SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૩ અનાદિ-અનંત, નિત્યાનંદ, પ્રભુ સ્વસંવેદન -પોતાની નિર્મળદશા દ્વારા જાણવામાં આવે છે. વેદનમાં આવે છે. આવી વાત છે. શ્લોક છે પછી (નો તેમાં) કહેશે. કર્મ, કર્મ તો જડ છે, એ તો પુગલકર્મપૂર્વક થતાં હોઈને (પુદ્ગલ જ છે) નોકર્મ- મન, વાણી, દેહ એ પણ કર્મપૂર્વક (થતાં હોઈને) જડ છે, એ-પણ પુગલપૂર્વક થતાં હોઈને જડ છે, વર્ગણા’ એ તો જડ છે, “સ્પર્ધક' – ‘અધ્યાત્મ સ્થાન” –અધ્યવસાયના પ્રકાર રાગાદિમાં એકત્વબુદ્ધિના જે અધ્યવસાય, એનાં જે સ્થાન અસંખ્ય (પ્રકારના છે) એ બધા પુદ્ગલપૂર્વક થતાં હોઈને સદા અચેતન હોવાથી પુદ્ગલ જ છે. જીવ એને કહેવાય નહીં, એમ કહે છે. સાંભળ્યું છે? આંહી તો કહે છે એ જાત્રાના ભાવ, ભગવાનની ભક્તિના ભાવ, આસવ-આસવ, એ અધ્યવસાય-એકત્વબુદ્ધિ એ બધા (ભાવો) પુદ્ગલપૂર્વક થતાં હોઈને સદા અચેતન હોવાથી પુદ્ગલ જ છે. (આહા !) પુદ્ગલ “જ” છે. છે? (શ્રોતા – બધા શુભાશુભ ભાવ પુદ્ગલ છે.) એ પછી આવશે હવે આવશે. આંહી તો હજી અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, એ જડમાં, યોગસ્થાન- કંપન, કંપનનાયોગના પ્રકાર, “બંધ સ્થાન' – “ઉદયસ્થાન' લ્યો! ઠીક, જેટલા ઉધ્યસ્થાન છે રાગ આદિના અનેક પ્રકાર, એ બધા પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને, સદા અચેતન હોવાથી પુગલ જ છે. માર્ગણાસ્થાન', ઠીક! ચૌદ માર્ગણાસ્થાન પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને પુગલ સદા અચેતન હોવાથી પુગલ જ છે. “સ્થિતિબંધસ્થાન” –કર્મમાં સ્થિતિ પડે ને! એ તો પુલ છે જ, હવે “સંકલેશસ્થાન” -અશુભજોગ, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, કામ, ક્રોધ આદિના ભાવ જે અશુભ છે-એ મુગલપૂર્વક થતાં હોઈને -પુદ્ગલકર્મપૂર્વક થવાથી, સદા અચેતન હોવાથી પુદ્ગલ જ છે. બધું પુદ્ગલ, આવું હોં?! જેટલો વ્યવહાર-પંચમહાવ્રત અને દયા, દાન, વ્રત આદિના ભાવ એ બધા પુદ્ગલપૂર્વક થતાં હોઈને –સદા અચેતન હોવાથી, એટલે પુગલ (કર્મ) પૂર્વક થયા એમ કહ્યું, પછી બધા અચેતન, એટલે એમાં ચેતનનો ભાવ નહીં, એ કારણે પુદ્ગલ જ છે. શાંતિથી! ચીજ છે! એ સમજતા નથી ને ઝઘડા- ઝઘડા- ઝઘડા ! એની બુદ્ધિ પર ઉપરને વ્યવહારનયથી (લાભ માને !) વ્યવહારનયથી (શુભ છે) અસંકલેશ પરિણામ પણ નિશ્ચયથી સ્વભાવની દૃષ્ટિથી જોવાથી એ યુગલ (કર્મ) પૂર્વક થવાથી સદા અચેતનના કારણે થવાથી પુદ્ગલ જ છે જીવ નહીં. એ અશુભભાવ જીવ નહીં. આવી વાત છે. એની ચીજ જ ક્યાં છે? (એની હોય તો ) એ ચીજો (એ ભાવો) વસ્તુ એમાં રહેવી જોઈએ કાયમ! એ તો પહેલાં આવી ગયું છે ને! દરેક અવસ્થામાં હોય ને કોઈ અવસ્થામાં ન હોય એ એની ચીજ (નહીં), આ (ભાવો) તો નિર્મળ અવસ્થા થતાં એ, એ (ભાવો) રહેતાં નથી, એ ચીજ એની નથી. સમજાણું કાંઈ? હવે આંહીં તો આંહી લેવું “વિશુદ્ધિસ્થાન' – એ રાગની મંદતાના, દયાના, દાનના, વ્રતના, ભક્તિના, પૂજાના, નામસ્મરણના, વાંચનનાં એવા જે શુભભાવ, વિશુદ્ધિસ્થાન – શુભના અસંખ્ય પ્રકાર, શુભરાગનાં અસંખ્ય પ્રકાર, એ પુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથી એકલા પુદ્ગલ નહીં, પુગલકર્મ લેવા છે ને અહીં, પુદ્ગલકર્મપૂર્વક એમ- પુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથીસદાય અચેતન હોવાથી કેમ કે પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને –સદા અચેતન હોવાથી એ કારણે
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy