________________
શ્લોક - ૪૪
૩૩૯
પ્રવચન ન. ૧૪૩ શ્લોક-૪૪ તથા ૪૫ કારતક વદ-૮ બુધવાર તા. ૨૨/૧૧/૭૮
૪૪ કળશનો ભાવાર્થ – “રાગાદિ ચિવિકારને દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે” શું કહે છે? કે એની પર્યાયમાં રાગ અને દ્વેષ અને વિકારની દશા દેખી એના ઉપર લક્ષ ન કરવું, એ ભ્રમ ન કરવો કે એ ચૈતન્યનું સ્વરૂપ છે એમ. એના ઉપરથી લક્ષ છોડી ને જ્ઞાનની પરિણતિ દ્વારા દ્રવ્યનું લક્ષ કરવું અને એનો અનુભવ કરવો એ ચૈતન્ય છે. પર્યાયમાં રાગ અને દ્વેષ, પુણ્ય અને પાપ એ ચિવિકાર છે, પણ એ દેખીને એમ ભ્રમ ન કરવો કે આ મારી ચીજ છે. કારણકે એ રાગ અને દ્વેષ, દયાદાન આદિના પરિણામ આત્માની પ્રત્યેક અવસ્થામાં વ્યાપતા રહેતા નથી માટે તે રાગાદિ ચિવિકાર દેખીને ત્યાં લક્ષ ન બાંધવું, જ્ઞાનની પર્યાય દ્વારા ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરવું એનો અનુભવ કરવો એ ચૈતન્ય છે. આહાહા!
કારણકે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે” ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ એની દરેક અવસ્થામાં રહે તો એની ચીજ કહેવાય. “રાગાદિ વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી” એ વિકલ્પ જે છે રાગાદિ એ કાંઈ આત્માની દરેક અવસ્થામાં રહેતા નથી. છે ને? મોક્ષ અવસ્થામાં તેમનો અભાવ છે, સિદ્ધ શું કરવું છે કે વિકારની દશા હો પણ એ ચૈતન્ય સ્વરૂપની નથી એટલે કે વિકાર દશા હો, પણ ત્યાં લક્ષ કરવા જેવું નથી એમ કહે છે. આહાહા ! લક્ષ તો ચૈતન્ય પરિણતિ દ્વારા ચૈતન્ય સ્વરૂપનું દૃષ્ટિ કરીને અનુભવવા જેવું છે. આહાહા ! આવી વાત છે. એક વાત, તેની દરેક અવસ્થામાં વ્યાપતા નથી, માટે તે ચૈતન્યનું સ્વરૂપ નથી માટે તેને લક્ષમાં લેવા જેવું નથી. પ્રથમ એને લક્ષમાં જ્ઞાયક સ્વરૂપ છે તેને લક્ષમાં લઈ, અને જે જ્ઞાન અનુભવ થાય પછી રાગ છે તેને જાણે, કે મારામાં નહીં. આહાહા ! આવી વાત છે. એક વાત.
વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. ચાહે તો એ વિકલ્પ દયા, દાન, વ્રત, ભક્તિનો હો પણ એ આકુળતામય દુઃખરૂપ છે, પહેલું એમ કહ્યું કે એ પુણ્ય ને પાપ, દયા, દાન, રાગ વિકાર એ ચૈતન્યના વિકાર ભાસે છે પણ એ ચૈતન્યના નથી, કેમકે એની દરેક અવસ્થામાં રહેતા નથી માટે તેના નથી, માટે તેનું લક્ષ છોડી શાયક તરફનો અનુભવ કરવો. આહાહા !
હવે બીજી વાત કરે છે. એમનો ચિવિકાર દરેક અવસ્થામાં નથી પણ જે અવસ્થામાં છે તેનો અનુભવ પણ આકુળતામય છે. એ દરેક અવસ્થામાં નથી માટે તેના નથી, પણ એની
જ્યારે અવસ્થામાં છે ત્યારે તે આકુળતામય દુઃખરૂપ છે. ચાહે તો એ વિકલ્પ શુભરાગ હો કે અશુભ હો ઈ તો આકુળતામય છે. ભગવાન આત્મા આકુળતાસ્વરૂપ નથી એ તો અનાકુળ આનંદ સ્વરૂપ છે. જુઓ આને જુદાને સિદ્ધ કર્યા. એ રાગનો વિકલ્પ ચાહે તો ભક્તિનો હોય કે પૂજાનો હોય કે દયાનો હોય કે દાનનો હોય, પણ એ રાગ આત્માની દરેક અવસ્થામાં નથી માટે તે આત્માના નથી, કેમકે મોક્ષ અવસ્થામાં તેનો અભાવ થઈ જાય છે માટે અભાવ થઈ જાય એ ચીજ એની નથી. એક વાત.
હવે અવસ્થામાં જ્યાં છે, અવસ્થામાં જ્યાં રાગાદિ વિકલ્પ છે એનો અનુભવ પણ