________________
૫૮ થી ૬૦
૨૩૩
સ્થિતિબંધસ્થાન કર્મની મુદત, સંકલેષ સ્થાન અશુભભાવ એ અશુભભાવ છે તો જડનો પણ એક સમયમાં આમ સંકલેષની પર્યાયનો સંબંધ છે એમ દેખીને જીવના વ્યવહારે કહેવાય. આ ગળે ઊતરવું, આત્મામાં હોં, બેસવું. વિશુદ્ધિસ્થાન શુભરાગ એના પ્રકાર છે બધા અજીવ પણ જીવનાં ત્રિકાળી સમય સાથે એક સમયની આમ મુદત દેખી, સંબંધ એક સમય સ્થિતિ દેખીને, વ્યવહા૨થી એના કહ્યાં છે. આહાહા !
સંયમલબ્ધિસ્થાન, એક સમયની જે પર્યાય નિર્મળ થઈ, એક સમયની દેખીને એના છે એમ કીધા. બાકી એ સ્થાન જીવદ્રવ્યના નથી, સામે છે ને પુસ્તક. એ ‘સંયમલબ્ધિસ્થાન' જીવના નથી, જીવદ્રવ્યનાં નથી. પણ એક સમયની સ્થિતિ દેખીને જીવના વ્યવહા૨થી કહેવાય છે. નહીંતર તો એ ક્ષયોપશમના ભાવ છે, છતાં પણ એ ક્ષયોપશમ પણ એક સમયની મુદતવાળા છે, ભગવાન ત્રિકાળીની સાથે એક સમયની મુદત દેખીને જીવના કહ્યા, બાકી જીવદ્રવ્યનાં નથી. આહાહાહા!
ગાથા
‘જીવસ્થાન’ ૧૪ જીવસ્થાન પર્યાપ્ત અપર્યાપ્ત આવ્યું'તું ને એકેન્દ્રીય, બેઇન્દ્રીય, ત્રણઇન્દ્રીય, ચૌઇન્દ્રીય, પંચેન્દ્રીય પર્યાસ ને અપર્યાપ્ત સૂક્ષ્મ ને બાદર ચૌદ બોલ, એક સમયની સ્થિતિ દેખીને એનાં, બાકી વસ્તુમાં નથી. જીવ દ્રવ્યમાં નથી પણ એક સમયની મુદત દેખીને એના વ્યવહા૨થી કહેવાય છે. ગજબ ટીકા. અમૃતચંદ્રાચાર્યની ટીકા અમૃત રેડયા છે એકલા. આહાહાહા !
“ગુણસ્થાન” ચૌદ, એ અજીવ છે, અજીવના છે. પણ જીવની એક સમયની પર્યાય એક સમયની મુદત દેખીને જીવના વ્યવહા૨થી કહેવામાં આવે છે, પોતે ન કહેતાં અદ્વૈતદેવ, સર્વજ્ઞ, જિનેશ્વર, ૫૨માત્મા એ જીવના નથી, પણ એક સમયની મુદત દેખીને જીવના વ્યવહા૨થી કહ્યાં છે. હવે અહીં તો શુભભાવથી થાય, શુભભાવથી થાય, કાલે ભાઈ આવ્યા'તા ને મોરેનાવાળા ત્યાં કહે શુભભાવ કા૨ણ છે. આ શુભભાવ કારણ છે ને ? અરે પ્રભુ પ્રભુ ! એ શુભભાવ છે એ અજીવના સ્થાન છે. પણ એક સમયની આમ પર્યાય દેખીને વ્યવહારે કહ્યા, એનાથી આત્માનું કલ્યાણ થાય ? કલ્યાણ તો પર્યાયને આશ્રયે ન થાય. ત્રિકાળી પંચમભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એની ભાવનાથી કલ્યાણ થાય. ભલે ઈ ભાવના ક્ષયોપશમ ઉપશમરૂપ હોય, ક્ષાયિક પણ ભાવના પંચમભાવ ત્રિકાળ ત્રિકાળ ત્રિકાળ જ્ઞાયકભાવ, એના આશ્રયથી કલ્યાણ થાય. પર્યાયને આશ્રયેથી પર્યાયમાં કલ્યાણ ન થાય. આવી વાત કયાં છે. આહાહાહા !
( શ્રોતાઃ– આ વાત સોનગઢની છે) વીતરાગના ઘરની પ્રભુ છે હોં. બેયને સમજાવવાની રીતેય કેવી છે. જુઓને, દ્રવ્યમાં તો નથી, પણ ત્યારે એને વ્યવહા૨ે કહેવો કેમ ? કે એક સમયનો આમ સંબંધ એટલો છે આમ, તેથી વ્યવહારે કહ્યાં, પણ આવી વાત સાંભળે કોણ ? રાજકીય માણસને બેસે શી રીતે આ ? ભાઈ આવ્યા'તા કાંતિભાઈ એમ કે મો૨ા૨જી દેસાઈ અહીં નીકળવાના છે આપણે એને કાંઈ કહેવું કે નહીં ? કીધું અમારું કામ નહીં. એની મેળે આવે તો ભલે આવે, અમે કહીએ નહીં કે અહીં આવો, આ ક્યાં મારગ બાપા ! અરે જૈનના વાડામાં પડયા એને સાંભળવું મુશ્કેલ પડે. આહાહાહા ! આકરી વાત છે બાપા !
“એ બધાય વ્યવહા૨થી અદ્વૈતદેવો” આહાહા ! પોતે કહે છે એમ નહીં કહેતાં, ભગવાન સર્વજ્ઞદેવ ૫૨મેશ્વ૨ જિનેશ્વરદેવે એમ કહ્યું છે કહે છે. જીવના અદ્વૈતદેવો વ્યવહા૨થી કહે છે તોપણ