________________
ગાથા ૬૮
૩૦૫
(શ્રોતાઃ– હિમાલય, ) હિમાલય નહીં, આ જાત્રાનું શિખરજી.. ‘એકવાર વંઠે જો કોઈ'. સમ્મેદશિખર ! પણ એ શું છે ? એને વાંદવાનો ભાવ, એ તો શુભભાવ ( છે ) એ કોઈ ધર્મ નહીં, કેમ કે ૫૨લક્ષી ભાવ છે. આહાહાહા !
એ શુભભાવ, કોઈ ભગવાન આત્મા ત્રિકાળી સ્વભાવ, ચૈતન્યસ્વરૂપ ભગવાન એ ધ્રુવસ્વભાવપૂર્વક, એ વિકાર (શુભાગ ) અત્યારે આવ્યો છે ? ( ના ) બસ, ત્યારે એ રાગ, ધ્રુવસ્વભાવપૂર્વક નથી થયો, તો પર્યાયમાં વિકા૨ કર્મપૂર્વક થયા છે. એ અપેક્ષાએ એનો કહેવાય છે, છે તો એનો અપરાધ, એના સ્વતંત્ર ઉપાદાનથી થાય છે પણ નાખવો (ખતવવો ) ક્યા અર્થમાં એ વાત છે. કર્મ કરાવે છે માટે વિકાર છે–થાય છે એ તો પ્રશ્ન જ છે નહીં, પણ અહીં વિકાર છે એ ત્રિકાળી જ્ઞાનાનંદ-સહજાનંદ પ્રભુ એનું કાર્ય એ નથી, એનું કાર્ય તો આનંદને શાંતિને જ્ઞાન-દર્શનનું કાર્ય આવવું જોઈએ, એ કારણે ત્રિકાળ જ્ઞાનાનંદ સ્વભાવનું એ (વિકાર ) કાર્ય નથી, તો પર્યાયમાં તા૨ા અપરાધથી થાય છે છતાં ઈ ( પુદ્ગલ ) કર્મપૂર્વક થયા તો કર્મમાં નાખી દીધા. સમજાણું કાંઈ ? આહાહાહા ! અરેરે ! ક્યાં માણસને પહોચવું ! અહીં તો હજી જીવ કોને ( કહેવો ને ) કેવો છે, એ વાત છે.
અંતઃતત્ત્વ ભગવાન આત્મા, જે ૫૨માત્મસ્વરૂપ છે, એ અંતઃતત્ત્વ જે ૫૨માત્મસ્વરૂપ ભગવાન અત્યારે છે, ( વર્તમાન ) હોં ! ( એવો ) આત્મા ૫૨માત્મસ્વરૂપનું કાર્ય, રાગ છે ? છે તો એની પર્યાયમાં, પોતાના અપરાધથી, પણ એ કાર્ય કાંઈ પરમાત્મ સ્વભાવનું કાર્ય નહીં, એ કા૨ણે ૫ર્યાયમાં અદ્ધરથી ઉત્પન્ન થયો (વિકાર ) અહ્વરથી ગુણદ્રવ્યના આશ્રય વિના અદ્ધરથી ઉત્પન્ન થયો તો પુદ્ગલનું કાર્ય (છે એમ ) ગણવામાં આવ્યું ! ઉ૫૨-ઉપર ( રાગ-પર્યાય ઉપર ઉ૫૨ છે ) જો કે નિર્મળ ભગવાન આત્મા-શુદ્ધચૈતન્યધન, એના પરિણામ નિર્મળ, એ-૫ણ ઉ૫૨ ઉ૫૨ ૨હે છે. કાંઈ અંદ૨ ( અંતઃતત્ત્વમાં ) પ્રવેશ નથી કરતા, સમજાણું કાંઈ ? પણ આ પરિણામ જે છે એ ઉ૫૨ ઉ૫૨ કર્મના કા૨ણે નિમિત્તસંબંધે નિમિત્તનિમિત્ત સંબંધથી ઉત્પન્ન થયેલા છે. સ્વભાવથી ઉત્પન્ન થયેલા નથી. આવી વાત સાંભળવા મળે નહીં, ક્યાં જાય ? દેહ હાલ્યા જાય છે એક પછી એક, આ સંસ્કાર અંદર ન પડયા તો, જાશે ક્યાં ભાઈ ? આહાહાહા !
આહા ! બહુ સ૨સ ! જીવ–અજીવ અધિકાર પૂરો થાય છે ને અહીં, જીવ–અજીવ અધિકા૨ પૂરો થાય છે અહીં. ૬૮ ( ગાથા ) છેલ્લી ગાથા છે ને ! છેલ્લી સમજ્યાને ? આખિર, આ રીતે એમ સિદ્ધ કર્યું કે પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થતા –ત્યાં ઓલા આ પ્રશ્ન ઉઠાવે કે જુઓ ! નિમિત્તથી થયું કે નહીં ? કઈ અપેક્ષાએ વાત છે ?
એ નિમિત્ત પુદ્ગલ છે, એના આશ્રયથી, એનાથી (વિકા૨ ) ઉત્પન્ન થયો, થયો છે તો પોતાની પર્યાયમાં, પોતાના કારણે પણ નિમિત્તના આશ્રયથી થયો તો સ્વભાવનું કાર્ય નથી, નિમિત્તનું કાર્ય છે ( તેથી ) એમ કહેવામાં આવ્યું. વાંધા આંહી વાંધા આંહી વાંધા ! ઝઘડા, ઝઘડા ઉઠાવે છે.
પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થવાવાળો ચૈતન્યનો વિકાર, લ્યો ! એ અહીં સ્વભાવનો આશ્રય નથી– છે નહીં, તો આ પુદ્ગલનો આશ્રય કહેવામાં આવ્યો ! આવી વાતું હવે. આ પ્રકારે સિદ્ધ કર્યું છે કે પુદ્ગલ કર્મના ઉદયના નિમિત્તથી, અહીં તો એ વિકાર છે તો ચૈતન્યની પર્યાયમાં