________________
૩૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ચૈતન્યલક્ષણ પ્રગટ છે. ચૈતન્યલક્ષણ જે જાણન પર્યાય છે તે પ્રગટ છે. અને તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે. - કાલ તો વાત ઘણી આવી ગઈ હતી. આહાહા!
ભગવાન આત્મા, એની ચૈતન્ય પર્યાય જે જાણન. જાણન. જાણન, એ તો ત્રણેય કાળમાં જાણન પર્યાય રહે છે, માટે એનું લક્ષણ આ છે. રાગ એનું લક્ષણ નથી, શરીરની ક્રિયા એનું લક્ષણ નહીં, એ તો પુગલના લક્ષણ છે. અને આ ચૈતન્યલક્ષણ, રાગથી ભિન્ન, સૂક્ષ્મપર્યાય પકડવી ઈ કાંઈ સાધારણ વાત છે!? આહાહાહા !
ઇન્દ્રિયોના વિષય બંધ થઈ જાય અને રાગ તરફનું લક્ષ છૂટી જાય ! એ શું, શું છે? એ ચૈતન્યલક્ષણ જે પર્યાયમાં છે ત્યાં લક્ષ થઈ જાય, દૃષ્ટિ ત્યાં ગ્રહણ કરી લ્ય, તો એનાથી ચૈતન્ય પ્રગટ થાય છે. જેનું લક્ષણ છે, એ લક્ષણને પ્રગટ કરવાથી– લક્ષણ જેનું છે એવું લક્ષ્ય પ્રગટ થઈ જાય છે. વાત તો એવી છે. પ્રભુ! આ વાત દિગમ્બર સંતો સિવાય ક્યાંય છે નહીં, ક્યાંય વાત આ છે નહીં. આહાહાહા !
લક્ષણ પ્રગટયું ત્યારે એ લક્ષ્યમાં ગયું અંદરમાં, (કેમ કે ) જેનું લક્ષણ છે એનું લક્ષણ પ્રગટયું ત્યારે એનામાં ગયું. (શ્રોતાઃ- બેયનો કાળ એકજ છે?) અંદરમાં સમય એક જ છે પણ ભાષામાં તો કેમ કહેવું? (ભાષામાં તો ભેદ પડે !) આ..આ... આ...ચેતન્ય છે રાગ નહીં નિર્મળપર્યાય હો. એમ લક્ષ ગયું તો ત્યાં એ લક્ષમાં દ્રવ્ય આવી ગયું, લક્ષમાં આવી વાતું છે. આહાહા! શું શ્લોક ! શું શ્લોક !(અલોકિક!)
એ શ્વેતાંબરના ૪૫ સૂત્ર વાંચે-કરોડો શ્લોકો વાંચે પણ આ વાત એમાં નહિ નીકળે. અમે તો બધા જોયા છે ને ! કરોડો શ્લોકો જોયા છે શ્વેતાંબરના, આ ચીજ ! આ ચીજ !(એમાં નથી) (શ્રોતા – શ્વેતાંબરના કરોડો શ્લોકોમાં રાગ પુદ્ગલ એમ ન આવ્યું) શું? એ અહીં આવ્યું ને પુદ્ગલ એમાં ક્યાંય કાંઈ આવ્યું નથી, એ તો શુભયોગથી કલ્યાણે ય થાય અને બંધ થાયબેય (વાત) આવે છે. એ પછી આનંદઘનજીએ થોડુ પકડયું છે પણ એ બધું પછી, મૂળ ચીજને. ઝીણી વાત છે બાપુ! આનંદઘનજીએ સૂત્રને ટીકાને માન્ય રાખી છે, એવી વાત છે. (શ્રોતા:શ્વેતાંબરપણું કાયમ રાખ્યું છે?) કાયમ રાખ્યું છે! ઝીણી વાત છે પ્રભુ!
એ શ્વેતાંબર મત છે તે ગ્રહિત મિથ્યાત્વથી ઉત્પન્ન થયેલો છે. દિગમ્બરમાંથી બે હજાર વરસ પહેલાં નીકળ્યો, દુકાળ-બારવરસનો દુકાળ પડ્યો. તો એ સ્વભાવથી ભ્રષ્ટ બનીને, નવાં શાસ્ત્રો બનાવ્યાં. એમાંથી આ બધું લઈ લીધું આ વાત એમાં નહીં. હવે કોઈ (કોઈ) અત્યારે કહે છે જરી, બીજાનું સાંભળીને, અહીંયાનું દિગમ્બરનું સાંભળીને, પણ આ ચીજ ન્યાં છે નહીં, ત્યાં તો વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે, વ્યવહાર પણ સાધનને મોક્ષનો માર્ગ છે, એમ કહે છે. આંહી સંપ્રદાયમાં એમ કહે છે અત્યારે, દિગમ્બર સંપ્રદાય પણ એ શ્વેતાંબરની જાત થઈ ગયો છે. વ્રત-તપ-ભક્તિ-પૂજા ખૂબ કરો, (એ) સાધન, એનાથી ધર્મ થશે. સાધ્ય-નિશ્ચય (એનાથી) થશે. બિલકુલ જૂઠ છે. કેમ કે એ તો બધા (ભાવોને) પુગલ કહ્યાને! અહીં તો (કહ્યું કે) પુદગલના (ભાવો) છે, ભગવાન કુંદકુંદાચાર્યે (કહ્યું છે.) આહાહાહા!
એ ( દિગમ્બર સંત!) કુંદકુંદાચાર્ય, બે હજાર વરસ પહેલાં થયા (સંવત-૪૯માં) એ ભગવાન (સીમંધરસ્વામી) પાસે ગયા હતા, સીમંધર પ્રભુ ( બિરાજે છે) ત્યાં, આઠ દિવસ