________________
શ્લોક – ૪૨
૩૨૯ વ્યક્ત-વ્યક્ત છે ને ! આ ચૈતન્યલક્ષણ પ્રગટ છે અને એમાં જીવના યથાર્થસ્વરૂપને પ્રગટ કર્યું છે. કાલ આવ્યું” તું કાલ. ઝીણી વાત છે પ્રભુ! આ ભગવાન આત્મા, સર્વજ્ઞ પરમેશ્વરે જે કહ્યો, એ અન્યમતિઓમાં નહીં એ જે આત્મા, આત્મા કરે છે એવો આત્મા નહીં. અહીં તો પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ જેને આત્મા કહે છે એવા આત્માની જ્ઞાનની પર્યાય પ્રગટ છે, એ પર્યાય દ્વારા અંદરમાં લક્ષ કરવાથી, આત્મા છે એવું જ્ઞાનમાં પ્રગટ ભિન્ન દેખવામાં આવે છે. આહાહા ! સમજાણું કાંઈ?
પ્રગટ, જે રાગ આદિ પ્રગટ છે પણ એ તો પુદ્ગલ છે જડ છે. અહીંયા તો ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા એની પર્યાયમાં અવસ્થામાં, ચૈતન્યનો અંશ વ્યક્ત-પ્રગટ છે. એ ચૈતન્યનો અંશ જે પ્રગટ છે એના દ્વારા અંતરદ્રવ્યમાં લક્ષ કરવાથી, ત્રિકાળીજ્ઞાયક ભાવનું લક્ષ કરવાથી, જે પર્યાય પ્રગટ છે, એના દ્વારા લક્ષ કરવાથી, અંતરમાં વસ્તુ પ્રગટ થાય છે. જ્ઞાનની પર્યાયમાં શક્તિરૂપ ગુપ્ત ભગવાન છે, એ જ્ઞાનમાં પ્રગટ દેખાય છે. આવી વાત છે. આવો વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ ! અપૂર્વમાર્ગ છે આવો (માર્ગ) ક્યાંય, કોઈ પંથમાં, કોઈ માર્ગમાં, આ માર્ગ છે નહીં. આહાહાહા !
સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર સર્વજ્ઞને વીતરાગ દશા પૂર્ણ થઈ તો એ (દશા) આવી ક્યાંથી ? અંતરમાં સર્વજ્ઞસ્વભાવ ને વિતરાગસ્વભાવ ભર્યો છે એમાંથી એ પર્યાય આવે છે! કોઈ રાગની ક્રિયા મહાવ્રતની, દયા-દાનની–અપવાસ કરવા દેવ ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધા કરવી એ બધા (ભાવ) તો રાગ છે, એ રાગમાંથી સર્વજ્ઞપણું ને વીતરાગતા થતા નથી. આહાહાહા ! આવી વાત છે. ઉગમણો આથમણો ફેર છે.
એ રાગમાંથી, વીતરાગતા નથી આવતી અને રાગમાંથી, સર્વશપણું નથી આવતું સર્વજ્ઞ, એકસમયની પર્યાયમાંથી સર્વજ્ઞપણું નથી આવતું. એ સર્વજ્ઞપર્યાય જે વર્તમાન અવસ્થા પ્રગટ જે જ્ઞાન લક્ષણ છે, એ ત્રિકાળીજ્ઞાયકને પકડે ધ્રુવને, ત્યારે એમાં સર્વજ્ઞસ્વભાવ છે ને વીતરાગ સ્વભાવથી ભરપૂર ભગવાન છે. ત્યારે એની દૃષ્ટિ જ્યારે થઈ કે હું તો જ્ઞાયક છું-ચિદાનંદ શુદ્ધ પૂર્ણ છું પર્યાય એમ પ્રતીત કરે છે. વર્તમાન જ્ઞાનની પર્યાય, એમ પ્રતીત કરે છે કે હું તો પૂર્ણ-શુદ્ધઅખંડ આનંદકંદ છું. ત્યારે એ પર્યાયમાં શક્તિરૂપ ગુપ્ત ભગવાન હતો, પર્યાયની અપેક્ષાથી ગુપ્ત હતો, એ પર્યાયની દૃષ્ટિ ત્યાં ગઈ તો ગુપ્ત હતો તે પ્રગટ થઈ ગયો. આવી વાતું છે બાપુ ! બહુ આકરી વાત છે. આહાહા ! આ તો ભાષા તો સાદી પણ હવે ભાષા, ભાષાથી નીકળે ! આવું સ્વરૂપ, ભગવાન જિનેશ્વરદેવ એમ ફરમાવે છે એ આ સંતો, દિગમ્બર સંતો- કેવળજ્ઞાનના કેડાયતો, આહાહા ! એ માર્ગને પ્રસિદ્ધ-પ્રગટ કરે છે.
આ આંહી સુધી આવ્યું છે કે એટલા માટે એનું જ ગ્રહણને આશ્રય, કરવાથી. કોનું? કે જાણન લક્ષણ જે પ્રગટ છે, એને ગ્રહણ કરવાથી અથવા એને અંતરમાં (સ્વસમ્મુખ) લઈ જવાથી–આંહી તો પ્રગટ છે એને ગ્રહણ કરવાથી, ઓલા રાગને ગ્રહણ ન કરવો, સમજાણું કાંઈ ?
રાગને અને નિમિત્તને ગ્રહણ કરવો નહીં, જે જ્ઞાનપર્યાય પ્રગટ લક્ષણ છે, એનાથી ગ્રહણ કરીને, જીવના (યથાર્થ) સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. કેટલું? એ જયચંદ પંડિત ! શું કહે છે કે રાગને એ નિમિત્તોને ગ્રહણ કરવાથી એ લક્ષણ આત્માના છે નહીં, એનાથી આત્મા પ્રાપ્ત નથી