________________
૩૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩
શ્લોક - ૪૩ ઉપર પ્રવચન હવે જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તો પણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે? શું કહે છે હવે? કે આ ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ જ્ઞાનાનંદસ્વરૂપ, એની પર્યાયમાં ચૈતન્યલક્ષણ તો પ્રગટ છે, છતાં અજ્ઞાની કેમ એને નથી જાણતો? અને રાગને પુણ્યની ક્રિયાને –દયા, દાન, વ્રતાદિને ધર્મ માને છે, શું થયું તારું અજ્ઞાન? આવી વાતું પ્રભુ! આ પ્રકારે આચાર્યદેવ આશ્ચર્ય અને ખેદ પ્રગટ કરે છે– ૪૩ છે ને! શ્લોક ૪૩ છે.
जीवादजीवमिति लक्षणतो विभिन्नं ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्। अज्ञानिनो निरवधिप्रविजृम्मितोऽयं
मोहस्तु तत्कथमहो बत नानटीति।।४३।। શ્લોકાર્થ:- (તિ નWત:) એ પૂર્વોક્ત, જીવ ભિન્ન લક્ષણના કારણે શું કીધું? રાગ નહીં, પુણ્ય પાપના ભાવ નહીં, શરીર, વાણી, રંગ નહીં–રંગને રાગથી ભિન્ન ભગવાન એવા ભિન્ન લક્ષણથી, કારણ કે ભગવાનનું ચૈતન્યપ્રભુ તો જાનન ચૈતન્ય લક્ષણ છે. એ લક્ષણને કારણે નીવાત શનીવમ્ વિભિન્ન' – જીવથી અજીવ ભિન્ન છે. ચૈતન્યલક્ષણથી લક્ષિત પ્રભુ, એ કારણે જીવને અજીવ ભિન્ન છે. આહાહા
તેથી અજીવને તેની મેળે જ –સ્વતંત્રપણે, જીવથી ભિન્નપણે વિલસિત થતું –શું કહે છે? પોતાની મેળે જ (સ્વતંત્રપણે ) જીવથી ભિન્નપણે ( વિલસતું-પરિણમતું) ધર્મી જીવને પોતાના જ્ઞાનલક્ષણથી લક્ષિત અનુભવ કરવાથી અજીવ -રાગાદિ તો ભિન્ન થઈ જાય છે, ભિન્ન જ (એ) રહે છે. સમજાણું કાંઈ? ઝીણી વાત ભાઈ ! અનંત કાળથી કોઈ એક સેકન્ડ ધર્મ કર્યો નથી ક્યારેય ! એ ચીજ કોઈ અલૌકિક હશે ને! અને એનું ફળ પણ અલૌકિક છે ને!
એ પૂર્વોક્ત જુદાં લક્ષણથી “તિ નક્ષતિ:' કહ્યું ને ! રાગને પરના લક્ષણથી ભિન્ન લક્ષણને કારણે (લક્ષણને લીધેજીવથી અજીવ ભિન્ન છે. - ભગવાન જ્ઞાન લક્ષણથી લક્ષિત છે, તો અજીવ, અજીવ રાગાદિ એ ભિન્ન છે. “સ્વયં સર્જાસત્તન' તેને-અજીવને તેની મેળેજ -અપને આપ જ રાગાદિ –અપને આપ (પોતાની મેળે જ સ્વતંત્ર) જીવથી ભિન્ન-આહા ! રાગ, દયા, દાન, વ્રતના વિકલ્પ છે એ જ્ઞાનીને સ્વયં ભિન્ન ભાસે છે. પોતાના જ્ઞાનલક્ષણથી અનુભવ કરવાથી એ રાગાદિ લક્ષણ ભિન્ન રહે છે, આત્મામાં આવતા નથી. સ્વતંત્રપણે જીવથી ભિન્ન વિલસિત-( પરિણમતા) થકા ભિન્ન પરિમિત થાય છે, જ્ઞાનીજન ( ભિન્નપણે) અનુભવ કરે છે. સમજાણું કાંઈ ? જીવથી અજીવનો ભિન્ન (પણે) અનુભવ કરે છે. ચૈતન્ય લક્ષણથી લક્ષિત ભગવાનનો અનુભવ કરવાથી, રાગાદિ ક્રિયાઓને ભિન્ન જાણે છે. “જાણેલો પ્રયોજનવાન” – એ આવ્યું, એ શૈલી લીધી છે. ભિન્ન જાણે છે, એ શૈલી લીધી છે.
ચૈતન્ય લક્ષણ, એ બીજાં (જે લક્ષણો) અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ લક્ષણોથી ભિન્ન, એ ચૈતન્ય લક્ષણથી ભગવાન જાણવામાં આવ્યો, તો ધર્મીજીવને ચૈતન્યલક્ષણથી આત્માનો અનુભવ