________________
૩૨૪.
સમયસાર સિદ્ધિ ભાગ-૩ નહીં શકે, હવે જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે, જે વ્યક્ત છે, તે દ્વારા લક્ષ જે દ્રવ્ય વસ્તુ તેનો અનુભવ કર, તો તે વસ્તુ પ્રગટ તને જણાશે, પ્રગટ પર્યાયથી વસ્તુને જાણીશ તો વસ્તુ પ્રગટ જણાશે. આહાહાહા!
જ્ઞાનની વર્તમાન પર્યાય, પર્યાયની ખબર ન હોય હજી કેટલાંકને તો. એ વર્તમાન જે જ્ઞાનની પર્યાય પ્રગટ છે, એનું લક્ષણ પ્રગટ છે કહે છે. એ લક્ષણ દ્વારા, લક્ષ નામ દ્રવ્યને પકડ, તો તે દ્રવ્ય પ્રગટ થશે તને, આવું દ્રવ્ય છે એવું તને જ્ઞાનની પર્યાયમાં ભાસશે. (શ્રોતા- આત્મા ધારણા જ્ઞાનમાં તો પકડાય પણ ઉપયોગ અંદર વળતો નથી, પણ એને પુરૂષાર્થ નથી ને ઉધો છે, એને એની ગરજ ક્યાં છે એની એટલી. જે ઉપયોગથી પકડાય એટલો ઉપયોગ કરે છે ક્યાં? ધૂળ ઉપયોગે પકડાય નહીં, અને સૂક્ષ્મ ઉપયોગે પકડાય, સૂક્ષ્મ ઉપયોગ તો કરતો નથી. વાત લોજીકથી છે. (શ્રોતા:- સૂક્ષ્મ ઉપયોગથી સૂક્ષ્મ વસ્તુ કેમ પકડાય તે સમજાવો) સૂક્ષ્મ ઉપયોગ જે મતિજ્ઞાનનો શ્રુત જ્ઞાનનો જે પર્યાય છે એ સૂક્ષ્મ ઉપયોગથી પકડાય અને એ સૂક્ષ્મ ઉપયોગથી દ્રવ્ય પકડાય. (શ્રોતા:- સૂક્ષ્મ દ્રવ્ય તરફ ઉપયોગ જાય ત્યારે પકડાયને?) પણ એ ત્યારે જાય, સૂક્ષ્મ ઉપયોગ કરે એટલે એ દ્રવ્ય ઉપર જ જાય. એનો અર્થ એ થયો કે દ્રવ્યને આશ્રયે જે પર્યાય પ્રગટી, અનુભવની હોં એ સૂક્ષ્મ છે અને સૂક્ષ્મથી જ તે પકડાયું છે. આહાહા ! આવી વાતું છે.
કેટલાક વ્રત અને તપસ્યાઓમાં અટકયા, કેટલાક દેવગુરુ ને શાસ્ત્રની ભક્તિ કરતા કરતા કલ્યાણ થશે એ અટકયા, બધા એક જાતમાં અટકયા છે મિથ્યાત્વમાં. કેમકે જ્ઞાન જે પર્યાય છે તે લક્ષણ તો પ્રગટ છે, જેનું જે લક્ષણ છે એ તો પ્રગટ છે. એ ભગવાન ચૈતન્ય સ્વરૂપનું એ લક્ષણ છે પર્યાય, ચૈતન્ય દ્રવ્યનું એ તો પ્રગટ છે. હવે પ્રગટને આ બાજુ ઢાળી દે– નાખે, જેનું એ લક્ષણ છે એ બાજુ ત્યાં વાળી દે એને પ્રગટ થશે આત્મા. પર્યાય તો પ્રગટ છે, એને આ બાજુ વાળે દ્રવ્ય પ્રગટ થઈ જશે. આવી વાતું છે. અરે આવી વાતું મળવી મુશ્કેલ છે. બાપા જિનેશ્વર ત્રિલોકનાથ પરમેશ્વરનો આ હુકમ છે. સર્વજ્ઞ પરમેશ્વર એની વાણીમાં એમ આવ્યું, પ્રભુ તારું લક્ષણ તો પ્રગટ છે ને? એ લક્ષણ વડે કરીને જે અપ્રગટ છે, વસ્તુ ગુમ છે, જે પર્યાયમાં આવી નથી, પર્યાયની વ્યક્ત અપેક્ષાએ વસ્તુ જે આખી પૂર્ણાનંદનો નાથ જે ગુમ છે, એ લક્ષણ વડે જો પકડીશ તો તે ગુપ્ત પ્રગટ થશે. આથી હવે બીજું શું કહે? પ્રભુ તું આત્મા છો ને નાથ. તું સ્ત્રી નહીં, પુરુષ નહીં, રાગ નહીં, દ્વેષ નહીં, કર્મ નહીં ભાઈ. આહાહાહા !
એમ જ્ઞાનના લક્ષણની પર્યાય જેટલો ય નહીં, કારણ કે જેનું લક્ષણ છે એવું જે લક્ષ્ય વસ્તુ તો પૂર્ણ પડી છે અંદર. આ એને કરવાનું તો આ છે. બાકી બધું તો ઠીક છે. (શ્રોતા – બીજું બધું સરળ લાગે, વાળવું મુશ્કેલ પડે) ઈ જ કહે છે ને એ કર્યું નથી એટલે મુશ્કેલ છે. અનાદિનો અભ્યાસ જ નથી. કોઈદિ ગ્રુત પરિચિત, રાગથી ભિન્ન છે, એ સાંભળ્યું નથી. તે કહ્યું ને ચોથી ગાથામાં, સાંભળ્યું ક્યારે કહેવાય કે તને ખ્યાલમાં આવે કે તે રાગથી ભિન્ન છે, ત્યારે જ્ઞાનની પર્યાયથી અભિન્ન છે. જો કે જ્ઞાનની પર્યાયને લક્ષણ કીધું, એનાથી લક્ષને પ્રગટ કરી શકે છે. છતાં તે પર્યાયમાં લક્ષ વસ્તુ આવતી નથી. પર્યાયમાં તે વસ્તુનું સામર્થ્ય કેટલું તે જ્ઞાનમાં આવે છે. આહાહા !
હવે આવી વાતું. એનું લક્ષ કરે છે એમ કહે છે, જ્ઞાનની પર્યાય લક્ષણ છે જેનું, તેનું લક્ષ