SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક – ૪૩ ૩૩૩ (ત્યાં) રહ્યાં અને (ત્યાંથી આવીને) આ બનાવ્યા શાસ્ત્ર! ઓહોહો ! રાગ એનું લક્ષણ નથી, કેમ કે દરેક અવસ્થામાં રાગભાવ રહેતો નથી. (અને ) શરીર આદિ જડ એનું લક્ષણ નથી, કેમ કે ( જીવની) દરેક અવસ્થામાં શરીર રહેતું નથી. એ કહ્યુંને ૫૦ થી ૫૫ ગાથામાં કે રંગ, રાગથી ભિન્ન ભેદથી ભિન્ન રંગ નામ ગંધ રસ સ્પર્શ, સંહનન, સંસ્થાન એનાથી ભિન્ન, પણ રાગથી ભિન્ન અને રંગ રાગથી ભિન્નને ભેદથી અને રંગ, રાગથી ભિન્નને ભેદથી ભિન્ન! ભગવાને ૫૦ થી ૫૫ ગાથામાં એમ કહ્યું, કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત, જગતને જાહેર કરે છે, પરમાત્માનું આ ફરમાન છે, ભાઈ ! તારું લક્ષ જે રાગને નિમિત્ત ઉપર છે એ કાંઈ ચૈતન્યનું લક્ષણ નથી, ત્યાંથી એ લક્ષ છોડી દે! જાણક. જાણક. જાણક. જાણક. જાણક જે દશા એ ચૈતન્ય વસ્તુનું લક્ષણ છે. તો એને પકડ ગ્રહણ કર, અને એનાથી ચૈતન્ય (તત્ત્વ) પ્રગટ થઈ જાય છે. જેનું લક્ષણ છે, લક્ષણને પકડયું તો ચૈતન્ય પ્રગટ થઈ જાય છે. ત્યાં (લક્ષણમાં) લક્ષ કરીને એમ કહે છે. આવી વાત છે બાપુ શું થાય ઝઘડા અત્યારે તો ઉભા એટલા થયા છે- કોઈ કહે આ એકાંત છે- ફલાણું છે. વ્યવહારથી પણ થાય છે એમ માનતા નથી!! પણ વ્યવહાર પુદ્ગલ છે ક્યાંથી માનીએ ! સાંભળ તો ખરો ! આંહી તો ભગવાન કુંદકુંદાચાર્ય, વ્યવહાર-ક્રિયાકાંડને પુદ્ગલ કહ્યા !તારા છ છ મહિનાના અપવાસ કર્યા હોય, તે તો રાગની ક્રિયા છે એ ક્યાં આત્મા છે. લાખ-કરોડ સખેદશિખરની યાત્રા કરે ને ગિરનારની અને એ તો શુભરાગ છે. પરલક્ષી (ભાવ) એ તો રાગ છે. એ કોઈ ચૈતન્ય વસ્તુ નહીં. હવે, “જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તો પણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે?' –એમ આચાર્ય આશ્ચર્ય તથા ખેદ બતાવે છે - શ્લોક - ૪૩ ) [વસન્તતિનવI] जीवादजीवमिति लक्षणतो विभिन्नं ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्। अज्ञानिनो निरवधिप्रविजृम्मितोऽयं मोहस्तु तत्कथमहो बत नानटीति।।४३।। શ્લોકાર્થ:-[ રૂતિ નક્ષણતઃ] આમ પૂર્વોક્ત જુદાં લક્ષણને લીધે [ નીવાત ગળીવન વિમિન] જીવથી અજીવ ભિન્ન છે [સ્વયમ ઉન્નત્તમ]તેને (અજીવને) તેની મેળે જ (-સ્વતંત્રપણે, જીવથી ભિન્નપણે) વિલસતું-પરિણમતું [ જ્ઞાની નન:] જ્ઞાની પુરુષ [અનુમતિ] અનુભવે છે, [તત્] તો પણ [જ્ઞાનિનઃ] અજ્ઞાનીને [ નિરવધિવિનમિત: મયં મોદ: તુ] અમર્યાદપણે ફેલાયેલો આ મોહ (અર્થાત્ સ્વપરના એકપણાની ભ્રાન્તિ) [ 5થમ નાનીતિ] કેમ નાચે છે -[ષદો વત] એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે!૪૩.
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy