________________
૨૩૫
ગાથા – ૫૮ થી ૬૦ આચાર્ય, પરમેષ્ટિ છે એને પરમેષ્ટિ કુંદકુંદાચાર્યના કથનોનું પરમેષ્ટિએ સ્પષ્ટ કર્યું છે એને એમ ન કહેવાય, એને દુહ કરી નાખ્યું પ્રભુ એમ ન કહેવાય. એણે સ્પષ્ટ કરી નાખ્યું છે એમ કહેવાય. પ્રભુ પ્રભુ શું કરે છે ભાઈ. આહાહાહા !
આ દુનિયા માન ને સન્માન ને હા હો ને બાપા પડ્યા રહેશે ભાઈ ! એ શલ્ય જે લઈને પડ્યો છે એ હાલ્યો જશે અંદરથી. દુનિયા વખાણે ને દુનિયા માને કે આહા, આહા, આહા, એ કંઈ હારે નહીં આવે ત્યાં. આહાહા ! (શ્રોતા – આચાર્ય ઉપકાર માન્યો કે આપ મહાવિદેહ જઈને આવું લાવ્યા) કીધુંને, કીધું નહીં? દેવસેન આચાર્યએ કીધું. અહો ! ભગવાન પાસે કુંદકુંદાચાર્ય ન ગયા હોત તો આ અમે મુનિપણું કેમ પામત? એ શૈલી ! અનુભવને ચારિત્ર તો હતું, પણ ત્યાં ભગવાન પાસે સાક્ષાત્ ગયા ક્ષાયિક ભલે ન થયું પણ અપ્રતિહત સમ્યગ્દર્શન જ્ઞાન થઈ ગયું. એના એ સમ્યગ્દર્શન જ્ઞાન એ આગળ જઈને કેવળ પામશે. એ આંહી કહે છે. અહંતદેવોએ વ્યવહારથી કહ્યા.
અહીં એમ જાણવું, પહેલા વ્યવહારનયને અસત્યાર્થ કહ્યો'તો જુઠો કહ્યો'તો તો અગિયારમીમાં ત્યાં એમ ન સમજવું કે સર્વથા જૂઠું એ પર્યાય નથી, ગુણસ્થાન નથી, પર્યાયમાં નથી જ એમ ન જાણવું. પર્યાય (વ્યવહાર) અસત્યાર્થ કહ્યો હતો એ તો ત્રિકાળની અપેક્ષાએ એને અસત્યાર્થ કહીને એને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે. પર્યાયમાં ભેદો ગુણસ્થાન આદિના પર્યાય છે, વ્યવહાર જુઠો છે એટલે એ તો ત્રિકાળની અપેક્ષાએ તેને જુઠો કહ્યો છે. પણ વર્તમાનની અપેક્ષાએ વ્યવહાર છે, સત્ય છે એટલે સત હો આશ્રય કરવા લાયક છે એ પ્રશ્ન અહીં નથી. ત્યાં એમ ન સમજવું કે સર્વથા જૂઠું જ છે, પર્યાય નથી જ. ગુણસ્થાન ને એ બધા પણ પર્યાયમાં નથી જ એમ ન સમજવું. કથંચિત્ અસત્યાર્થ જાણવો.
કારણકે જ્યારે એક દ્રવ્યને જુદું પર્યાયથી પણ અભેદરૂપ, તેના અસાધારણ ગુણ માત્રને પ્રધાન કરી ત્રિકાળી ગુણને મુખ્ય ગણીને કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્ત નૈમિતિક ભાવ, નિમિત્ત નૈમિતિક ભાવ રાગાદિ ભેદઆદિ અને નિમિત્તથી થતા પર્યાયો તે સર્વ ગૌણ થઈ જાય છે, ગૌણ થઈ જાય છે, અભાવ થઈ જાય છે ને નથી એમ નહીં. ગૌણ થઈને તેને જૂઠાં કહ્યા છે. જેવું નાં લીધું 'તું કે ભાઈ પર્યાયને અભૂતાર્થ કીધી એ તો ગૌણ કરીને કીધું” તું, અગિયારમાં અર્થ લીધો'તો. અહીં એજ ભરનાર છે જયચંદ પંડિત. વેદાંતની જેમ પર્યાય નથી જ જીવમાં નથી, દ્રવ્યમાં નથી માટે પર્યાયમાં પર્યાય નથી એમ નથી. આહાહાહા!
પર્યાય તે અભેદરૂપ પરથી જુદું તેના અસાધારણ ગુણ માત્રથી ત્રિકાળી ઉપયોગ પ્રધાન કરીને કહેવામાં આવે. પરસ્પર દ્રવ્યોમાં નિમિત્ત નૈમિતિક ભાવ, નિમિત્તથી થતાં બધા ગૌણ થઈ જાય છે. અભાવ થઈ જાય છે એમ નહીં ગૌણ રહે છે. એક અભેદ દ્રવ્યની દૃષ્ટિમાં તેઓ જ્ઞાયકભાવના અનુભવમાં અભેદ દૃષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. તે આવી ગયું ને? કળશ આવી ગયો છે, આવ્યું'તું ને ઈ “નો દાસ્ય દેખમ્ એકમ પરમ સ્યાત્” અભેદ ચૈતન્ય વસ્તુ એનો અનુભવ થતાં તેમાં અભેદમાં એ ભેદ દેખાતા નથી, માટે તે સર્વને દ્રવ્યમાં નથી એમ કથંચિત્ નિષેધ કરવામાં આવ્યા છે, પર્યાય નથી એમ નહીં, અભેદમાં ભેદ દેખાતો નથી એ અપેક્ષાએ એને કથંચિત્ નિષેધ કરવામાં આવ્યા છે, જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે