________________
૩૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ મહોર છાપ પડી છે- અતીન્દ્રિય આનંદ નામ મુનિને સાચા સંત હોય એને તો અતીન્દ્રિય પ્રચુર આનંદ (હોય છે) આનંદની મહોરછાપ (જેમની છે) અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન (વર્તે) છે. આ મુનિને રાગ છે થોડો તો (કહે છે મુનિરાજ કે) અરે, અજ્ઞાનીને કેમ (રાગ નાચે છે) અરે, આવી ચીજ પડી છે, ચૈતન્યલક્ષણથી લક્ષિત ! પ્રગટ ચૈતન્ય થવાવાળી ચીજ છે, એને છોડીને, આ રાગ મારો છે, રામ લક્ષણ જીવનું છે (એમ) માનીને આ કેમ મોહમાં નાચે છે? કહો, અમને આશ્ચર્ય થાય છે! ચૈતન્ય-જ્ઞાન લક્ષણથી લક્ષિત, અનુભવમાં આવવાવાળો આત્મા, ધર્મીને તો એનો અનુભવ હોય છે, સમ્યગ્દષ્ટિને ચોથે ગુણસ્થાને, જ્ઞાનથી આત્મા જાણવામાં આવ્યો ત્યારે અનુભવ આત્માનો થાય છે. રાગનો નહીં, રાગ ભિન્ન છે. આહાહાહા! ચોથા ગુણસ્થાનથી આંહી વાત છે.
અહીં તો મુનિ કહે છે, છક્કે ગુણસ્થાને મુનિ બિરાજે છે, આનંદમાં ઝૂલે છે, તો એમને વિકલ્પ આવ્યો, આ (કળશો) બનાવ્યા, એમાં કહે છે કે અરેરે પ્રભુ! આ તારો (આત્મા) ચૈતન્યલક્ષણથી લક્ષિત પ્રભુ અંદર બિરાજે છે ત્યાં કેમ જતો નથી અને આ રાગ જે તારી કોઈ અવસ્થામાં, એ સકળ અવસ્થામાં વ્યાપ્ત નથી રહેતો, કોઈમાં છે, એવા રાગને પકડીને અજીવનો અનુભવ કેમ કરે છે? આવી વાત છે. આવો ઉપદેશ જ સાંભળવો કઠણ પડે! છે? ઓલું તો એમ સહેલું! અપવાસ કરો, વ્રત કરો, બાર વ્રત લ્યો ! પંચમહાવ્રત લ્યો ! એય સહેલું સટ, છે અજ્ઞાન! આહાહાહા !
આંહી તો પરમાત્માએ કહેલી વાત, સંતો-દિગમ્બર સંતો, આડતિયા થઈને માલ દુનિયાને આપે છે. માલ લેવો હોય તો લ્યો પણ માલ તો આ જ છે. આહાહાહા ! ખેદ છે ને! આંહી બીજે ક્યાંક ખુલાસો કર્યો છે ખેદનો. એમ કે જરી રાગ છે ત્યાં એમ કહ્યું છે. આમાં ખુલાસો નથી. એમ કે મુનિને પણ આમ થાય છે કેમ? બીજે ક્યાંક આવ્યું છે, આવ્યું હતું ખેદ થાય છે કેમ? એ તો છે મુનિ ! આત્મા (ના) આનંદનો અનુભવ (પ્રચુર વર્તે છે) પણ જરી વિકલ્પ છે.
તો. આ શું કરે છે? આહા! પ્રભુ આ રાગનો અનુભવ કરીને, રાગનું વેદન કરીને, (રાગથી) આત્માને લાભ થાય છે એવું કેમ માનો છો? આવા મોહમાં કેમ તમે નાચો છો? દેવીલાલજી? છે? કરૂણા રાગ છે, પણ ત્યાં વિકલ્પ આવ્યો છે ને છદ્મસ્થ છે ને, વીતરાગ સર્વજ્ઞ હોય તો કાંઈ આવે નહીં! આને (સાધક) એવું જાણે છે કે (રાગ) ભિન્ન છે, મારી ચીજ નહીં (છતા) પણ અજ્ઞાની એવું માને? આવો આત્મા ભગવાન અંદર ચિદાનંદ પ્રત્યક્ષ બિરાજે છે અને જેની જ્ઞાનની પર્યાય, પ્રગટ લક્ષણ છે તો એ પ્રગટ લક્ષણના નમૂનાથી અંદર જવાય છે, એવો અનુભવ આ કરતા નથી ને આ એકલા રાગનો અનુભવ કરે છે, આશ્ચર્ય છે! આહા! ભગવાન ત્રિલોકનાથ ચૈતન્ય પ્રભુ બિરાજે છે અંદર, સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાનગંજ! આનંદનો ગંજ ! પ્રભુ પ્રજ્ઞાબ્રહ્મ ! – જ્ઞાન અને આનંદનો પુંજ પ્રભુ આત્મા તો છે. આહા!
એમાં (આત્મામાં) રાગ કેવો? નવતત્ત્વ છે ને ! તેમાં રાગ તો પુણ્ય તત્ત્વ છે. તથા (અશુભરાગ) પાપ તત્ત્વ છે, ભગવાન જ્ઞાયક તત્ત્વ (આત્મા) છે. બીજા તત્ત્વથી, બીજા તત્વમાં મેળવી દે છે તો તત્ત્વ ભિન્ન રહેતા નથી, વ્રત-તપ-ભક્તિ પૂજા આદિ ભાવ એ કોઈ જૈન