SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર સિદ્ધિ ભાગ-૩ જેટલા ભગવાનનું સ્મરણ, વ્રતના, તપના, ભક્તિના, અપવાસના, જાત્રાના ભાવ ( એ ) બધો રાગ છે, બધા પુદ્ગલ છે. આ વાત છે ! એ જીવ નથી. એને ભગવાન આત્મા નથી કહેતા, એને તો પુદ્ગલ કહે છે. શું કરે ? બહુ ફેર ! એ તો ચૈતન્યલક્ષણ દ્વારા–સર્વ જીવોમાં એ લક્ષણ છે, રાગ ને એ કાંઈ એનું લક્ષણ નહીં. એની જાત નહીં, ચૈતન્યની જાત નહીં, રાગ તો કજાત-અજીવ છે. મહાવ્રતના પરિણામ પણ અજીવ-રાગવિકલ્પ અજીવ છે. આ વાત છે! બધો ય વ્યવહાર અજીવ છે !! ભગવાન આત્મા તો રાગથી ભિન્ન, ચૈતન્યજ્ઞાન લક્ષણથી જ્ઞાનની વર્તમાન પરિણતિથી જ્ઞાયક ત્રિકાળી જીવ જાણવામાં આવે છે. આ વાત છે, આકરી જગતને ! અને જીવ સિવાય કોઈ અન્ય દ્રવ્યમાં નહિ વ્યાપતું હોવાથી. આત્મા સિવાય જ્ઞાન બીજા કોઈ દ્રવ્યમાં છે નહીં. આહાહાહા ! ૩૨૮ ( ચૈતન્ય લક્ષણ ) શ૨ી૨માં નથી, વાણીમાં નથી, ધર્માસ્તિ ( કાય ) માં નથી, અધર્માસ્તિ (કાય ) માં નથી, આકાશ ને કાળ અને પુદ્ગલમાં નથી, અને રાગ આદિ ભાવ, એમાં પણ નથી. અહીં આ જીવનો અધિકા૨ પૂર્ણ થાય છે, તો આમાં આ પૂર્ણ શક્તિનું વર્ણન કરે છે. અતિવ્યાપ્તિદોષથી રહિત છે, કેમ કે અન્ય દ્રવ્યોમાં એવું જાનન જાનન જાનન જાનન જે સ્વભાવ એ આત્મા સિવાય બીજા દ્રવ્યોમાં નથી. એ કા૨ણે એ અતિવ્યાપ્તિદોષથી રહિત છે. અને એ (લક્ષણ ) પ્રગટ છે. શું કહે છે ? જ્ઞાન, ત્રિકાળીપ્રભુ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી (જ્ઞાનની ) જ્યોત ! એની પર્યાયમાં જ્ઞાન પ્રગટ છે, એ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે. ચૈતન્ય બ્રહ્મ ! સર્વજ્ઞસ્વરૂપી ! પ્રભુ આત્મા છે. એ એની પર્યાયમાં જ્ઞાનની અવસ્થા પ્રગટ છે. એનું લક્ષણ જ્ઞાનનું, એ જ્ઞાનલક્ષણ પર્યાયમાં પ્રગટ છે. આવી વાતું હવે, ( શ્રોતાઃ– અત્યારે !! ) અત્યારે ત્રિકાળ જ્ઞાનની પર્યાય પ્રગટ છે, રાગ હો તો રાગ ભિન્ન છે. શ૨ી૨ ભિન્ન છે અને રાગને જાણનારી પર્યાય છે એ જ્ઞાનલક્ષણ પ્રગટ છે. આહાહા ! માર્ગ અલૌકિક છે! ‘મુનિવ્રત ધા૨ અનંત બેર ગ્રેવૈયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' – મુનિવ્રત પંચમહાવ્રત નગ્નપણું અનંતવાર લીધું, અઠાવીસ મૂળગુણ જે સાધુના કહેવાય છે એ અનંત વાર લીધા, એ તો રાગ છે, એ ( કાંઈ ) જીવ નથી, એ જીવનું સ્વરૂપ નહીં. ‘મુનિવ્રત ધાર’ અનંત બેર ગ્રેવૈયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો’ – એ પંચમહાવ્રત છે, અઠાવીસ મૂળગુણ એ રાગ છે, આકુળતા છે, દુઃખ છે, પુદ્ગલ છે, દુઃખ છે આકુળતા છે, જડ છે, અજીવ છે. ભગવાન આત્મા, ચૈતન્યલક્ષણથી જે લક્ષિત થાય છે, એવું ક્યારેય કર્યું નહીં. આહા ! એવો દિગમ્બર સાધુ પણ અનંત વાર થયો, નગ્નપણું અનંતવા૨, અઠાવીસ મૂળગુણ અનંત વાર પાળ્યા, એ તો રાગ છે, એ તો અજીવ છે, એ તો પુદ્ગલ છે. ભગવાન આત્મા ચૈતન્યલક્ષણથી લક્ષિત છે એવું ( ધ્યાનમાં–સમજણમાં ) લીધું નહિ ક્યારેય ! જાણન-જાણન જે પર્યાય પ્રગટ છે, આનંદની પર્યાય તો પ્રગટ નથી, આનંદ તો અંદર સ્વભાવમાં શક્તિરૂપ આનંદ છે પણ જ્ઞાનની પર્યાય તો પ્રગટ છે, એમ કહે છે. એ જ્ઞાનની પર્યાય દ્વારા દ્રવ્યનું લક્ષ કરવાથી, દ્રવ્ય પ્રગટ થાય છે- એ કાલે આવી ગયું- કાલે આવી ગયું' તું. સમજાણું કાંઈ. ? આહાહાહા !
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy