________________
૩૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે આર્જા, એ શું કહેવાય? ગરણીજી મોટું લઠ જેવું શરીર, ધીરજશ્રી જાય છે જ્યાં કોઈ વખતે એમ કહેતા'તા. તેથી એને બિચારાને લાગણી હતી. ઘણાં વખતથી દશ વરસથી એમાં બરાબર બારોટ મળી ગયો. મહારાજ એક ગરણીજી છે દશ વર્ષથી, બાપુ માર્ગ કીધું ભાઈ આ બીજો છે, એ રાગથી ને શરીરથી ભિન્ન પડેલી જ્ઞાનની પર્યાય એ દ્વારા આત્મા જણાય એ સિવાય કોઈ ઉપાય છે નહીં. બે પુસ્તક આપ્યા પછી. શું કરે? નરશી કેશવજીની છે ને ધર્મશાળા બે પુસ્તક આપ્યા. એક બેનનું ને એક કાલનું આપણું? સોગાની? સોગાનીનું આર્જા બિચારી બેઠી'તી બીજી એક બેઠી તી જુવાન હતી. શું કરે બિચારા મળ્યું ન મળે. આહાહા !
અરે અમારા ગુરુ સંપ્રદાયના હીરાજી મહારાજ હતા બિચારા બહુ સજ્જન નરમ પણ આ વાત સાંભળવા મળેલી નહોતી. અરેરે ! શું કરે? એ એમ પ્રરૂપતા હજારો માણસની વચ્ચે રાજકોટમાં મોટા મોટા અને જામનગર ભાઈ અહિંસા પરમો ધરમ, કોઈપણ જીવને ન મારવો એ ધર્મ એ સારા સિદ્ધાંતનો સાર છે, એમ કહેતા. મળ્યું નહોતું શું કરે બિચારા ? અરેરે !અહિંસા સમય ચેવ એતા વિત વિયાણીયા. જેણે પર દ્રવ્યની દયા પાળી એણે બધું જાણું, આંહી કહે છે, પર જીવની દયા, આત્મા પાળી શકતો નથી, અને પરજીવની દયાનો ભાવ છે તે રાગ છે, એ રાગ છે તે બંધનનું કારણ છે, રાગથી આત્મા જણાશે નહીં. અરરર! પરજીવની દયાના ભાવથી આત્મા નહિ જણાય. હવે આ વાતું ક્યાં નાખવી? એય સપાણી ! ક્યાં હતું તમારે વાડામાં ત્યાં (નહીં) નહીં. મોટાભાઈ ના પાડે છે. (શ્રોતાઃ- આત્મા શબ્દ જ નહોતો સાંભળ્યો) ખબર છે અમને તો આંહીં બધી. અરેરે ! આવી વાતું બાપા. પરજીવની દયા પાળવાનો ભાવ છે, એ રાગ છે અને રાગ છે તે દુઃખરૂપ દશા છે, આકુળતા છે, એ આકુળતા જીવનું સ્વરૂપ નહીં. એનાથી નિરાકુળ ભગવાન પ્રાપ્ત થાય નહીં પણ તે રાગના કાળે જે જ્ઞાનની પર્યાય રાગને જે જાણે છે, તો એ રાગનું જ્ઞાન લક્ષણ નથી, જ્ઞાનનું રાગ લક્ષણ નથી અને રાગનું જ્ઞાન લક્ષણ નથી, એ જ્ઞાન લક્ષણ તો ચૈતન્ય દ્રવ્ય ભગવાન. આહાહા! એવી વાત છે.
એ તેણે “વ્યંજિત જીવ તત્ત્વમ” એણે પ્રગટ કર્યું છે. જીવ તત્ત્વને એ જ્ઞાનનો જે પર્યાય છે. આ વાત ચોટીલામાં રતનચંદજીના એક ગુરુ હતા લીંબડી સંઘાડાના રતનચંદજી, શતાવધાની એના ગુરુ હતા, તાકડે ભેગા થઈ ગયા અમે. અમે પાછા સાધુ કોઈને માનતા નહીંને એટલે ભેગા ઊતરતા નહિ. એ વખતે અમે સાધુ કોઈને માનતા નહિ. પણ ભેગા ઉતર્યા તો બહુ ખુશી થઈ ગયા. પછી વાત થઈ આ કે “આ જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ” કહ્યું છે ને? કીધું “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ” એટલે શું? આત્મા જે જ્ઞાનસ્વરૂપ છે તેનું જ્ઞાન કરવું અને તે જ્ઞાનમાં ઠરવું એ જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ છે. વાત થઈ'તી ચોટીલામાં. અપાસરો છે ને ઉપર મેડી ઉપર વાત થઈ હતી, કબુલ્યું કે વાત તો સાચી લાગે છે. મેં કીધું ભાઈ બાપુ. માર્ગ તો આ છે, વાત તો સાચી લાગે છે. એક વાત અને બીજી વાત આ કરી એણે પોતે હોં. મેં કીધું ભાઈ મૂર્તિ છે સિદ્ધાંતશાસ્ત્રમાં, મૂર્તિપૂજા શાસ્ત્રમાં છે એ વાત છે, અમને ખબર છે પણ હવે શું કરીએ જે શિષ્યો વાંચશે તો એને અમારી શ્રદ્ધા નહીં રહે, શાસ્ત્રમાં છે મૂર્તિપૂજા. બે વાત થઈ'તી ચોટીલાના અપાસરામાં, સંપ્રદાયમાં હોં હુજી. પણ મૂકવું કઠણ પડે. આહાહા !
આંહી તો પરમાત્મા અથવા સંતો અહીંયા એમ જાહેર કરે છે પ્રભુ, તું તને જાણી શકે તેનું