________________
શ્લોક – ૪૩
૩૩૫ થવાથી, અજીવના ભાવને ભિન્ન અનુભવે છે. એ પોતાના અનુભવમાં આવતા નથી. બીજી રીતે કહીએ તો.. ચૈતન્ય લક્ષણે લક્ષિત ભગવાનનો અનુભવ કરવાથી, જે રાગ બાકી છે, એ ભિન્ન અનુભવમાં નામ જુદાપણે-ભિન્ન જાણવામાં આવે છે. “જાણેલો પ્રયોજનવાન” જે બારમી ગાથામાં કહ્યું (છે.) સમજાણું કાંઈ ? ભિન્ન જ્ઞાન-એનું ભિન્ન જ્ઞાન થાય છે. આવી વાતું આકરી ભારે, પરમ સત્ય તો આ છે ભાઈ ! આહાહાહા !
હવે, જ્ઞાનીજન અનુભવ કરે છે તો પણ અરેરે ! એવું હોવા છતાં પણ-જ્ઞાનના લક્ષણથી અંતર અનુભવ આત્માનો હોવા છતાં પણ, જ્ઞાનીને રાગ સ્વતંત્રપણે એનાં કારણે ત્યાં ઉત્પન્ન થાય છે, એ (રાગ) પોતાના અનુભવમાં આવતો નથી. એવું વસ્તુનું સ્વરૂપ છે. છતાં અજ્ઞાનીને “નિરવધિપ્રવિકૃમિત: મોદ: તુ” અમર્યાદપણે ફેલાયેલો મોહ અરે, રાગમાં મારી ચીજ છે ને રાગથી લાભ થયો, એવી એકત્વબુદ્ધિ મિથ્યાત્વની કેમ નાચે છે એમાં? એમ કહ્યું ને નિરવધિ' – અરરે ! મોહ મારો છે ને રાગથી લાભ (થાય છે) નિરવધિ-મર્યાદારહિત મોહ છે મહામિથ્યાત્વ મોહ છે, એમ કહે છે. આહાહાહા !
એ અમર્યાદરૂપથી ફેલાયેલો મોહ, સ્વ-પરની એકત્વબુદ્ધિ ભ્રાંતિ, (કેમ નાચે છે) ચૈતન્યલક્ષણથી લક્ષિત અનુભવમાં આવવાવાળો, અજ્ઞાનીને અજીવ ભિન્ન રહે છે તો પણ અજ્ઞાનીને અજીવ અને આત્માના છે રાગ, આત્માનો છે રાગ, એવી ભ્રાંતિ મર્યાદારહિત મિથ્યાત્વ કેમ ઉત્પન્ન થાય છે? કથનમાત્રથી –કેમ નાચે છે કેમ મોહ થાય છે. પણ અહીં તો કહે ઈ નાચે છે કેમ કે અજ્ઞાની નાચી કેમ રહ્યાં છે મિથ્યાત્વમાં એકત્વબુદ્ધિ છે ને ! ભગવાને કહ્યું મહાઆશ્ચર્ય ને ખેદ (અમને છે.) પછી કહે છે કે એ તો નાચે છે તો નાચો પુદ્ગલ, જીવને (એમાં) શું છે? પણ અહીં તો પહેલાં અજ્ઞાની રાગથી એકત્વ માને છે તો મિથ્યાત્વથી નાચે છે! આહાહાહા !
રાગ તો જ્ઞાનીઓને પણ આવે છે, પણ એ રાગ પર તરીકે જાણવામાં આવે છે પોતાનો છે એમ નહીં. સ્વપરની ભ્રાંતિ એકત્વ (બુદ્ધિની) કેમ નાચે છે? એ અમને મહા આશ્ચર્ય છે, કેમ કે ચૈતન્યલક્ષણથી લક્ષ્ય પ્રત્યક્ષ પ્રગટ , એને છોડીને રાગની એકતા બુદ્ધિમાં મોહ કેમ નાચે છે? કેમ પરિણમે છે? આહાહાહા !
ઓહો! આશ્ચર્ય છે અને ખેદ છે. મુનિ છે ને જરી રાગ છે. તો ખેદ છે. હવે આ (અજ્ઞાની) શું કરે છે? ભગવાન અંદર ચૈતન્યલક્ષણે લક્ષિત બિરાજમાન, અને એને છોડીને આ રાગ-દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ એ મારો છે, એનાથી મને લાભ થશે, એમ માનીને) નાચે છે (પરિણમે છે) આ મિથ્યાત્વ કેમ નાચે છે? આશ્ચર્ય! આવી વાત છે.
જ્યારે જ્ઞાની ચૈતન્યલક્ષણનું (લક્ષ કરીને) ચૈતન્યલક્ષણે (આત્માને) અનુભવે છે, તો અજીવ ભિન્ન રહી જાય છે. તો આ અજ્ઞાની અજીવને એક માનીને મોહમાં કેમ નાચે છે? પોતાના ચૈતન્યલક્ષણથી લક્ષિત આત્માને કેમ ભૂલી જાય છે? આ તો મોટો સિદ્ધાંત છે- સિદ્ધ થયેલો સિદ્ધાંત-સિદ્ધાંત છે. જેમાં સિદ્ધપદની પ્રાપ્તિ હો એ સિદ્ધાંત છે સમજાણું કાંઈ? આનાથી સિદ્ધાંત એવો સિદ્ધ થાય છે કે, સિદ્ધપદની પ્રાપ્તિ હો, સંસારની પ્રાપ્તિ હો ( થાય) એ સિદ્ધાંત જ નહીં. આચાર્ય છે, સંત છે દિગમ્બર (સંત !) આનંદના અનુભવની (જેમની)