________________
૩૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ થયો. એવા ભાવ થયા, એવું છે નહીં, ઘણો ફેર ! જડ છે ( એ ભાવ ) એ તો પુણ્યને પાપના ભાવ, દયા-દાનને–વ્રત ભક્તિના ભાવ ચૈતન્યસ્વભાવથી શૂન્ય હોવાથી અને પુદ્ગલ કર્મપૂર્વક -એ કારણથી વિકૃત અવસ્થા એની છે, પણ એના કા૨ણે થવાથી જ ચૈતન્યસ્વભાવથી રાગ શૂન્ય છે. શૂન્યને કા૨ણે એ જડ છે. ચૈતન્યસ્વભાવથી, દયા-દાન–વ્રત– –ભક્તિના ભાવ, એ રાગ, ચૈતન્યસ્વભાવથી શૂન્ય હોવાથી જડ છે. અરે, અરે, આવી વાત ! શાંતિભાઈ ? આ શ્વાસ નીકળી જાય, એવું છે બધું ! આ ઝવેરાતના ધંધાને, બાયડી- છોકરાને સાચવવાના ભાવ, એકલા પાપ, એ ચૈતન્યસ્વભાવથી ઉત્પન્ન નથી થયા. એ પુદ્ગલ કર્મપૂર્વક થવાથી, અચેતન હોવાથી જડપુદ્ગલ ને જડ છે. આહાહાહા !
અને આગમમાં પણ એને અચેતન કહ્યા છે. જોયું ? શુદ્ઘ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિમાં એને વિકૃત ( કહ્યા છે ), આવે છે. તો ચૈતન્યની પર્યાયમાં વિકાર એમ કહે છે. ( પર્યાયમાં ) હોવા છતાં આગમમાં એ વિકારને અચેતન કહ્યા છે. બે વાત (થઈ ), ભેદજ્ઞાનીઓ પણ એનો ચૈતન્યથી ભિન્ન અનુભવ કરે છે. ત્રીજી વાત. પહેલાં તો ન્યાયથી વાત સિદ્ધ કરી, ( કહ્યું ) કે ભગવાન આત્મા જે છે એ તો ચૈતન્યનિર્મળાનંદ-અભેદ, એમાં જે પર્યાયમાં વિકાર થાય છે, એ ચૈતન્ય સ્વભાવપૂર્વક ( થતા ) નથી. ચૈતન્ય ( આત્મામાં ) શું વિકાર છે કે એનાંપૂર્વક થાય માટે એ પુણ્યને પાપ, દયા-દાન-રાગ- આદિના ભાવ, એ બધા કર્મપૂર્વક થવાથી, ચૈતન્યનો અભાવ (એમાં ) હોવાથી, પુદ્ગલને જડ કહેવામાં આવ્યા છે. આહાહાહા !
અને આગમમાં પણ એમ કહ્યું છે– યુક્તિથી પહેલું સિદ્ધ કર્યું. હવે આગમમાં પણ એમ કહ્યું છે. બે વાત (થઈ ) અને ભેદજ્ઞાનીઓ પણ ભેદનો આશ્રય ન લઈને અભેદનો આશ્રય લઈને અનુભવે છે તેમાં ભેદ અને રાગ આવતા નથી. છે? આગમ, યુક્તિ અને ભેદજ્ઞાન – ત્રણેયથી સિદ્ધ છે ( એમ ) કહે છે. આવી વાતું હવે, લોકોને એકાંત લાગે ! (પરંતુ ) આ કોણ કહે છે, આ તો ભગવાન કહે છે, આગમ કહે છે ભગવાન કહે છે અને ભેદજ્ઞાન કરવાલાયકને પણ એ દેખાય છે. કેમ કે ( ભેદ ) એમાં ( અનુભવમાં ) આવતો નથી. રાગથી ભેદથી ભિન્ન, અભેદનો અનુભવ કરવાથી, એમાં ( અનુભવમાં ) ભેદ ને રાગ આવતા નથી, માટે એ જડને અચેતન છે. અરે ! આહાહા !
અમારે ગુરુ હતા સંપ્રદાયના (સ્થાનકવાસીના) ઈ તો બસ આટલું જ કહે, સભા, હજારો માણસો– અહિંસા-૫૨જીવની દયા પાળવી, ૫૨ને ન મા૨વા, એ જ જિનસિદ્ધાંતનો સા૨ છે, અને જેણે એવું જાણ્યું એણે બધું જાણ્યું ! એમ કહેતા હતા, બહુ પ્રસિદ્ધ હતા ક્રિયાકાંડમાં ને કાઠિયાવાડમાં તો હીરો કહેવાતા, પણ વસ્તુ નહીં. અરેરે ! સાંભળ્યું નહોતું–આ વસ્તુ નહોતી. ભગવાન એકવા૨ સાંભળ તો ખરો પ્રભુ ! તારો સ્વભાવ શું છે પ્રભુ ! એકવાર (સાંભળ પ્રભુ ) ત્રિકાળી–કાયમી સ્વભાવ શું છે?
એ તો ચૈતન્યસ્વભાવી કાયમ છે, તો ચૈતન્યસ્વભાવી કાયમ છે એ સ્વભાવપૂર્વક વિકાર થાય છે ? ( ના. ) સ્વભાવપૂર્વક તો સ્વભાવની પર્યાય થાય છે નિર્મળ. ન્યાયથી કાંઈ સમજવું પડશેને ! જિંદગી ચાલી જાય છે. એક પછી એક જુઓને માણસ ચાલ્યા જાય છે. આ મરી ગયા ને આ મરી ગયાને ! અને મર્યા એ કોણ ? આ ભવમાંથી બીજા ભવમાં ગયા. આવો મનુષ્યભવ