________________
૩૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩
શ્લોક - ૪૪ ઉ૫૨ પ્રવચન अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमान्नटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकारविरुद्धशुद्धचैतन्यधातुमयमूर्तिरयं च નીવ:।।૪૪।।
આહાહા ! અસ્મિન અનાવિત્તિ મહતિ વિવે—નાયે - અરેરે અનાદિ કાળના મહા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિયાન પુદ્ગલ જ નાચે છે ન અન્ય: અન્ય કોઈ નહિ; વર્ણને રાગ બધા વર્ણાદિ (માન ) પુદ્ગલ (છે) એ નાચે છે, ચાર ગતિમાં પરિણમન કરે છે (એમાં ) રાગ અને પુદ્ગલ નાચે છે, ભગવાન તો એ રાગમાં ને પુદ્ગલમાં છે નહીં આત્મા ! છે? આત્મા જે આનંદસ્વરૂપ, ભગવાન આત્મા એ તો જ્ઞાનસ્વરૂપ છે, એ તો રાગ અને પુદ્ગલમાં આવતો નથી, તો કહે છે કે અનાદિ કાળથી, એ શ૨ી૨–વાણી-મન-પુદ્ગલ જડ છે એમ જ પુણ્ય-પાપના ભાવ, દયા-દાન-વ્રતાદિના ભાવ પણ પુદ્ગલ છે, તો એ પુદ્ગલ નાચે છે તો નાચો ! આત્મા એમાં તો આવતો નથી. આહાહાહા ! આવી વાતું છે.
અનાદિ કાળથી મોટા અવિવેકનું નાટક, અવિવેકનું નાટક ! ભગવાન આનંદસ્વરૂપજ્ઞાનસ્વરૂપ પ્રભુ ! એને છોડીને શુભ-અશુભ ભાવ રાગ-જે દયા-દાન-વ્રત-ભક્તિ-તપાદિના ભાવ થાય છે, એ પુદ્ગલ છે. એ જીવદ્રવ્ય નહીં. તો એ પુદ્ગલ નાચે તો નાચો, એમાં આત્મામાં શું આવ્યું ? આ વાણી તો જુઓ સંતોની. આહાહાહા !
વર્ણાદિમાન પુદ્ગલ વર્ણાદિમાં રંગ, રાગ ને ભેદ બધું લઈ લેવું. વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે, અન્ય કોઈ નહિ એમાં આત્મા આવ્યો નથી. અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકા૨નું દેખાય છે. શું કહે છે? ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવનો અનુભવ થયો– અભેદજ્ઞાનનો અનુભવ થયો, તો રાગ આદિ પુદ્ગલપણે દેખાય છે–અનેક પ્રકા૨ના દેખાય છે એ પુદ્ગલ દેખાય છે. ભગવાન છે એક, ( એ ) અનેક પ્રકારે નથી થતો. ભગવાન એટલે આત્મા હોં આ ! એ એકરૂપ જ્ઞાનાનંદ સ્વભાવથી બિરાજમાન છે. એનાથી વિરુદ્ધ રાગાદિભાવ-દયા-દાન-વ્રતભક્તિ, કામ-ક્રોધાદિ ભાવ એ પુદ્ગલ છે. અભેદજ્ઞાનમાં એ પુદ્ગલ જ અનેક પ્રકા૨ના દેખાય છે એમ કહ્યું ને ! જીવ, અનેક પ્રકા૨નો નથી. આહાહા !
ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એકરૂપે-અભેદ, એમાં રાગાદિ ભેદ, એમાં દેખાતા નથી. આહા ! આવી વાતું થાય, પકડવી કઠણ પડે! હજી આ ઉપદેશ જ વિ૨લ થઈ ગયો છે. ‘વિરલા જાણે તત્ત્વને, વિલા સાંભળે કોઈ' – વિરલા જાણે કોઈ, વિરલા શ્રદ્ધે કોઈ, વિલા સમજે કોઈ ’ જીવ અનેક પ્રકા૨નો નથી, આ જીવ તો રાગઆદિથી –પુદ્ગલ વિકા૨થી વિલક્ષણ (છે.) ચૈતન્ય તત્ત્વ ભગવાન આત્મા-જ્ઞાયક-સ્વભાવભાવ આ પ્રભુ રાગઆદિ વિકારરૂપ ક્યારેય થતો નથી. પુદ્ગલ વિકા૨થી વિલક્ષણ છે, શુદ્ધ ચૈતન્યની મૂર્તિ – ચૈતન્યધાતુમય છે પ્રભુ ! શુદ્ધચૈતન્યધાતુમય- સહજાનંદપ્રભુ એ આત્મા છે, આ તો પુદ્ગલ-રાગાદિ નાચો તો નાચો, એમાં આત્માને શું છે? વિશેષ આવશે. ( શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ )