________________
ગાથા – ૬૮
૩૦૩ એમાં તીર્થંકર-ત્રણલોકના નાથ, જિનેશ્વરદેવ એ આત્માને કેવો કહે છે એ સમજણમાં ન આવે ! આહા! એ જિંદગી નિષ્ફળ, પશુને મનુષ્યપણું મળ્યું નથીને આને મળ્યું પણ કર્યું નહીં, (મનુષ્યપણું ) નિષ્ફળ છે.
આહા! ત્રણ વાત લીધી, ચૈતન્યસ્વભાવ અસલી-કાયમી જ્ઞાન-આનંદ-શાંતવિતરાગસ્વભાવ, એ સ્વભાવપૂર્વક વિકાર થતો નથી, કેમ કે સ્વભાવ તો શુધ્ધ નિર્મળ છે. તો એ સ્વભાવપૂર્વક વિકાર થતો નથી, તો વિકાર તો છે ખરો પર્યાયમાં, પર્યાયમાં વિકાર છે તો ખરો, તો એ શું છે? વ્રત-દયા–દાન–કામક્રોધના ભાવ તો છે.
(અહીંયા તો કહે છે) એ પુગલ કર્મપૂર્વક (થયેલા છે), પુદ્ગલથી નહીં-પુદગલ કર્મ પૂર્વક થવાથી આ શુભ-અશુભ ભાવ અને ભેદભાવ, એ બધા પુગલ-કર્મપૂર્વક થવાથી, એમાં ચૈતન્યનો તો અભાવ છે, એ કારણે એને પુદ્ગલ કહ્યા, અને ચૈતન્યની પર્યાયમાંથી નીકળી જાય છે- જો એનો (ચૈતન્યનો) ભાવ એ હોય તો કાયમ રહે, ચીજમાં તો એ છે નહીં. એનો (આત્માનો ભાવ) હોય તો, તો સદાય રહે. પર્યાયમાં ત્રિકાળ દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી, પર્યાયમાં જે વિકૃત ( વિકાર) અવસ્થા (છે), એ સ્વભાવપૂર્વક નહી થવાથી-કર્મપૂર્વક થવાથી, સદા અચેતન કહેવામાં આવ્યા, એ કારણે એ જડ છે. – લોજિકથી ન્યાયથી, આગમથી ને અનુભવથીત્રણેયથી વાત કરે છે. આહાહા!
ભેદજ્ઞાની જીવ ધર્મી, એ આત્માનો અનુભવ કરે છે તો એમાં રાગ અને ભેદ નથી આવતા, એ કારણે રાગ અને ભેદ, આત્માના નથી. આત્માના હોય તો આત્માના અનુભવમાં એ પણ આવવા જોઈએ. આવી વાત છે. અજાણ્યા માણસને તો એવું લાગે, આ તે શું? આવો ધર્મ? આ બધું વ્રતને તપને-અપવાસ કરવાને ભક્તિ કરવી જાત્રા કરવી- ભગવાનના દર્શન કરવા–ભગવાનની મૂર્તિ સ્થાપવી-રથયાત્રા કાઢવી, (એ ધર્મ નહીં!) અરે, સાંભળીને ભાઈ ? એ ક્રિયા તો પરની છે અને તારો ભાવ જો હોય તો એ રાગ છે, અને એ રાગ, ઈ સ્વભાવપૂર્વકનો, સ્વભાવનું એ કાર્ય નથી. આહાહા! એ તોપુદ્ગલ (કર્મ) પૂર્વકના થતાં હોવાથી પુગલનું કાર્ય છે. ગજબ વાત કરી છે! અરે, આવું નહી મળે સાંભળવા ક્યાં જાવું એને!? અરે, (આ) ભવને બદલીને જાણે ક્યાંક ! આહાહાહા !
જેણે આત્મા-અભેદ, પુદ્ગલ કર્મપૂર્વકના વિકારથી રહિત, (નિર્વિકાર) એવા સ્વભાવની દૃષ્ટિ ને જ્ઞાન કર્યું નથી, એ મરીને રખડી જશે, નિગોદ ને નર્ક આદિમાં જશે. એક એક ગાથા ! કેટલા લોજિક-ન્યાય, આગમ અને અનુભવી (ના અનુભવપૂર્વક!) –અનુભવીને સોપ્યું 'તું. હે? એ આવ્યું છે ને ! ઓલામાં ૪૯ માં નહીં ! ભેદજ્ઞાનીને સર્વ સોપ્યું છે. છે ને ! એટલે શું? કે જે આત્મા અખંડાનંદ સ્વરૂપ પ્રભુ! એનો જે અનુભવ કરે છે ( એવા તે) ભેદજ્ઞાનીઓને એ રાગને ભેદ (અનુભવમાં) આવતા નથી. તો તેને સર્વસ્વ સોપી દીધું કે તારી ચીજમાં (આત્માનુભવમાં) એ નથી. અનુભવમાં આવે છે તો ત્યાં આનંદને જ્ઞાનને શાંતિ આવે છે. ત્યાં રાગને એ (ભેદ) અનુભવમાં નથી આવતા, માટે તે ભેદ છે ( રાગ છે), ભેદજ્ઞાનીઓને બધું સોપી દીધું! આહાહા!
આ તો હા-હો, હા-હો આમ થાય ને મોટી જાત્રાયું ને માણસ (ભેગાં થાય) લાખ!