________________
શ્લોક – ૪૪
૩૩૭ ધર્મ છે નહીં, એ તો રાગ છે. આહાહાહા ! એ રાગને પોતાનો માનીને, ચૈતન્યના લક્ષણનો અનુભવ કેમ ભૂલી જાય છે તું? સાક્ષાત (પ્રગટ) બિરાજે છે એને ભૂલી જાય છે ને ! આ શું? તારી ચીજમાં નથી, એને પોતાના માનીને તું અનુભવ કરે છે મિથ્યાત્વભાવ છે, આશ્ચર્ય છે! પ્રભુ તારી ચીજ પડી છે ને એને ભૂલીને (રાગને અનુભવે છે) આશ્ચર્ય થાય છે. અહીંયા તો એમ કહે છે. (આહા!) ક્ષણિક વિકૃત અવસ્થાને પોતાની માનીને, ત્રિકાળીને (નિર્મળાનંદને ) ભૂલી જાય છે, આશ્ચર્ય છે! આવી વાતું છે. આ સંતો કહે છે, દિગમ્બર મુનિઓ ભગવાન ત્રણ લોકનો નાથ કહે છે તે સંતો કહે છે. અહો બત અહો નામ આશ્ચર્ય અને બત નામ ખેદ! “અહો બત” – અહોઆશ્ચર્ય (ને) બત-ખેદ, આ બે શબ્દો! (કળશ-૨૨૨ માં ખેદનું આવ્યું છે) બસો બાવીસમાં છે ઠીક! ખ્યાલમાં છે ને! આંહી એ (ખેદ શબ્દનો) ખુલાસો નથી કર્યો, ત્યાં એ ખુલાસો કર્યો છે.
વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે ને કહે છે “જો મોહ નાચે છે તો નાચો'! અમે તો આત્મા આનંદસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ છે. કેટલામું આવ્યું? ૪૪
વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે “જો મોહ નાચે છે તો નાચો ! તોપણ આમ જ છે’ :
( શ્લોક - ૪૪ )
(વસત્ત-તિના) अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमान्नटति पुगल एव नान्यः। रागादिपुद्गलविकारविरुद्धशुद्ध
चैतन्यधातुमयमूर्तिरयं च जीवः।।४४।। શ્લોકાર્થ-[સ્મિન બનાિિન મદતિ વિવે-નાટયે] આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં [ વMવિમાન પુન: gવ નરતિ] વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે, [ ન બન્ય:] અન્ય કોઈ નહિ; (અભેદ જ્ઞાનમાં પુગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ; [૨] અને [મયં નીવ:] આ જીવ તો [RI[તિ-પુત્રીન-વિવાર-વિરુદ્ધ-શુદ્ધ-ચૈતન્યધાતુમય-મૂર્તિ ] રાગાદિક પુદ્ગલ વિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.
ભાવાર્થ- રાગાદિ ચિવિકારને (-ચૈતન્યવિકારોને) દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે, કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્યના કહેવાય. રાગાદિ વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી–મોક્ષ અવસ્થામાં તેમનો અભાવ છે. વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. માટે તેઓ ચેતન નથી, જડ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. ૪૪.