________________
છે.
૨૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ આમ હોવા છતાં પણ નિશ્ચયથી સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે, ભગવાનનો તો અમૂર્ત સ્વભાવ છે. આ ભગવાન આત્મા હોં, અને ઉપયોગગુણ વડ અન્યથી અધિક છે, આ ઉપયોગગુણ વડભેદથી પણ ભિન્ન છે. જાણન દેખન ઉપયોગ વડે, ભલે જાણન-દેખન ઉપયોગ ત્રિકાળ છે પણ એને વર્તમાન ઉપયોગ વડે પાછું એના તરફના જોડાણથી અનુભૂતિથી, અન્યથી અધિક છે. એ ભેદથી જુદો છે, રાગથી જુદો છે, દ્વેષથી જુદો છે, જીવસ્થાનથી જુદો છે, માર્ગણાસ્થાનથી જુદો છે. આહાહાહા !
એવા જીવના તે સર્વ નથી” તે જીવદ્રવ્યના એ નથી. એ જીવદ્રવ્યમાં નથી. કારણ કે એ વર્ણાદિ ભાવોને અને જીવને તાદાભ્યલક્ષણ સંબંધનો અભાવ છે. શું કહે છે? રાગદ્વેષ, ગુણસ્થાન આદિ જીવના જેમ ઉષ્ણતાને ને અગ્નિને તાદાભ્ય સંબંધ છે એમ ભગવાન શાયકસ્વભાવને ને આ ગુણસ્થાન ભેદને તાદામ્ય સંબંધ નથી. એક સમયની મુદતનો સંબંધ છે, એ તાદાભ્ય સંબંધ નથી. એમ સંયમલબ્ધિનાં સ્થાન જે ભેદ છે, એને અને અભેદને તાદાભ્ય સંબંધ નથી. હવે આ સમયસાર એક જણો કહે હું પંદર દિવસમાં વાંચી ગયો. બાપા ભાઈ વાંચી ગયો. શું એ તો એમ કહે અમથું હું વાંચી ગ્યો, શું વાચ્યું બાપા? એની એક કડી, એક ગાથા, ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર છે આ, અજોડચક્ષુ છે આ.
કારણ કે એ વર્ણાદિ અથવા રંગ, ગંધને તો તાદામ્ય સંબંધ નથી, તેમ રાગદ્વેષનાં પરિણામને અને જીવ દ્રવ્યને તાદાભ્ય સંબંધ નથી, તત્ સંબંધ પણ લબ્ધિસ્થાન આદિ જે ભાવ પર્યાયમાં છે તેને અને આત્માને ત્રિકાળ તાદાભ્ય સંબંધ નથી. એક સમયની પર્યાયનો અનિત્ય સંબંધ છે. આહાહા ! તાદાભ્ય લક્ષણ સંબંધનો અભાવ છે, ભગવાન જ્ઞાયકભાવ, એની જે અભેદ અનુભૂતિ, એમાં એ આવતા નથી, તેથી તેને તાદાભ્ય લક્ષણ સંબંધનો અભાવ છે. તાદાભ્ય સંબંધ હોય તો અનુભૂતિમાં પણ આવવા જોઈએ. આનંદને અને ભગવાનને તાદાભ્ય સંબંધ છે, જ્ઞાનને અને ભગવાન આત્માને તાદામ્ય સંબંધ છે, જેથી અનુભૂતિમાં જ્ઞાન ને આનંદ આવે છે. સમજાણું કાંઈ? પ૬ માં કહ્યું નહીં? રૂનો દાખલો આપીને પ૬ માં દાખલો પાઠમાં નહોતો ગાથામાં નહોતો, ટીકામાં છે અને પાઠમાં તો ગાથામાં પ૭ માં આવ્યું. ક્ષીર અને પાણી, દૂધ અને પાણી એક જગ્યાએ રહેવા છતાં બંનેના ભાવ ભિન્ન છે. એમ ભગવાન આત્મા અને આ ગુણસ્થાન આદિ ને આ લબ્ધિસ્થાન આદિ એક ક્ષેત્રે રહેવા છતાં, ભાવ ભિન્ન છે. આહાહાહા !
આંહી તો હવે એમ કહે કે, વ્યવહાર, સાધક જીવને વ્યવહાર જ હોય, આ વ્યવહાર જ હોય? આ વ્યવહાર તો જ્ઞાયકનું ભાન થઈને, છે તેને જાણવા લાયક માટે કહ્યો. આહાહા ! એને ઠેકાણે સાધકને વ્યવહાર જ હોય, નિશ્ચય તો સિદ્ધને, અરે પ્રભુ શું કર્યું આ તેં, આખું અરે!( ઊંધું)
ભાવાર્થ-“આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યત ભાવો ઓગણત્રીસ સિદ્ધાંતમાં જીવનાં કહ્યા છે, તે વ્યવહારનયથી કહ્યા છે.” એક સમયની પર્યાયનો સંબંધ દેખીને, નિશ્ચયનયથી તેઓ જીવનાં નથી, દ્રવ્ય સ્વભાવમાં એ નથી. કારણકે જીવ તો પરમાર્થે ઉપયોગ સ્વરૂપ છે. એ તો જ્ઞાનદર્શનના ઉપયોગસ્વરૂપ છે. એમાં ભેદ ક્યાંથી આવ્યા? એમાં આ ગુણસ્થાન ને જીવસ્થાન ને માર્ગણાસ્થાન ક્યાંથી આવ્યા કહે છે. ગજબ ટીકા કરી છે ને. બહુ કુંદકુંદાચાર્ય, કુંદકુંદાચાર્યની મહા ગહન ગંભીર ગાથા, એનું ટીકાકારે ( અમૃતચંદ્રાચાર્યે) સ્પષ્ટ કર્યું, ત્યારે આ કહે છે કે દુહુ કરી નાખ્યું. ભગવાન ભગવાન ભગવાન પ્રભુ પ્રભુ તું શું કરે છે ભાઈ, એ આચાર્ય છે. સમર્થ