SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ શ્લોક – ૪૨ અતિવ્યાસિ નામનો દોષ આવે, કારણકે આત્મામાં પણ અમૂર્તપણું છે અને ધર્માસ્તિમાં પણ છે. તો અતિવ્યાસિ થઈ ગયું. એ કાંઈ વ્યાજબી, ઉચિત લક્ષણ ન થયું, ધર્મ અધર્મ આકાશ ને કાળ એ ચા૨ દ્રવ્યોમાં અમૂર્તપણું હોવાથી અમૂર્તપણું જીવમાં વ્યાપે છે, તેમજ ચા૨ અજીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે, એ રીતે અતિવ્યાપ્તિ દોષ આવે છે, અતિવ્યાસિ એટલે પોતા સિવાય પણ બીજામાં પણ હોય છે. પહેલામાં અવ્યાપ્તિ એટલે પોતાની દરેક અવસ્થામાં વ્યાપતું નથી, એ અવ્યાસિ છે. અને પોતા સિવાય ૫૨માં પણ છે એને અતિવ્યાસિ કહે છે, માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી... વિશેષ કહેવાશે. (શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ.) પ્રવચન નં.૧૪૨ શ્લોક-૪૨,૪૩,૪૪ તા.૨૧/૧૧/૭૮ મંગળવાર કારતક વદ-૭ શ્રી સમયસાર, ૬૮ ગાથાના કળશ (૪૨) નું છેલ્લું છે. (છેલ્લો પેરેગ્રાફ છે) ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી ( અવ્યાપ્તિદોષથી રહિત છે, ) ત્યાંથી છે. શું કહે છે ? કે આ આત્મા જે છે, એ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ છે. એ રાગ છે, એનાથી આત્મા જાણવામાં આવતો નથી. આત્મા તો ચૈતન્યલક્ષણ છે. એ જ્ઞાનસ્વભાવે છે, જ્ઞાનસ્વભાવની પરિણતિથી એ આત્મા જાણવામાં આવે છે. સૂક્ષ્મ વાત છે. આ દેહ છે જડ, વાણી છે એ પણ જડ છે પણ અંદ૨માં વ્રત-ભક્તિ-પૂજા આદિના ભાવ, એ પણ રાગ છે–જડ છે–અચેતન છે એ પુદ્ગલ છે, એવું કહ્યું છે અહીંયા તો, આ આત્મા તો જ્ઞાનસ્વરૂપી-ચૈતન્યમૂર્તિ પ્રભુ, એ તો જ્ઞાનના લક્ષણથી –જ્ઞાનની પરિણતિથી, લક્ષ દ્રવ્યનું કરે, ત્યારે અનુભવ થાય છે. આવી વાત સૂક્ષ્મ છે પ્રભુ! આ શ૨ી૨ની ક્રિયાથી તો પ્રભુ ભિન્ન છે આત્મા ! પણ એ શુભ-અશુભ ભાવ, હિંસા-જૂઠું ચોરી-વિષયભોગ વાસના પાપ, દયા-દાન- વ્રત-ભક્તિ-પૂજાના ભાવ પુણ્ય, બેય પુદ્ગલ છે, ( એમ ) અહીંયા તો કહે છે. કેમ કે ચૈતન્યની દરેક અવસ્થામાં એ ૨હેતા નથી. આકરી વાત છે ! એ ચૈતન્ય લક્ષણ આવ્યું ને ! ચૈતન્ય લક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી જાણન. જાણન. જાણન. જે જ્ઞાનપર્યાય – જાણન લક્ષણ જે છે, એ લક્ષ દ્રવ્યનું કરે તો ( આત્મા ) અનુભવમાં આવે છે, તો સમ્યગ્દર્શન થાય છે. ધર્મની પહેલી સીડી સમ્યગ્દર્શન, જેને જિનેશ્વ૨દેવ-૫૨મેશ્વ૨ ‘સમકિત’ કહે છે. આ સમ્યગ્દર્શન શી રીતે થાય છે ? કે આ ચૈતન્યલક્ષણથી લક્ષિત આત્માને કરે, અનુભવ કરે તો એને સમકિત થાય છે. વ્રત-તપને ભક્તિ કે પૂજાના ભાવ બધા રાગ છે, એ રાગથી આત્મા પ્રાપ્ત થતો નથી, એનાથી તો બંધ થાય છે. સૂક્ષ્મ વાત છે ભાઈ ! રાગને તો અહીં પુદ્ગલ કહેવામાં આવ્યો છે. ભગવાન કુંદકુંદાચાર્ય, દિગમ્બર સંત તેનો શ્લોક છે તેની ટીકા અમૃતચંદ્રાચાર્યે કરી છે. હજા૨ વર્ષ પહેલાં દિગમ્બર સંત થયા એ એમ જાહે૨ ક૨ે છે કે પ્રભુ ! તું તો આવો છો–જ્ઞાનથી ( જણાય ), જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન એ જ્ઞાન, આત્માની પ્રત્યેક અવસ્થામાં ૨હે છે, એ કા૨ણે જ્ઞાનલક્ષણથી આત્મા અંદરમાં અનુભવમાં આવે છે. આહાહાહા !
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy