SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૬૮ ૨૯૭ પ્રવચન નં. ૧૩૯ ગાથા- ૬૮ કારતક વદ-૪ શનિવા૨ તા. ૧૮-૧૧-૭૮ આ પ્રકારે રાગ.... પહેલાં કહ્યું ને ! કે ગુણસ્થાન જે ચૌદ ગુણસ્થાન છે. એ પુદ્ગલપૂર્વક હોવાથી અચેતન-પુદ્ગલ છે, આત્મા નહીં. ‘જવપૂર્વક જવ' નું દૃષ્ટાંત દીધું હતું ને ! જવપૂર્વક જવ થાય છે. જવ થવામાં જવ કા૨ણ છે અને જવ એનું કાર્ય છે. એવી રીતે આત્મામાં જેટલા ભેદ પડે છે, ગુણસ્થાન ( આદિના ) એ પુદ્ગલ કર્મના કા૨ણે ભેદ પડે છે, તો એ ( ભેદ ) પુદ્ગલ જ છે, એ આત્મા નથી. એવી રીતે રાગ, રાગ પણ પુદ્ગલપૂર્વક થતો હોઈને ત્રીજી લીટી લેવી રાગ, પુદ્ગલપૂર્વક થતો હોઈને સદાય અચેતન હોવાથી, શુભ ને અશુભ રાગ–દયા-દાન-વ્રત, ભક્તિ, પૂજા આદિના ભાવ કે હિંસા, જૂઠું, ચોરી, (આદિનો ) રાગ, એ પુદ્ગલપૂર્વક થતા હોઈને, ત્રીજી લીટીમાં છે એમાં સદાય અચેતન હોવાથી –રાગ અચેતન છે. રાગમાં ચૈતન્યજ્ઞાયક સ્વરૂપનો અંશ નથી. ભગવાન ( આત્મા ) ચેતન, અનાદિ-અનંત, નિત્યાનંદપ્રભુ, એનો અંશ રાગમાં નથી. – ચાઢે તો વ્રત, તપ, ભક્તિ આદિનો રાગ હોય, ચાહે તો વિષય આદિનો રાગ હોય, કમાવા આદિનો રાગ હોય, એ રાગ પુદ્ગલપૂર્વક થતો હોવાથી – ( આહા ) પુદ્ગલપૂર્વક થતો હોવાથી રાગ હોં –એ રાગ પુદ્ગલપૂર્વક થતો હોવાથી સદાય અચેતન છે. ( ( કહે છે ) પુદ્ગલપૂર્વક થતો હોવાથી (ને) સદાય અચેતન હોવાથી, એ કા૨ણે સદાય અચેતન છે. રાગ– અહીંયા અત્યારે તો રાગથી –શુભાગ છે એનાથી થાય છે ધર્મ, લ્યો ! અરે રે, જે રાગ પુદ્ગલપૂર્વક થતો હોઈને સદા પુદ્ગલ-અચેતન છે. છે ? પુદ્ગલ જ છે. વિશેષ એટલું કહ્યું ! પુદ્ગલપૂર્વક થતો હોઈને –સદાય અચેતન હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી, એવુ સ્વતઃ સિદ્ધ થઈ ગયું. આહાહા ! આવી વાત છે. એવી રીતે દ્વેષ, દ્વેષ જે થાય છે અણગમો, ૫૨ પ્રતિકુળ હો (ત્યારે ), અનુકૂળમાં રાગ, પ્રતિકુળમાં દ્વેષ, એ દ્વેષ પુદ્ગલકર્મપૂર્વક થવાથી સદા પુદ્ગલ જ છે. એ કા૨ણે અચેતન હોવાથી પુદ્ગલ છે. આવી વાત છે. ( હવે કહે છે) ‘મોહ’ – મિથ્યાત્વ અથવા ૫૨ ત૨ફની સાવધાનીનો ભાવ, એ પણ પુદ્ગલપૂર્વક થતો હોવાથી–સદાય અચેતન હોવાથી પુદ્ગલ જ છે. પુદ્ગલ છે ( એમ નહીં પણ ) પુદ્ગલ જ છે, એમ કહ્યું અહીંયા ( કે ) પુદ્ગલ જ છે. કથંચિત્ આત્મા ને કચિત્ પુદ્ગલ એમ નહીં, કેમ કે ભગવાન આત્મા તો અનાદિ-અનંત ચેતન દ્રવ્ય છે, એ તો અભેદ છે. એમાં જેટલા ભેદ દેખાય છે એ બધા અચેતન છે, જીવ નહીં. એમ પ્રત્યય –આસવ, મિથ્યાત્વ-અવ્રત-કષાય-જોગ, એ ચા૨ ( આસ્રવ ) ભાવ છે એ પુદ્ગલપૂર્વક થતાં હોઈને, પુદ્ગલ છે, એ કા૨ણે સદા પુદ્ગલ છે ( આહા !) અચેતન હોવાથી પુદ્ગલ છે એ પુદ્ગલપૂર્વક થતાં હોઈને–સદા અચેતન હોવાથી પુદ્ગલ જ છે. એમ ત્રણ બોલ સિદ્ધ કર્યા. મિથ્યાત્વ, કષાય, અવ્રત ને જોગ એ આસ્રવ છે. એ આસ્રવ પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને સદાય અચેતન છે. પુદ્ગલ જ છે જીવ નહીં. આ જીવ–અજીવ અધિકાર છે ને ! જીવ (નું સ્વરૂપ ) તો કહેશે આગળ ( ઓહોહો !)
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy