________________
શ્લોક – ૪૨
૩૨૩ સ્વરૂપ તો જ્ઞાનની પર્યાય છે, એ જ્ઞાનની પર્યાયથી જણાય તે તારું સ્વરૂપ છે. લાખ વાતની વાત અને કરોડ વાતની વાત, એ જ્ઞાન જે પરને જાણવાની પર્યાય કામ કરે છે, એ જ્ઞાન કાંઈ પરનું લક્ષણ નથી, માટે જે જાણવાનું કામ કરે છે જે પર્યાય, જેનું લક્ષણ છે ત્યાં એને વાળ. તો તેનાથી જીવનું સ્વરૂપ વ્યંજિત પ્રગટ થશે, અને જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા છે, આનંદ સ્વરૂપ છે એવું જ્ઞાનની વ્યંજિત પર્યાય દ્વારા જાણતા તને આત્મા પ્રગટ દેખાશે. આહાહા! કહો શાંતિભાઈ !
ક્યાં આમાં નવરાશ ક્યાં હતી ત્યાં? છોકરાવને સાચવવા ને બાયડી સાચવવા ને પૈસા ભેગા કરવા. ઓલો ન્યાં સલવાણો, આ આંહીં સલવાણાં, નાનો ન્યાં હોંગકોંગ, લાખો રૂપિયા પેદા કરે, હમણાં એક લાખ રૂપિયા આપ્યા'તા ત્યાં ભાવનગર, એમાં શું થયું પણ રાગનો મંદ ભાવ કર્યો હોય તો એ શુભભાવ છે એ કાંઈ ધર્મ નથી તેમ તેનાથી આત્મા જણાય એવી કોઈ ચીજ નથી. આહાહાહા !
આંહી તો બે વાત લીધી, કે જીવનું તત્ત્વ જે છે તેને ચૈતન્ય લક્ષણે કરીને જાણો, કેમકે ચૈતન્યપણાનું લક્ષણ કહ્યું છે તે યોગ્ય છે, અને તે લક્ષણ પ્રગટ છે એમ બે વાત કરીને? શું કીધું એ ? જાણવાના પરિણામથી આત્મા જણાશે એ જાણવાની પર્યાય પ્રગટ છે, છે ને? અને તેનાથી તે જણાશે અને પ્રગટશે. આહાહા ! બે વાત કરી.
ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપી પ્રભુ એની વર્તમાન પર્યાયમાં જ્ઞાનનો વ્યક્ત પર્યાય પ્રગટ છે, શક્તિરૂપે છે એ એકકોર રાખો, આ તો પ્રગટ છે, એ દ્વારા, એ પ્રગટ છે એ દ્વારા જાણતાં જે શક્તિરૂપે છે. અપ્રગટ છે, એ પ્રગટ તને જણાશે, કેટલું સમાડયું છે. દિગંબર સંતોએ તો ગજબ કામ કર્યા છે, કેવળીના કેડાયતો પરમાત્મા જિનેશ્વરના કેડાયત એ જિનેશ્વરપદ અલ્પભવમાં પામી જવાના છે. આહાહા !
બે વાત કરી. કે ચૈતન્ય લક્ષણ એને અમે કહ્યું એ ચૈતન્ય પર્યાય પ્રગટ છે. સમજાય છે કાંઈ ? અને એ ચૈતન્ય પર્યાયથી તું તારા આત્માને જાણ તો એ તને પ્રગટ જણાશે. પ્રગટ પર્યાયથી પ્રગટ તત્ત્વ જણાશે. હવે આનાથી કેટલું સહેલું કરે?ગજબ કામ કર્યા છે. એટલા થોડા શબ્દોમાં ગાગરમાં સાગર ભરી દીધો છે. પ્રભુ તને રાગથી તું નહીં જણાય, કારણકે રાગ તારું સ્વરૂપ નથી, અમૂર્ત છો પણ અમૂર્ત તો પરમાય છે માટે એ અમૂર્તથી તારું ભિન્નપણું નહીં પડે, કારણકે અમૂર્ત તો બીજા દ્રવ્યો પણ છે તો ત્યાં તો બધું એક થઈ જશે. અમૂર્તપણાથી પણ તું પરથી તને ભિન્ન નહીં પાડી શકે. એક ચૈતન્ય લક્ષણે કરીને ભિન્ન પાડી શકીશ તું. અને તે ચૈતન્ય લક્ષણ પ્રભુ કહીએ છીએ ને તને, પ્રગટ છે ને? નથી કાંઈ પર્યાયમાં જ્ઞાન? એ સમુચિત એ ચૈતન્ય પ્રગટ છે એ પ્રગટ તે “વ્યંજિત જીવ તત્ત્વમ્” તે જીવના સ્વરૂપને પ્રગટ કરે છે, કર્યું છે. એમ કહે છે પ્રભુ, કે જીવનું લક્ષણ જે ચૈતન્ય પર્યાયમાં તને છે અત્યારે, પ્રગટ છે અને તે દ્વારા જો આત્માને જાણ તો તે વ્યંજિત” તે દ્રવ્ય પ્રગટ થશે તને. આહાહા!
વાત કરી છે. ભાષા સાદી પણ આખું તત્ત્વ ભરી દીધું છે. ઝઘડા બધા છોડી દે. ઓલામાં આવે છે ને? ભેદજ્ઞાનીને સોંપી દીધું છે. ૪૯ ગાથામાં (શ્રોતા- સર્વસ્વ) સર્વસ્વ, રાગથી નહીં, અમૂર્તપણાથી નહીં, (તેનાથી) ભિન્ન નહીં પડી શકે એમ કહે છે. રાગથી નહીં જણાય કેમ કે એ એનું સ્વરૂપ નથી, અમૂર્તપણાથી નહીં જણાય કેમકે અમૂર્તપણું તો ઘણાંમાં છે માટે જુદું પાડી