________________
શ્લોક – ૪૨
૩૩૧ ભક્તિ- રાગ, એ તો બંધના કારણ છે. રાગ પુદ્ગલ છે, અરરરરર! એને છોડીને, જ્ઞાન જે પ્રગટ છે, ભલે પર્યાય છે પણ છે તો જ્ઞાન, આ જ્ઞાન-જ્ઞાનની પ્રગટ પર્યાયને અરે, એને ગ્રહણ કરવાથી એ કે દિ' ગ્રહણ (કરી છે) એણે ક્યારેય ( આ કર્યું નથી), અનાદિથી રાગની ક્રિયા -દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા રાગ છે. – આ કરો, મંદિર બનાવો, આ બનાવો તે બનાવો, એ તો ધૂળ છે પર છે. આહાહા ! સમજાણું કાંઈ?
જયચંદ પંડિતે પણ અંદર આચાર્યે જે ગાથામાં કહ્યું'તું વ્યાપ્ત છે ને ! “વ્યક્ત' (લક્ષણ) એને જીવનું કહેવું (કહીને) યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે. છે ને અંદર? કળશમાં, કાલ આવ્યું હતું, આ યોગ્ય, એ ( લક્ષણ) પ્રગટ છે. ચૈતન્ય, તત્ત્વનું જીવનું લક્ષણ કહ્યું એ યોગ્ય છે. યોગ્ય છે એટલે પ્રગટ છે. બે આવ્યા શ્લોક, છે? ૪૨ શ્લોક.
ચૈતન્યતત્ત્વને જીવનું લક્ષણ કહ્યું છે. એ યોગ્ય છે. સમુચિત-સમ્યક્ બરાબર છે અને એ ચૈતન્યલક્ષણ પ્રગટ છે. આ ૪૨, ૪૨ કળશ નીચે છે, નીચેની ત્રણ લીટી એ કળશમાં છે, એને અહીંયા પ્રગટ કરે છે. છે?
અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ દુષણથી રહિત, ચૈતન્યતત્ત્વને જીવનું લક્ષણ કહ્યું, એ યોગ્ય છે. -વ્યાજબી છે, કેમ કે એ ચૈતન્યલક્ષણ પ્રગટ છે પર્યાયમાં એક વાત, અને “યુનિતનીવતન્મય” અને એ લક્ષણથી જીવતત્ત્વ જે છે એ પ્રગટ થાય છે ખ્યાલમાં પ્રગટ વસ્તુ છે (એમ) ખ્યાલમાં આવે છે. છે કે નહીં?
બેતાલીસ કળશની છેલ્લી ત્રણ લીટી–આખિરની ત્રણ લીટી (છે) કાલે (સ્પષ્ટીકરણ) આવી ગયું'તું. બહુ વિસ્તારથી આજે (પાછો ) એનો આ વિસ્તાર છે, કાલ આવ્યું હતું એનો જ આ વિસ્તાર છે. (શ્રોતા - લક્ષ્યને પકડે તો લક્ષણ કહેવાયને) પણ ત્યારે પકડે, લક્ષણને પકડે, તો લક્ષ્યમાં જાય જેનું લક્ષણ છે એને પકડે તો લક્ષ્યમાં જાય ! આ રાગને તો પકડ્યો છે અનાદિથી, કહે છે. એવા રાગ-પંચમહાવ્રતના પણ અનંતવાર લીધા છે. અનંત વાર મુનિ નગ્ન (થયો) અનંત વાર થયો છે અને પંચમહાવ્રતની ક્રિયા, પ્રાણ જાય તો પણ એના માટે કરેલો આહાર ન લ્ય! ચોકો કરીને (બનાવે ) એ તો ન લ્ય!! એવી ક્રિયા રાગની તો એણે અનંતવાર કરી (છે.) સમજાણું કાંઈ? આહાહાહા!
આ તો ચોકા કરે છે ને (આહાર) લે છે, એ તો વ્યવહારેય નથી સાચો, તો એવી રાગની ક્રિયા, એના માટે પાણીનું બિંદુ બનાવ્યું હોય તો ત્યે નહીં, એવી એવી રાગની ક્રિયા એણે અનંત વાર કરી, પણ અંદર ચૈતન્યલક્ષણથી લક્ષિત, ચૈતન્ય એ લક્ષણ ચેતનનું છે. એ રાગ, એનું લક્ષણ નથી. આવું ચૈતન્ય લક્ષણ (જે) છે એને ગ્રહણ કરીને, ચૈતન્યનું ગ્રહણ કરવું તે વસ્તુનું સ્વરૂપ છે. (શ્રોતા:- પહેલા લક્ષણ ગ્રહણ કરવું?) હા, રાગથી ભિન્ન ચૈતન્ય લક્ષણ પકડે તો એ લક્ષણ દ્રવ્યનું છે. તો ત્યાં દૃષ્ટિ જાય. અરે વાતું આવી વીતરાગ માર્ગમાં બાપા! આહાહાહા!
જિનેશ્વર ત્રિલોકનાથ (તીર્થંકરદેવ) એમ ફરમાવે છે, એ સંતો ફરમાવે છે-દિગમ્બર સંતો! (શ્રોતા:- સાચું લક્ષણ તો અનુભવ થાય ત્યારે કહેવાયને) ઈ લક્ષણ પ્રગટયું ત્યારે અંદરમાં ગયો, ત્યારે અનુભવ થયો એને ! તેથી કહ્યું ને, એનો ખુલાસો કર્યો છે. જે ચૈતન્યલક્ષણ છે તે વ્યાજબી છે પર્યાયમાં લક્ષણ છે, એ વ્યાજબી છે, એમ કહેવું છે ને અહીં ! અને તે