________________
ગાથા – ૬૮
૩૦૧ તો જ્ઞાન-દર્શન ને આનંદ. હવે એની પર્યાયમાં જે પરનિમિત્તથી વિકાર થાય છે. કારણ વિકાર કરવાનો કોઈ ગુણ નથી (આત્મામાં) કોઈ સ્વભાવ નથી. ત્યારે એ વિકૃતપર્યાય આત્મામાં જે થાય છે એ પર નિમિત્તથી થાય છે. નિમિત્તનો અર્થ? થાય છે પોતાની પર્યાયમાં પણ નિમિત્તના લક્ષથી ભેદથી થાય છે. એ કારણે યદ્યપિ ચૈતન્ય જેવા દેખાય છે એ શુભને અશુભભાવ, દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવ, હિંસા-જૂઠું-ચોરી, વિષય ભોગવાસના –કામનો ભાવ, એ પર્યાયમાં ચૈતન્યનો વિકાર છે. એ ચૈતન્યના સ્વભાવના પરિણામ નહીં– ચૈતન્યસ્વભાવ નહીં, અને ચૈતન્યસ્વભાવના એ પરિણામ નથી, તો એ વિકૃત જે અવસ્થા થાય છે એ કર્મના નિમિત્તથી વિકૃત અવસ્થા જે છે એ ચૈતન્ય જેવા દેખાય છે- જાણે ચૈતન્ય છે (એવા) ચૈતન્યની પર્યાયમાં (ચૈતન્ય જેવા) એમ દેખાય છે. તો પણ ચૈતન્યની સર્વ અવસ્થામાં વ્યાપક ન હોવાથી ભગવાન ચૈતન્યસ્વરૂપ પ્રભુ એની પ્રત્યેક અનાદિ-અનંત અવસ્થામાં નહીં રહેવાવાળા એ (વિકૃત) વિકાર તો અનાદિ-અનંત જે સ્વભાવ છે એની પર્યાયમાં અનાદિ-અનંત એ રહેવાવાળા નથી. આહાહા ! સમજાણું કાંઈ? આવો ઉપદેશ હવે ! આહા!
કહે છે તથા ચૈતન્યની દરેક અવસ્થામાં વ્યાપક એટલે રહેવાવાળા નથી. તેથી ચૈતન્યશૂન્ય છે. એ પુણ્ય ને પાપ-શુભ ને અશુભભાવ, ગુણસ્થાન આદિ બધું ચૈતન્યથી શૂન્ય છે. ચૈતન્યનો એમાં અભાવ, અભાવ છે. એ કારણે કર્મપૂર્વક થતાં હોઈને એને પુલમાં નાખી દીધા છે. આહાહા ! આવો વીતરાગ ધર્મ!
પહેલાં સમ્યગ્દર્શન ને એનો વિષય (–ધ્યેય) શું છે, એ સમજવાની જરૂર છે. બાકી તો (બીજી વાત) બધી ઠીક છે! સમ્યગ્દર્શન ! પ્રથમ ધર્મની શરૂઆત.. તો એનો વિષય (ધ્યેય) ચૈતન્યસ્વભાવી અભેદ વસ્તુ (અભેદાત્મા) એનો તે વિષય છે. એને શુદ્ધદ્રવ્યાર્થિક નયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો વિષય કહો કે પૂર્ણ સ્વરુપ ભગવાન (અભેદાત્મા) એનાં જે પરિણામ જે સમ્યગ્દર્શન આદિ છે એ એનાં પરિણામ હોવાથી એ જીવ છે. રાગ આદિને ભેદ આદિ એ સ્વભાવપૂર્વક ન હોવાથી, નિમિત્તપૂર્વક થતાં હોવાથી, પુદ્ગલકર્મના નિમિત્તપૂર્વક થવાથી –સદાય અચેતન હોવાથી પુગલ છે. આહાહા ! આવી વાત છે લ્યો!
આંહી તો... દયા–દાન-વ્રત-ભક્તિને પૂજાના ભાવ કર્યા (માન્યું કે) ધર્મ થઈ ગયો! મૂંઢ છે-
મિથ્યાષ્ટિ છે એ તો, જૈનધર્મની એને ખબર નથી. છે? ( શ્રોતા:- ખબરેય નહી ને ગંધય નહીં) બંધ છે, પાકું બંધ છે, ખબર નહીં, ખબર નથી. (આહા !) એને ખબર નથી એથી કાંઈ સત્ય થઈ જાય? જુઓ ને ! જયચંદ પંડિતે કેટલો ખુલાસો કર્યો છે, કે પરનિમિત્તથી થવાવાળો ચૈતન્યનો વિકાર, કેમ કે ચૈતન્યસ્વભાવથી થવાવાળો એ વિકાર નહીં- જે કાંઈ ગુણસ્થાન, પુણ્ય-પાપના ભાવ, એ ચૈતન્ય સ્વભાવપૂર્વક થવાવાળા નથી. એથી એ ચૈતન્ય સ્વભાવપૂર્વક (જે ભાવ) હોય એ તો નિર્મળ આનંદ ને જ્ઞાન-દર્શનના પરિણામ થાય છે. આ (વિકાર) ચૈતન્ય સ્વભાવપૂર્વક ન હોવાથી, પુદ્ગલ કર્મપૂર્વક થતાં હોવાથી, એને અચેતન કહેવામાં આવ્યા છે. હવે અચેતન રાગ જે (વિકાર) અને દયા–દાન-પડિમાના વ્રતના પરિણામ એનાથી આત્માનો ધર્મ હોય છે? ત્રણકાળમાં નહીં. આહાહા ! સમજાણું કાંઈ ?
પુદ્ગલથી જીવને લાભ થાય છે? એવું થયું, (તો તો) જડથી ચૈતન્યની જાગૃતિમાં લાભ