SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૩ પર્યાય અપેક્ષાએ, પર્યાય અપેક્ષાએ તો તે વ્યવહારનયથી કહી શકાય. ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણા, ભેદસ્થાન વ્યવહારથી એનામાં કહેવાય. આ વ્યવહારથી અસત્યાર્થ કહ્યું'તું પણ વ્યવહારથી સત્યાર્થ એટલી સ્થિતિ છે એમ કહેવાય. “આવો નય વિભાગ છે” નયને અને વ્યવહાર ને નિશ્ચયની વહેંચણીનો આ અવિરોધતા છે. વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન ન. ૧૩૪ ગાથા-૫૮ થી ૬૦,૬૧ તા. ૧૨/૧૧/૭૮ રવિવાર કારતક સુદ-૧૩ સમયસાર ગાથા ૫૮, ૧૯, ૬૦ છે ને એનો છેલ્લો ભાગ છે. અહીં શુદ્ધનયની દૃષ્ટિથી કથન છે. શુદ્ધનય કહો, નિશ્ચયનય કહો કે શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહો એનું આ કથન છે. તેથી એમ સિદ્ધ કર્યું કે આ સર્વ ભાવોને સિદ્ધાંતમાં જીવના કહ્યા. શુભભાવ, અશુભભાવ, ગુણસ્થાન, જીવસ્થાન આદિ ભેદ, જીવના કહ્યા એ વ્યવહારથી કહ્યા છે. પર્યાયમાં કથંચિત્ છે એથી કહ્યા છે. જો નિમિત્ત નિમિત્ત ભાવની દૃષ્ટિથી જોવામાં આવે, એટલે કે કર્મ નિમિત્ત છે અને ભેદ પડે છે આત્માની પર્યાયમાં રાગાદિ, ગુણસ્થાન આદિ એ નિમિત્ત-નૈમિતિક ભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો વ્યવહાર કથંચિત્ સત્યાર્થ પણ કહી શકાય. કેમકે, પર્યાયમાં ગુણસ્થાન ભેદ શુભરાગાદિ છે, એ નિમિત્ત નૈમિત્તિકના સંબંધથી કહીએ તો નૈમિત્તિકમાં એ પર્યાય છે વ્યવહારથી, આવું છે. કથંચિત્ સત્યાર્થ એટલે પર્યાયમાં છે એમ પણ યથાર્થ છે. જો સર્વથા અસત્યાર્થ કહેવામાં આવે, એ ગુણસ્થાન ભેદ શુભરાગાદિ બિલકુલ આત્મામાં નથી, એમ નિશ્ચયથી કીધું એમ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ થાય, તો પર્યાયમાં ગુણસ્થાન ભેદ શુભ અશુભભાવ સંયમ લબ્ધિસ્થાન છે એ સર્વથા લોપ થઈ જાય, જો સર્વથા નથી એમ કહો તો. સમજાય છે એમાં? (શ્રોતા- વ્યવહારનો લોપ થાય તો પછી નિશ્ચય થાય?) ઈ અહીંયા ક્યાં વાત છે. અહીં તો વ્યવહાર છે કે નહીં પર્યાયમાં, એટલી વાત છે એને આશ્રયે સમકિત થાય કે નહીં એ પ્રશ્ન અહીં છે નહીં. અહીંયા તો એની પર્યાયમાં દ્રવ્યની દૃષ્ટિએ અને પર્યાયમાં તાદાત્મય સંબંધ નથી, ગુણસ્થાનનો શુભ-અશુભ ભાવનો તાદાત્મય સંબંધ નથી, તેથી તેને પુદગલના કહ્યા. આહાહા ! પુદગલની સાથે તેને કાયમ તાદાત્મય સંબંધ છે માટે તેને પુદગલના કહ્યા. આત્માના શાયકભાવની સાથે આત્માને તાદાત્મય સંબંધ છે. એમ આ ભાવ સાથે તાદાત્મય સંબંધ નથી, પર્યાયમાં એક સમયનો સંબંધ છે. પર્યાયમાં એ નથી જ એમ હોય તો સર્વથા લોપ થઈ જાય, જો વ્યવહાર છે જ નહીં, અહીં વ્યવહારથી નિશ્ચય થાય એ અહીં પ્રશ્ન અહીં નથી. અહીં તો વ્યવહાર પર્યાયમાં ગુણસ્થાન ભેદ રાગાદિ છે. પહેલી ના પાડી હતી કે નિશ્ચયનયથી એ આત્માના નથી એ તો પુદગલના છે. આહાહા ! સમજાણું કાંઈ? વસ્તુનો તદ (રૂપ) દ્રવ્ય સ્વભાવ, જ્ઞાન આનંદાદિ જે તાદાત્મય સંબંધ છે, એ રીતે આ વિકારને ને વર્તમાન ભેદને તાદાભ્ય ત ( રૂપ) સંબંધ ઉષ્ણતા ને અગ્નિની પેઠે નથી. ઉષ્ણતાને ને અગ્નિને તદરૂપ સંબંધ, તાદાભ્ય સંબંધ છે, એમ આ પુણ્ય પાપના ભાવ ગુણસ્થાન, જીવસ્થાન આદિ એને આત્માની સાથે કાયમ, કાયમ તાદાભ્ય સંબંધ નથી. આવી વાત છે. પણ
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy