________________
૨૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ એકકોર એમ કહે કે આત્મા વ્યાપક છે ને વિકારી પર્યાય તેનું વ્યાપ્ય છે અજ્ઞાનદશા. બીજી વાર એમ કહે કે કર્મ વ્યાપક છે અને વિકારી પર્યાય એનું વ્યાપ્ય છે, કર્તાકર્મમાં. અહીં પણ એ જ કહે છે કે એ પુદગલ કર્મ જે વ્યાપક છે તેનો એ ભેદ રાગાદિ તે વ્યાપ્ય છે અને ગુણસ્થાનનું સદાય અચેતનપણું આગમથી તે, તેમજ ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ય જે આત્મા ભગવાન તો સદાય ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત છે, આવા ભેદ સ્વભાવથી વ્યાપ્ત નથી. આહાહાહા!
એ ભેદનું વ્યાપ્યપણું આત્મા વ્યાપક અને ભેદ વ્યાપ્ય એમ નથી, કહે છે. એ તો પુદગલનું વ્યાપકપણે છે, પુદ્ગલની પર્યાય આ ભેદ આદિ વ્યાપ્ય અને રાગાદિ એનું વ્યાપ્ય છે, ભાષા તો સાદી છે, પણ ભાવ તો ભાઈ જે છે તે છે, આ તો ત્રણલોકના નાથ તીર્થકર, એક વાર્તા કરનારો બારોટ હોય તો પણ ગંભીર વાર્તા કરે, બારોટ આવેને, પૈસા લેવા, જોયેલો ત્યાં એકવાર રાણપુર અપાસરાની જોડ છે ને, આવે છે ને ખત્રી પોપટભાઈ એના બારોટ હતા. પણ મોટા નાગર જેવા, ધોળાં કપડાં ને ગૃહસ્થ માણસ પણ બારોટ તરીકે ખત્રીના, એના શું કહેવાય છે માણસો સાધારણ બેઠા હોય ને ઓલો મોટો રાજા જેવો દેખાય, અપાસરાની જોડે પોપટભાઈ ખત્રી આવે છે કે, હવે તો અહીં આવી ગયા છે ગામ બહાર, તે વખતે તો વિષ્ણુ, તેના બારોટ પાટલે બેસીને વાંચતા.
અહીં ભગવાન કહે છે, મુનિ અત્યારે તો કહે છે ને ચૈતન્યસ્વભાવથી વ્યાસ જે આત્મા, એ ભેદથી વ્યાપ્ત આત્મા, આત્મા વ્યાપક ને ભેદ ગુણસ્થાન વ્યાપ્ય એમ નથી. એ પુદ્ગલ વ્યાપક અને એ એનું વ્યાપ્ય છે. ૧૦૯, ૧૧૦ માં આપણે આ લીધું છે. ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨ પુદ્ગલ કર્મ વ્યાપક છે અને નવાકર્મ તેનું વ્યાપ્ય છે. આવે છે? ૧૦૯, ૧૦, ૧૧, ૧૨ માં ચાર ગાથામાં. શું એની શૈલી! એમાં ચૈતન્ય ભગવાન અંદર ચિંતામણિ રત્ન પૂર્ણાનંદનો નાથ એને પ્રસિદ્ધ કરવા, આત્મખ્યાતિ છે ને? આહાહાહા !
કહે છે કે કર્મ જે છે એ કર્મ વ્યાપક પૂર્વના થઈને નવા કર્મ રજકણો નવી જાત છે, બીજી જાત છે, છતાંય એની જાતના છે તે એને કહે છે કે વ્યાપક કર્મ અને નવા કર્મ આવે તે તેનું વ્યાપ્ય, ઠીક. જૂના કર્મ છે તે વ્યાપક નવા કર્મ તેનું વ્યાપ્યા. હવે પરની સાથે વ્યાપ્ય (ની તો વાત જ નથી) તો આંહી તો કહે છે કે, કર્મ વ્યાપક અને ભેદ તેનું વ્યાપ્ય, ભગવાન આત્મા વ્યાપક અને ચૈતન્ય તેનું વ્યાપ્ય પણ આ વ્યાપ્ય તેનું નહીં. ચૈતન્ય સ્વભાવથી વ્યાસ જોયું આત્મા, હવે આ ક્રિયાકાંડીઓને રસ પડી જાય. આમ, મુશ્કેલી પડી જાય, બિચારાને દુઃખ થાય. ( શ્રોતા:- હજી સમજવાની લાયકાત ધરાવતા નથી) આકરું પડે બિચારાને એ પછી કરે એમ, એ બિચારા શું કરે? એની દૃષ્ટિમાં વિપરીતતા છે એમાં આવી વાત બેસે નહીં. ચૈતન્યસ્વભાવથી વ્યાસ એ ભેદથી વ્યાસ એ વ્યાપક કર્મનું છે તેનાથી તો ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદજ્ઞાનીઓ વડે, કારણકે ભેદનું લક્ષ છોડીને અભેદમાં જાય છે. ભેદ જ્ઞાનીઓ વડે જે સ્વયં ઉપલભ્યમાન હોવાથી પણ તેમનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. ગુણસ્થાન આદિ ભેદ, જ્ઞાનના અનુભવમાં આવતા નથી, માટે તેનું અચેતનપણું સિદ્ધ થાય છે. વિશેષ કહેશે.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ.)