________________
૩૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩ થતો. એ તો જડ છે. આહાહા ! પણ ભગવાન આત્માનું પ્રગટ લક્ષણ જાણન જે પર્યાયમાં પ્રગટ વ્યક્ત છે. એ દ્વા૨ા અંદર વ્યક્તને પકડવાથી, એનો અર્થ આ છે કે એ ત૨ફનો ઝૂકાવ કરવાથી, જ્ઞાનની પર્યાયને પકડવાથી એટલે ? રાગને પકડવાનું છોડીને, જ્ઞાનની પર્યાયને પકડી તો તત્કાલ અંદરમાં ગયો ! આહાહા ! ઝીણી વાતું બહુ બાપુ ! આહાહાહા !
એનું જ ગ્રહણ એટલે શું ? ચૈતન્યલક્ષણ, ચૈતન્યલક્ષણનું ગ્રહણ ક૨વાથી એમ કહ્યું છે. પર્યાય કાયમ છે ને ! કાયમ, ચૈતન્ય ચૈતન્ય.... ચૈતન્ય પર્યાય, જ્ઞાનની પર્યાય તો કાયમ અનાદિ છે ને અનંત છે. પણ એ પર્યાયને ગ્રહણ કરવાથી, રાગને નહીં, અતિવ્યાપ્તિ અમૂર્તને નહીં. આહાહાહા!
રાગ અવ્યાપ્તિ છે. અમૂર્તપણું અતિવ્યાપ્તિ છે અને ચૈતન્યલક્ષણ યથાર્થવસ્તુ વ્યાપ્તિ છે. અરે, પ્રભુ માર્ગ બહુ–સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે ! અને એ સમ્યગ્દર્શન વિના બધું થોથા છે- એ વ્રતને તપને ભક્તિને સાધુપણા બધી ક્રિયા બધું સંસાર ખાતે છે. આંહી ૫૨માત્મા તીર્થંકરદેવે કહ્યું ( જે ) એ દિગમ્બર સંતો-મુનિઓ જગતને વાસ્તે કહે છે.
પ્રભુ ! એકવાર સાંભળ તો સહી–ખરો, તો તું છે, તારામાં દરેક અવસ્થામાં વ્યાપ્ત હોય તો તે જ્ઞાન છે, રાગ દરેક અવસ્થામાં વ્યાપ્ત નથી, માટે એ તારું સ્વરૂપ, લક્ષણ નથી. તારો જ્ઞાન પર્યાય છે એ તો દરેક અવસ્થામાં વ્યાપ્ત છે, તે કારણે જ્ઞાનની પર્યાયને ( આત્માનું ) લક્ષણ કહે છે. અને એને ગ્રહણ કરવાથી/રાગને નહીં, નિમિત્તને નહીં, જ્ઞાનની પર્યાયને ગ્રહણ કરવાથી દૃષ્ટિ ત્યાં જાય છે, આવી વાત છે ભાઈ, સાંભળવી કઠણ પડે, લોકો કંઈકને કંઈક માનીને બેઠા બહારથી. આહાહાહા!
એટલા માટે એનો જ આશ્રય ગ્રહણ કરવાથી એટલે કે જ્ઞાનલક્ષણને લક્ષમાં લેવાથી અને એનાથી લક્ષ્ય જે દ્રવ્ય, એનું યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. સમજાણું કાંઈ ? કેટલી સરસ ભાષા છે, સાદી ! કહે છે કે શરીરની ક્રિયાનું લક્ષ છોડી દે એ તો જડ છે, આ હલન-ચલન એ તો જડની ક્રિયા છે, અંદરમાં દયા-દાન-વ્રત-ભક્તિ-કામ-ક્રોધના ભાવ થાય છે એ પણ પુદ્ગલ છે જડ છે, તારામાં જે જ્ઞાનની પર્યાય જે લક્ષણ પ્રગટ છે એ ચૈતન્યસ્વભાવનું લક્ષણ છે, તો એ લક્ષણને તું ગહણ કરીને અંદરમાં જા. તો તારો સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા ચૈતન્યના લક્ષણથી ઈ વસ્તુ વ્યાપ્ત થઈ જાય છે, એટલે પ્રગટ થાય છે. આવી વાત ક્યાં ? વીતરાગ.... વીતરાગ વીતરાગ... આહાહાહા !
બીજી ભાષાથી કહીએ તો એ ચૈતન્ય લક્ષણ જે પર્યાય છે, એ રાગવાળી નહીં એ વિકા૨વાળી નહીં, છે તો પર્યાય ભલે, પણ વિકાર નહીં, એવી નિર્વિકારી ચૈતન્ય પર્યાયથી, પર્યાય આત્માનું કાયમી લક્ષણ હોવાથી, એને ગ્રહણ કરવાથી, જીવની પ્રાપ્તિ થાય છે. કહો દેવીલાલજી ? આવી વાતું છે બાપુ. આ વસ્તુ સાંભળવા મળે તેમ નથી બીજે કયાંય. જુઓ જયચંદપંડિતે.... ( શ્રોતાઃ- અત્યારે તો માનસિક જ્ઞાન છે) માનસિક જ્ઞાન પર્યાય/જ્ઞાનની પર્યાય છે એ તો જ્ઞાનના ગુણની પર્યાય છે, ચિંતા-વિકલ્પ એ તો આત્મામાં નહીં, એ તો આત્માથી દૂર કરી દીધા. અહીં તો જ્ઞાનની જે પર્યાય છે એ, એ ચૈતન્યદ્રવ્યનું લક્ષણ છે. કેમ કે ત્રિકાળ–કાયમ જ્ઞાનની પર્યાય –પર્યાયજ્ઞાન રહે છે રાગ એનું લક્ષણ નથી. દયા-દાન-વ્રત