________________
૩૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહ્યું તે યોગ્ય છે એક વાત, તે લક્ષણ પ્રગટ છે એ વાત. ચૈતન્યલક્ષણ કહ્યું તે યોગ્ય છે એક વાત, તે ચૈતન્ય લક્ષણ પ્રગટ છે તે બે વાત. એને ચૈતન્ય ઉપર દૃષ્ટિ કરી તેથી ચૈતન્ય દ્રવ્ય પ્રગટ થાય છે એ ત્રીજી વાત. પ્રગટ થાય છે એનો અર્થ કે છે, એ છે એવું પર્યાયમાં ભાસ્યું. નહીંતર તો છે તો છે. એને પ્રગટ પર્યાયમાં ભાસ્યું. ઓહોહો ! આ વસ્તુ મહાપ્રભુ આનંદનું દળ જ્ઞાયકભાવ આખો પ્રગટ છે. પર્યાય જ્યાં આમ વળી એટલે એને પ્રગટ દેખાય છે. આવી વાત છે. એક મધ્યસ્થથી સાંભળે ને, મારગ તો આ છે. આહાહાહા !
વળી તે અચળ છે. એ પર્યાયે જે દ્રવ્યને પકડયું એ દ્રવ્ય અચળ છે. અને ચળાચળતા રહિત છે. જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે એમ કીધું ને? અને તે અચળ છે ત્રિકાળી વસ્તુ ધ્રુવ, ચળાચળ રહિત છે, એ સદા મોજૂદ છે. જગત તેનું આલંબન કરો. જગત એટલે જગતના હે ભવ્ય જીવો, એ ભગવાનનું આલંબન કરો. અરેરે ! ક્યાં વખત મળે નહીં, નિવૃત્તિ મળે નહીં ને આવો અપૂર્વ માર્ગ, આંહીં પરમાત્મા, સંતો એ પરમાત્માની જ વાત કરે છે.
હે જગતના જીવો! ઓલું આવ્યું'તું ને પહેલું “જગત ન પયંતિ” પહેલાં આવ્યું'તું ને રાગથી જગતના જીવો નહીં જોઈ શકે, પણ જ્ઞાનથી જગતના જીવો જોઈ શકશે. સમજાણું કાંઈ ? માથે આવ્યું'તું ને “જગત ન પશ્યતિ” અમૂર્તપણાનો, રાગનો આશ્રય કરીને જગત જીવને નહીં જોઈ શકે, ત્યારે કે જ્ઞાનપણાના લક્ષણે તે જોઈ શકશે, માટે હે જગતના જીવો તેનું આલંબન કરો. લક્ષણની પર્યાયને આલંબન દ્રવ્યનું આપો. પર્યાય ત્યાં થંભી રહી છે, તેને દ્રવ્યનું આલંબન આપો, જેનું લક્ષણ છે તેનું તેને આલંબન આપો. આવી વાતું છે. અને પ્રભુ! જગતના જીવો તેનું જ આલંબન કરો, તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે, ચૈતન્ય પર્યાય દ્વારા અંતરમાં યથાર્થ લક્ષ્ય જાણી શકાય છે. યથાર્થ જીવનું ગ્રહણ થાય છે. જોયું? પર્યાય, જ્ઞાનની પર્યાય દ્વારા અંદર જતાં, એ યથાર્થ જીવનું ગ્રહણ થાય છે. આખો જીવ કેવો છે તે લક્ષણ દ્વારા પકડાઈ જાય છે, ગ્રહણ થાય છે. આહાહાહા!
લ્યો એક શ્લોક થયો, કલાક થયો, ત્રણ મિનિટ બાકી રહી લ્યો. આહાહા ! (શ્રોતાઘૂંટવા જેવો શ્લોક છે)
ભાવાર્થ:- નિશ્ચયથી એટલે ખરેખર રંગ, રાગાદિ, વર્ણાદિ ભાવમાં રાગાદિ ભાવ આવી ગયા, રંગ ને રાગ આવી ગયા, જીવમાં કદી વ્યાપતા નથી, રંગ ને રાગ સંહનન, સંસ્થાન આદિ અને રાગ દ્વેષ પુણ્ય ને પાપના ભાવ એ જીવમાં કદી વ્યાપતા નથી, જીવમાં કદી કાયમ રહેતા નથી. તેથી તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહીં. જીવમાં કદી વ્યાપતા નથી એટલે જીવમાં સદાય રહેતા નથી. માટે તે ખરેખર જીવનાં લક્ષણ છે જ નહીં. વ્યવહારથી તેમને જીવનાં લક્ષણ માનતા પણ અવ્યાતિ નામનો દોષ આવે છે, કારણકે સિદ્ધ જીવોમાં એ ભાવો વ્યવહારથી પણ વ્યાપતા નથી. સિદ્ધ જીવમાં પર્યાયમાં પણ એ રાગ નથી. વ્યવહારથી ય નથી. માટે વર્ણાદિ ને રાગાદિનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી. રંગ અને રાગનો આશ્રય કરવાથી, ભગવાન આત્મા ઓળખી શકાતો નથી.
હવે અમૂર્તિપણું જો કે સર્વ જીવમાં વ્યાપે છે, ઓલું એકમાં નાખ્યું'તું રંગ ને રાગ, હવે ત્રીજું જુદું લીધું. એક અમૂર્તિપણું જો કે સર્વ જીવોમાં વ્યાપે છે તો પણ તેને જીવનું લક્ષણ માનતા