________________
૩૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ પણ એ કાર્ય સ્વભાવનું નથી. એ અપેક્ષાએ, નિમિતના લક્ષથી-આશ્રયથી (વિકાર) છે તો એ નિમિત્તનો છે, ચૈતન્યનો વિકાર પણ જીવ નથી એમ. જડ તો જડ છે જ, કર્મ જડ છે-શરીર જડ છે, એ તો ઠીક ! પણ આ તો પુદગલકર્મ(ના નિમિત્તે ) વિકાર થયો, એ ( વિકાર) પુદગલ છે, આ કારણે, વિકૃત અવસ્થા નિમિત્તને આધિન થવાથી પર્યાયમાં ત્રિકાળનો –સ્વભાવનો આશ્રય નથી ને એ કારણે પરના આશ્રયથી થયો, તો પરથી થઈ (અવસ્થા વિકારની) તો પરનો કહેવામાં આવ્યો. આહાહા ! ભારે વાંધા !
કહે છે કે પુદ્ગલકર્મ તો જડ છે, પણ એના નિમિત્તથી થવાવાળો ચૈતન્યનો વિકાર પણ જીવ નહીં, એમ. કર્મ જે પુલ છે, તો પુદ્ગલ છે જ, પણ એના નિમિત્તથી અહીં પર્યાયમાં, દ્રવ્યગુણમાં તો છે નહીં, પર્યાયમાં વિકૃત અદ્ધરથી ઉત્પન્ન થયા, તો એ પુદ્ગલ જ છે. આ અપેક્ષાથી સમજવું જોઈએ. એમાં આવી અપેક્ષા લગાવી હૈ કે દેખો! ઉપાદાનથી ઉપાદાન થાય છે, નિમિત્તથી નહીં ને અહીં કહ્યું નિમિત્તથી થાય છે. કઈ અપેક્ષા પ્રભુ! ઉપાદાનથી જ થાય છેજીવમાં વિકાર અવસ્થા ઉપાદાનથી (થાય છે.) પર્યાયના ઉપાદાનથી હો !દ્રવ્ય ગુણનું ઉપાદાન નહીં. પર્યાયના ઉપાદાનમાં પોતાનાથી વિકૃતભાવ થાય છે ), કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, (અપાદાન, અધિકરણ) એ ટકારકથી પર્યાયમાં વિકાર થાય છે. પણ એ વિકાર સ્વભાવનું કાર્ય નથી અને કાયમ રહેવાવાળી ચીજ નહીં માટે પુદ્ગલ કર્મપૂર્વક હોવાથી, એનું કાર્ય માટે પુદ્ગલ કહેવામાં આવ્યો. હવે આટલી બધી વાતું. આહાહાહા !
માણસ મધ્યસ્થથી સાંભળે નહીં, વિચારે નહી, વાંચે નહીં, અને પોતાની દષ્ટિ રાખીને વાંચે છે. શાસ્ત્રને શું કહેવું છે એવી દૃષ્ટિ પોતાનામાં ન કરે, પોતાની દૃષ્ટિએ શાસ્ત્રનો વિચાર કરે-શાસ્ત્રનો ઉકેલ પોતાની દૃષ્ટિથી (પોતાના અભિપ્રાયથી) કરે, પણ શાસ્ત્રની શું દષ્ટિ છે એ દૃષ્ટિથી પોતાની દૃષ્ટિ નથી કરતા, પંડિતજી? આહાહાહા !
એ પ્રશ્ન ઉઠયો'તો ને તે દિ' તેરની સાલ, બાવીસ વર્ષ થયા, વર્ણાજી હારે વિકાર છે એ પોતાની પર્યાયમાં એ પોતાના ષકારકથી ઉત્પન્ન થાય છે. પર કારકથી નિરપેક્ષ છે. જુઓ! બાંસઠ ગાથા (પંચાસ્તિકાયની) બધા બેઠેલાને હિંમતભાઈ અને રામજીભાઈને બધા, ફુલચંદજીકૈલાસચંદજી બધા હતા. તમે હતા? નહીં. આ દેખો આ બાંસઠ ગાથામાં તો એમ કહે છે કે આત્મામાં દ્રવ્ય-ગુણમાં તો વિકાર નથી, પણ પર્યાયમાં જે વિકાર છે, એ વિકારી પર્યાય ષટ્કારકથી, પોતાનાથી ઉત્પન્ન થઈ છે, દ્રવ્ય-ગુણથી નહીં, પરકારક-નિમિત્તકારકથી નહીં. આહાહાહા !
અરે ! વિકૃત પર્યાય, દ્રવ્ય-ગુણના કારણે નહીં, કેમ કે દ્રવ્ય-ગુણમાં ક્યાં વિકાર છે? અને પરથી શું? પરને તો અડતો નથી. પરથી–પરલક્ષ, કર્મ જે નિમિત્ત છે એનો તો અહીં વિકારમાં અભાવ છે અને વિકાર છે એનો કર્મની પર્યાયમાં અભાવ છે. જ્યારે એની પર્યાય શેય, એ શેય અધિકાર છે કે આ તો અહીં, પંચાસ્તિકાય, પંચાસ્તિકાયમાં જીવાસ્તિકાય સિદ્ધ કરવું છે.
તો એ જીવાસ્તિકાયમાં જે પુણ્ય-પાપ (આદિ) વિકાર છે, એ જીવાસ્તિકાયનો છે. પર્યાયનો વિકાર પર્યાયમાં પોતાનાથી છે. શું થાય? શુભઆચરણથી જીવને ધર્મ થાય, આ વાત એણે એવી ડખલ કરી નાખી'તી ! મોટા માંધાતાને પણ ત્યાંથી ખસવું કઠણ પડે છે. આહાહા!