્યારે ત્યાં શુભભાવ ધર્મ તમે ન કહો તો શું ખાવું-પીવું છે તમારે? એમ કહે છે.
અરે! ભગવાન ઈ ક્યાં વાત છે, અહીંયા. એમ કે અપવાસ કરવો ને વ્રત કરવા એ તો તમે અહીં કહ્યું કે ધર્મ નથી, ત્યારે તમારે હવે ખાન-પાન એ ધર્મ છે? અરે પ્રભુ શું કરે તું આ? ખાન-પાન ને ધર્મ કોણ કહે છે-કહી શકે છે? એમાં આવે છે રાગ, રાગ એ અશુભ છે (અને ) આ જે વ્રત, તપના ભાવ છે એ શુભરાગ છે. બંન્ને પર્યાયમાં પોતાથી થવા છતાં પણ, ચૈતન્ય વિકાર કર્યો છે? ચૈતન્યની પર્યાયમાં વિકાર છે. એવું હોવા છતાં પણ, પોતાથી થયો ( વિકાર) છતાં પણ સ્વભાવની દૃષ્ટિથી દેખો તો પર્યાયમાં વિકાર છે પોતાથી, પણ સ્વભાવની દૃષ્ટિથી જુઓ તો ત્રિકાળ ભગવાન જ્ઞાયક સ્વરૂપ પ્રભુ (શુદ્ધાત્મા) એ અભેદની દૃષ્ટિથી દેખો, તો વિકાર અવસ્થા પોતાનામાં પોતાની છે નહીં. સ્વભાવ ભગવાન અનંત અનંત અનંત અનંત ગુણનો પિંડપ્રભુ! જે એકલો પવિત્ર ને શુદ્ધ –કોઈ શક્તિ ને કોઈ ગુણ વિકૃત નથી. આહાહા ! એ કારણે અનંતા અનંતા ગુણનો પિંડ પ્રભુ, એ સ્વભાવનું કાર્ય, રાગ નહીં.
એ પર્યાયમાં (જે) રાગ થાય છે, એ દ્રવ્ય-ગુણથી નહીં અને એ પર્યાયમાં થાય છે તો પોતાના અપરાધથી થાય છે. એમાં દ્રવ્ય-ગુણ કારણ નહીં. નિમિત્ત કારણ નહીં. પરકારકની અપેક્ષા નહીં, હવે અહીંયા તો સ્વભાવની દૃષ્ટિ સિદ્ધ કરવી છે. ભગવાન તું ત્રિકાળી, તારો સ્વભાવ શું છે? કાયમ રહેવાવાળો –કાયમ રહેવાવાળો-કાયમ રહેનાર, એ તો જ્ઞાન-દર્શનઆનંદ-શાંતિ-સ્વચ્છતા પ્રભુતા એવા કાયમ રહેવાવાળા (ગુણોનો ભંડાર) દ્રવ્યનો સ્વભાવ તો આ છે. તો એ સ્વભાવનું કાર્ય વિકાર છે? વિકાર એ સ્વભાવનું કાર્ય છે? પહેલાં તો કહ્યું હતું કે વિકાર તો વિકારથી છે, ગુણ-દ્રવ્યથી નહીં. સમજાણું કાંઈ. ?
લ્યો, દ્રવ્યસ્વભાવથી એ (વિકારનું) કાર્ય નહીં, પર્યાયનું કાર્ય અદ્ધરથી કાર્ય છે. પણ હવે અહીંયા ચૈતન્ય સ્વભાવની અભેદ દૃષ્ટિ કરાવવી છે ને ! તો એની પર્યાયમાં થવા છતાં પણ, પોતાના ત્રિકાળસ્વભાવનું એ કાર્ય નહીં એ કારણે, કાઢી નાખવા માટે પુગલ (કર્મ) પૂર્વક થવાથી ( વિકારને) પુદ્ગલ કહ્યો છે. આવી વાત છે પ્રભુ! આહાહા ! વખત થઈ ગયો.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
વળી પરમાર્થથી વિચારીએ તો....... જે જ્ઞાન શેયાકાર દ્વારા જાણવામાં આવતું હતું, તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. જ્ઞાન તો એનું એ છે શેયાકારમાં જે જ્ઞાન રોકાતું હતું, તે જ્ઞાન આ બાજુ જોતાં, તે જ જ્ઞાન પરથી જુદું પડી જાય છે. જે શેયાકારથી જ્ઞાન જાણવામાં આવતું, તે જ જ્ઞાન જ્ઞાનાકારથી જાણવામાં આવે તો, જ્ઞાન તો તે જ છે. આહાહા..! ઝીણી ભાષા બહુ! એકલો ન્યાયનો વિષય છે ને ! એકલો સિદ્ધાંત ! સંતો ! મુનિઓ અંતરની વાતું કરતાં, એને દષ્ટાંત દઈને પણ સરળ કરી નાખ્યું છે, છતાં સમજવું, અભ્યાસ ન હોય એને સમજવું કઠણ પડી જાય છે. આહા....! (સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૧૮૩)