SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૪ સમયસાર સિદ્ધિ ભાગ-૩ લાખ ! આંહી શેત્રુંજયમાં કેટલાય ભેગાં થયા હશે ને! ત્યાં ક્યાં ધર્મ હતો ! એ તો બધો શુભરાગ છે. એ રાગ છે એ આત્માના સ્વભાવનો નથી, એ તો પુદ્ગલના કારણનું કાર્ય છે. આકરું પડે! પ્રભુ! પ્રશ્ન:- જો તેઓ ચેતન નથી- પુણ્ય-પાપ, દયા-દાન-વ્રત-કામ-ક્રોધના ભાવ એ ચૈતન્ય આપ નથી કહેતા હે પ્રભુ! તો તેઓ કોણ છે? તેઓ પુદ્ગલ છે? કે અન્ય કાંઈ છે? ઉત્તર:- પુદ્ગલ કર્મપૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી પુગલ જ છે કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે વ્યવહારથી પર્યાયમાં છે તો તેના) કહેવામાં આવે છે પણ પર્યાયમાં રહે છે એ કાયમ રહેતા નથી. દ્રવ્યમાં, દ્રવ્ય-ગુણમાં તો નથી, પણ પર્યાયમાં પણ કાયમ રહેતા નથી. પુદ્ગલ (કર્મ)પૂર્વક થાય છે એટલા માટે નિશ્ચયથી પુદ્ગલ જ છે. કેમકે કારણ જેવું જ કાર્ય થાય છે. આ પુગલ કારણ છે ને રાગાદિ કાર્ય છે તો એના કારણનું આ કાર્ય પાછા એવું કોઈ લગાવી ચૈ કે જુઓને ! કર્મને લઈને રાગ થાય છે, એમ આંહી (કહેવાનું) નથી. અહીંયા તો જીવદ્રવ્યમાં પર્યાયમાં વિકાર થાય છે તો એના પોતાના કારણે પણ ત્રિકાળી સ્વભાવની દૃષ્ટિમાં એ નથી, એ કારણે પુગલ (કર્મ) પૂર્વક થવાથી વિકાર, પુલમાં નાખી દીધો (છે.) પણ (તેથી કરીને) કોઈ એમ જ માની લ્ય કે કર્મ છે ને એને કારણે રાગ થાય છે કર્મના કારણે રાગ થાય છે, એવું છે નહીં, અમારે તો અંદર પુણ્ય-પાપના ભાવ જે થાય છે એ કર્મના કારણે થાય છે) એમ નહીં. (થાય ) છે તો તારા અપરાધથી થાય છે, પણ અપરાધ કોઈ સ્વભાવનું કાર્ય નથી. સમજાણું કાંઈ.? ભગવાન નિરપરાધી, ભગવાન સ્વરૂપ પ્રભુ અનાકુળ આનંદ ને અનાકુળ જ્ઞાનની મૂર્તિ પ્રભુ, એનો એ અપરાધ એનું કાર્ય નહીં, નિરપરાધી ભગવાન, અપરાધ એનું કાર્ય નથી. એ કારણે, દૃષ્ટિના વિષયમાં અભેદમાં એ છે નહીં. કેમ કે દૃષ્ટિનો વિષય તો અભેદ ચૈતન્યસ્વભાવ છે. સમ્યગ્દર્શનનો વિષય-ધ્યેય તો ત્રિકાળ અભેદ છે. તો અભેદની દૃષ્ટિમાં એ સ્વભાવ છે, એનો ભેદ થાય છે પર્યાયમાં પણ એ અભેદને કારણ–સ્વભાવ અભેદને કારણ, રાગને ભેદ થાય છે એવું નથી. એની પર્યાયમાં થતાં હોવા છતાં પણ... છે? ગજબ છે ને! એ પુદ્ગલ જ છે-નિશ્ચયથી પુદ્ગલ જ છે. જોયું? કેમ કે કારણ જેવું જ કાર્ય છે. જવમાંથી જ થાય છે. જવ કારણ ને બાજરો કાર્ય એમ થાય છે? જવ (વાવ્યા) તે કારણને બાજરો ઉગી ગયો બહાર, બાજરો કહે છે ને? શું કહે છે? (બાજરા.) જવપૂર્વક જવ-જવ કારણ કે એનું કાર્ય પણ જવ, એવી રીતે પુદ્ગલ કર્મપૂર્વક થાય છે વિકાર, તો પુદ્ગલકર્મના કારણપૂર્વક ( વિકાર) થતો હોઈને (એભાવ) પુગલ જ છે. પણ આ કારણે હો? આમ એવું કોઈ માની ત્યે કે વિકાર તો પોતાથી નથી થતો, પરથી થાય છે, એ વાત અહીંયા નથી. વિકારની ઉત્પત્તિ તો પોતાની પર્યાયમાં, એ ક્ષણ જન્મક્ષણ છે વિકારની ઉત્પત્તિનો કાળ છે તો પોતાનામાં અપરાધથી ઉત્પન્ન થાય છે. પણ અહીંયા તો સ્વભાવની દૃષ્ટિથી નહીં અથવા સ્વભાવનું કાર્ય નથી, ( વિકાર કરે) એવો સ્વભાવ નથી સ્વભાવનું કાર્ય (એ) નથી. એ કારણે પુદ્ગલ કારણ છે, અને વિકાર કાર્ય છે એમ કહીને ભેદ (જ્ઞાન) કરાવ્યું (છે). સમજાણું કાંઈ...? અરે. રે, આ ક્યાં (આવી વાત !) લ્યો, શું કહેવાય તમારે મોટું, મોટું પર્વત !
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy