________________
૩૨૫
શ્લોક – ૪૨
કરે છે. લક્ષ કર્યું, છતાં તે ચીજ કાંઈ પર્યાયમાં આવી નથી. પર્યાયમાં તે ચીજનું સામર્થ્ય કેટલું છે એ પ્રગટ પર્યાયમાં ભાસ્યું. ( શ્રોતાઃ- આમ તો પર્યાયમાં પ્રાપ્ત કરવાનું છે ને ? ) પર્યાયમાં, એ પર્યાય આ બાજુ વાળવી ત્યારે પ્રગટ થયું, ખ્યાલમાં ન હતું. ગુપ્ત હતું તે પ્રગટ થઈ ગયું, છતાંય એ દ્રવ્ય પર્યાયમાં આવ્યું નહીં, દ્રવ્ય પર્યાયમાં આવી જાય તો તો એ તો ધ્રુવ છે અને પર્યાય એ તો અંશ છે. આહાહાહા !
ધન્યકાળ, ધન્ય અવસ૨ બાપા, આવી વાત. જેનું એ લક્ષણ છે, તે તેને પકડે, અને તે લક્ષણ છે એ તો પ્રગટ તો છે પ્રભુ. બિલકુલ પ્રગટ જ ન હોય તો તેનાથી જણાવવું એને મુશ્કેલ પડે. શું શ્લોક છે. એ શ્વેતાંબરના ૩૨ સૂત્ર વાંચે તો ય એમાંથી આવો શ્લોક નીકળે એવું નથી. ૩૨ સૂત્ર તો કેટલીય વાર વાંચ્યા. આઠ મહિનામાં હંમેશાં ૩૦ સૂત્રો સંપ્રદાયમાં કાયમ, ચંદપન્નતી-સૂર્ય પન્નતિ એકવાર વાંચ્યા'તા છોંતેરમાં, આ વાત ન મળે. આહાહાહા !
અહીંયા કહે છે, એક તો એ વાત કરી કે પ્રભુ તું તો રાગરૂપ નથી. કેમ ૨ાગરૂપ હોય તો, કાયમ રાગ રહેવો જોઈએ, સિદ્ધપણામાં રાગ રહેતો નથી માટે તું રાગરૂપ નહીં, એ તારું સ્વરૂપ જ નહીં. હવે તું અમૂર્ત છો એમ જો કહેવા માગે તો અમૂર્ત તો બીજી ચીજો પણ છે ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ ને કાળ, તો એનાથી તું જુદો નહીં પાડી શક તારા આત્માને, અમૂર્તપણામાં તો બધું ભેગું થઈ જશે. આહાહાહા !
હવે તારે જુદું પાડવું હોય તો તો જ્ઞાન પર્યાય જે લક્ષણ છે એ લક્ષ્યનું લક્ષણ છે, એ બીજે ક્યાંય નથી ! સમજાણું કાંઈ ? સમજાય એટલું સમજવું બાપુ, આ તો પરમાત્માના ઘ૨ની વાતું છે. વીતરાગ સીમંધર ભગવાન બિરાજે છે પ્રભુ મહાવિદેહમાં આ એની વાણી છે આ બધી, સંતો દ્વારા આવી છે આ. આમાં વાદ ને વિવાદ ને ઝઘડાં ઉભા કરે, વ્યવહા૨થી થાય ને વ્યવહા૨થી થાય ઓલો ત્યાં સુધી કહે છે. વળી જ્ઞાનસાગર છઠ્ઠાં ગુણસ્થાન સુધી વ્યવહાર જ હોય એમ કહે છે. અ૨૨૨ ! આ જ્ઞાનસાગર છે ને, સમયસાર એમાં વાંચ્યું'તું, છઠ્ઠા ગુણસ્થાન સુધી વ્યવહાર હોય. અરે પ્રભુ ! વ્યવહાર બારમા સુધી હોય પણ નિશ્ચય હોય એને ને ? જેણે જીવનો આશ્રય લીધો છે, જ્ઞાનલક્ષણે જ્ઞાનને પકડયું છે, એને જે કંઈ અધુરી રાગ દશા રહી તેને વ્યવહાર કહેવામાં આવે છે, પણ એને એકલો વ્યવહા૨ જ છે, (તોએ ) મિથ્યાર્દષ્ટિ છે. નિશ્ચય વિનાનો વ્યવહાર કેવો ? ચોથે ગુણસ્થાનથી નિશ્ચય સ્વનો આશ્રય શરૂ થઈ જાય છે. પછી પૂર્ણ આશ્રય નથી એથી રાગનો ભાવ આવ્યા વિના રહેતો નથી, છતાં તે વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહારે કરેલો પ્રયોજનવાન છે, અને વ્યવહા૨થી આત્માને લાભ થશે માટે પ્રયોજનવાન છે એમ નથી. આહાહા!
(શ્રોતાઃ- તીલતુસ માત્ર પરિગ્રહ હોય તો તેને શુધ્ધોપયોગ કેમ કહેવાય ) એ ત્યાં સુધી મુનિપણું માને તો મિથ્યાર્દષ્ટિ છે. એક વસ્ત્રનો ટુકડો રાખીને અમે મુનિ છીએ એમ માને (તોએ ) નિગોદમાં જવાના છે. ભગવાનનું વચન છે, કુંદકુંદાચાર્યનું. નવેય તત્ત્વની ભૂલ, વસ્ત્રનો ટુકડો રાખીને મુનિપણું માને ત્યાં નવેય તત્ત્વની વિપરીત ભૂલ છે. એ કાકડીના ચો૨ને ફાંસીની સજા એમ નથી. એણે નવેય તત્ત્વનો મોટો ગુન્હો કર્યો છે એણે. આવો માર્ગ આકરો બહુ બાપુ ! પણ વસ્તુ તો વસ્તુ ઈ છે. આહાહાહા !