SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૮ ૨૯૯ પુદ્ગલ જ છે. કહો પંડિતજી? આ પંચમહાવ્રતના પરિણામ પુદ્ગલ એમ કહે છે, શાસ્ત્રનું જ્ઞાન એ શબ્દજ્ઞાન એ પુદ્ગલ! નવતત્ત્વની શ્રદ્ધા (એ) રાગ એ પુગલ! છે? છકાયની દયાને પંચમહાવ્રતનો ભાવ, (એ ભાવ ) ચૈતન્યપૂર્વક ચૈતન્યના સ્વભાવપૂર્વક થયા હોય છે? (ના.) ભગવાન ચૈતન્યસ્વભાવ તો નિર્મળ શુદ્ધ આનંદ છે, એ ચૈતન્યપૂર્વક કોઈ વિકાર થાય છે? (કદી નહીં) આહાહાહા ! એ કારણે શુભભાવ એ બધા પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને થતાં હોવાથી – આમ સદા અચેતન હોવાથી, એ પુદ્ગલ જ છે. હવે આવી વાત લોકોને આકરી પડે! (શ્રોતા- તો કરવું શું હવે ?) આ કરવું -ત્રિકાળીદ્રવ્ય છે એની જ દૃષ્ટિ કરવી, આ કરવાનું છે. એમ કહે છે. ચૈતન્યદ્રવ્ય ભગવાન ઝળહળ જ્યોતિ! હમણાં આવશે, પ્રકાશની મૂર્તિ પ્રભુ અંદર છે ત્રિકાળ આહા ! જેમાં પર્યાયના ભેદ નથી, (એવો અભેદ) ત્યાં દષ્ટિ દેવી છે, તો એણે આત્મા જાણ્યો ને માન્યો છે, એમ કહે છે- કહેવામાં આવે છે. આવી વાતું છે. આહાહાહા ! ‘વિશુદ્ધિસ્થાન” અને “સંયમલબ્ધિસ્થાન” ઠીક ! રંગ, રાગ અને ભેદ, ભાઈએ ત્રણ નામ આપ્યા, ત્રણ જ આમાં છે- રંગ, રાગને ભેદ, ભગવાન આત્મા નિરાળો છે એનાથી પ્રભુ! આત્મા અંદર નિરાળો છે. આહાહાહા ! (રંગ, રાગને ભેદ) વ્યવહારનયે પર્યાયમાં એના છે, પર્યાયન પર્યાયમાં એના છે પણ દ્રવ્યદૃષ્ટિએ સ્વભાવની અપેક્ષાએ, એ સ્વભાવપૂર્વક નથી થયા, (આત્મ) સ્વભાવ કારણ ને શુભ, લબ્ધિસ્થાન આદિ થયા, એમ નથી. એમ (કહયું છે) સમજાણું કાંઈ....? ભગવાન આત્મા પૂર્ણાનંદપ્રભુ! એ આનંદપૂર્વક, એ સંયમલબ્ધિસ્થાન નથી, કારણ આ (આત્મદ્રવ્ય) એમ નથી, એમ કહે છે. એ તો સંયમલબ્ધિસ્થાન કે ઠેઠ (સુધી) લઈ ગયા. (એ બધા ભાવો) પુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથી અભેદમાં ભેદ છે નહીં, એ બતાવવું છે. ભેદ જે કાંઈ પર્યાયમાં દેખાય છે, એ વ્યવહારનયનો વિષય છે, પરમાર્થદૃષ્ટિથી એ (ભેદભાવો) પુગલના છે. એ પુદ્ગલ(કર્મ)પૂર્વક લબ્ધિસ્થાન પણ એમ, એટલે પૂર્વે જે ગુણસ્થાન કહ્યાં એમાં (આવી ગયા), આ બધા–સ્થાન-રાગ-આદિ બધાંય પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને-સદાય અચેતન હોવાથી, પુગલ જ છે, જીવ નહીં, એમ સ્વતઃ (આપોઆ૫) સિદ્ધ થઈ ગયું. આનાથી આ સિદ્ધ થયું કે રાગ આદિ ભાવ જીવ નથી. રાગ- દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ એ જીવસ્વરૂપ નહીં, પર્યાયમાં છે પણ જીવસ્વરૂપ જે ત્રિકાળી છે તેના એ નથી. કેમ કે ભગવાન ચૈતન્યસ્વભાવ આત્મા! એ ચૈતન્યસ્વભાવપૂર્વક ભેદ પડ્યો છે? (ના) ચૈતન્યસ્વભાવપૂર્વક ભેદ પડે તો ભેદ સદાય (આત્મામાં) રહે! આહાહાહા ! બધે ઠેકાણે લોકોને અત્યારે બસ, શુભભાવ કરતાં કરતાં- સંયમ, વ્રત, તપ, પડિમાં (પ્રતિજ્ઞા) લેતાં લેતાં – કરતાં કરતાં નિશ્ચય (આત્મદ્રવ્ય) શુદ્ધ થઈ જશે! આંહી તો કહે છે (એ ભાવો) કરતાં કરતાં પુદ્ગલ થઈ જશે. - કર્મબંધન થઈ જશે, તો પુદ્ગલ થઈ જશે ! સાદડી-બાદડીમાં નથી, જ્યાં કાંઈ. સાદડીમાં સાદડી છે મુંબઈની ! આ તો બધેય, આ તો વસ્તુ ખરી. ઓહોહો ! અહીંયા તો આ પરમાત્મસ્વરૂપ ચૈતન્ય, અનાદિ-અનંત, નિત્યાનંદ ચૈતન્ય સ્વભાવ
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy