________________
૩00
સમયસાર સિદ્ધિ ભાગ-૩ અને તે સ્વસંવેધ-પોતાનાથી જાણવામાં આવે છે, એ રાગ આદિ-પુદ્ગલ (સ્વરૂપ) છે, એનાથી જાણવામાં આવતો નથી. બહુ સ્પષ્ટ,બહુ સ્પષ્ટ! ઓહો ! સૂરજના ચમત્કાર જેવી વાત કરી છે. સ્પષ્ટ !! ભગવાન તું તો ચૈતન્યસ્વભાવી વસ્તુ છે ને પ્રભુ! એ ચૈતન્ય સ્વભાવપૂર્વક શું થાય છે? ચૈતન્ય સ્વભાવપૂર્વક તો નિર્મળદશા થાય છે. ભેદ દશા નહીં. આહાહા ! કહેશે અંદર.
ભાવાર્થ:- શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દષ્ટિમાં- શું કહે છે? શુદ્ધ દ્રવ્ય એટલે વસ્તુ ત્રિકાળી, એના પ્રયોજનની નયથી, ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ તેના દ્રવ્ય એટલે વસ્તુ, તેના અર્થ એટલે પ્રયોજનની દૃષ્ટિએ ચૈતન્ય અભેદ છે. વસ્તુ અભેદ છે– રાગેય નહીં ને, દયા, દાનેય આદિ નહીં- લબ્ધિસ્થાન આદિ નહીં,શુદ્ધદ્રવ્ય-આર્થિક (એટલે) શુદ્ધ દ્રવ્યના પ્રયોજનની દૃષ્ટિએ જુઓ તો એ ચૈતન્ય તો અભેદ છે, ચૈતન્ય અભેદ અને આ ભેદને ! આ કઈ જાતનો ઉપદેશ!આ જુઓ તો (ખરા) ઓલું તો આ એકેન્દ્રિયા, બેઈન્દ્રિયા, ત્રિઇન્દ્રિયા આવતું'તું નહીં. પાણી? ઈચ્છામિ પડિક્કમણું તસ્સ ઉતરિ કરણેણં, તાઉ કાઉ ઠાણેણ. આંહી તો પરમાત્મા ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ (તીર્થંકર પ્રભુએ) કહ્યું, એ સંતો, જગતને જાહેર કરે છે. “આત્મખ્યાતિ' પ્રસિદ્ધ કરે છે.
પ્રભુ! તું તો શું (કોણ) છે? શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિએ તો અભેદ છે ને! અને ત્યાં દૃષ્ટિ દેવાલાયક છે ને ! આ કરવું આ ! આહા! શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિમાં– દષ્ટિમાં! ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન- દર્શન છે. દેખો! ઓલો ભેદ છે ઈ એના પરિણામ (નહ) એકદમ અભેદથી જ્ઞાન-દર્શન થયા છે. શુદ્ધ સ્વભાવના પરિણામ જ્ઞાતાદ્રષ્ટાના પરિણામ-આનંદના પરિણામ એ એના થાય. આહાહા! સમજાણું કાંઈ..? આહા !
એ એના પરિણામ, કોના ? કે જે ચૈતન્ય અભેદ છેવસ્તુઅભેદ છે એના પરિણામ, જ્ઞાનદર્શન પરિણામ આદિ છે. એ દયાદાન વ્રત-ભક્તિના પરિણામ એ જીવના નહીં-ચૈતન્યસ્વભાવનું પરિણમન એ નહીં. આવી વાતું! હવે નવરાશ ન મળે, એક તો આખો દિ' ધંધા ને પાપમાં પડ્યા! એમાં ધર્મની વાત સાંભળવા જાય ત્યાં મળે પાપનું બધું આ વ્રત કરોને, અપવાસ કરોને, ભક્તિ કરોને, જાત્રા કરોને – એ તો બધો રાગ છે. અને રાગને (તો) પુદ્ગલના પરિણામ અહીં તો કહેવામાં આવ્યા છે. અને એમાં આ ધર્મ માને છે !! પુદ્ગલ જ છે ઈ. આહાહાહા !
ભગવાન આત્મા તો ચૈતન્યસ્વભાવ -જાગ્રતસ્વભાવ-જાગતી જ્યોત સ્વરૂપ પ્રભુ અભેદ! એ શુદ્ધદ્રવ્યની દૃષ્ટિએ તો અભેદ છે. અને એના પરિણામ પણ જાણન-દેખન-આનંદ આદિ પરિણામ છે. ઓલા સંયમલબ્ધિસ્થાન તો ભેદ હતા. આ તો અભેદને અવલંબે જે જ્ઞાન-દર્શન થાય, એ એનાં પરિણામ છે એમ એના પરિણામ પણ સ્વભાવિક શુધ્ધ જ્ઞાન-દર્શન છે. દેખો ! પર નિમિત્તથી થવાવાળા ચૈતન્યનો વિકાર આત્માની પર્યાયમાં રાગ-દ્વેષ, દયા-દાન-કામ-ક્રોધ | વિકલ્પ જે દેખાય છે રાગ, એ ચૈતન્યનો વિકાર છે. ચૈતન્યસ્વભાવનો ભાવ નથી. ચૈતન્યસ્વભાવ
એનાં ભાવ (એ વિકાર) નથી. વિકાર છે એમ કહે છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવનું પૂર, નૂરનું તેજ, એના પરિણામ એના તો રાગ વિનાના પરિણામ જ્ઞાન-દર્શન પરિણામ હોય છે. સમજાણું કાંઈ? આહા!
પર નિમિત્તથી ચૈતન્યનો વિકાર, શું કહે છે? ચૈતન્ય સ્વભાવથી જે પરિણામ થાય છે એ