________________
૨૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ મૂર્તિ એકરૂપ વસ્તુ, અભેદ એની ભાવના પંચમભાવની ભાવના. ભાવના છે તો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક પણ ભાવના એની, ભાવનાની ભાવના નહીં. આહાહા ! આવી વાતું છે.
એક બાજુ એમ કહે કે ચાર ભાવ જીવના નથી, બીજી બાજુ કહે કે પંચમભાવની ભાવનાથી મુક્તિ થાય, એ ભાવના તો છે ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક પણ એની (ત્રિકાળની). ભાવના છે, પર્યાયની ભાવના નથી. ત્યાં અરે રે જિંદગીઓ જાય છે, શરીર ચાલ્યા જાય છે, ગતિ બદલાઈ જાય છે, એમાં આ વાતું નહીં સમજે તો બાપા એ બધાં કરોડોપતિ ને અબજોપતિ બાપા મરીને ક્યાં જશે? જેને સાંભળવાનું આવું મળે નહીં. એને સમજવાનું તો ક્યાં રહ્યું? આહાહા !
આંહી કહે છે, ગજબ વાત કરી, પંથનો માર્ગ આપી, લૂંટાય છે તો ઈ પણ પથ લૂંટાય છે એમ ઉપચારથી, કેમકે એ પંથમાં એક સમયની સ્થિતિ છે ને સંઘની, એમ એ બધા ભાવો જેટલા ૨૯ બોલનાં ઉકરડા કીધા ને? એ બધા છે તો અજીવનાં, ભેદભાવ છે એ અજીવ છે. અરેરે! જીવદ્રવ્ય નહિ, એ અપેક્ષાએ અજીવ એમાં એક સમયનો પર્યાય છે એ જીવ દ્રવ્ય નહીં, આખું જીવદ્રવ્ય નહિ, એથી એક સમયની પર્યાયને પણ જીવદ્રવ્ય નથી, અજીવ છે એમ કહ્યું. બીજી ભાષાએ એને પરદ્રવ્ય કીધું. આહાહાહા !
એ પોતે તો ભગવાન અમૂર્ત છે અને ઉપયોગગુણ વડે અન્ય દ્રવ્યોથી અધિક છે. જાણક દેખન જે ત્રિકાળી સ્વભાવ ભગવાન એની વર્તમાન અનુભૂતિ એની થતાં, એ અન્ય દ્રવ્યો છે ગુણસ્થાનના ભેદ, લબ્ધિસ્થાનના ભેદ એ અન્ય દ્રવ્યો છે. ગજબ કરે છે ને? ક્ષાયિકભાવ એ પણ અન્ય દ્રવ્ય છે, આ દ્રવ્ય નહીં એટલે અન્ય દ્રવ્ય એમ ત્રિકાળી જે જ્ઞાયકભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનો ભંડાર પ્રભુ એ ક્ષાયિકભાવ નહીં, માટે તે ક્ષાયિકભાવ જીવદ્રવ્ય નહીં પણ આત્માની ત્રિકાળી ચીજમાં એક સમયની મુદત છે ત્યાં સંબંધ, એમ દેખીને વ્યવહારે આત્માનો છે એમ કહેવામાં આવે છે. આહાહા !
અરે પ્રભુ, સંતો ને ગણધરો જે એના અર્થ કરતા હશે, અલૌકિક વાતું છે બાપા, એ જીવનો વર્ણ નથી, ગંધ નથી, છે ને? એવા જીવનો કોઈ પણ વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી, રૂપ નથી, શરીર નથી, સંસ્થાન નથી, સંહનન નથી. ઠીક, ત્યાં સુધી તો ઠીક, એ તો પરની પર્યાય,
ત્યાં સુધી તો પરની પર્યાય, હવે રાગદ્વેષ, મોહ-મોહ એટલે મિથ્યાત્વ પ્રત્યય એટલે આસવ, કર્મ, નોકર્મ એ ચાર કીધા એ પણ આત્માના નથી. જીવના કોઈપણ મોહ, રાગદ્વેષ જીવના નથી. આહાહા ! એ તો બધા અજીવના છે. કર્મ, નોકર્મ વર્ગ, વર્ગણા, સ્પર્ધક એ તો જડમાં ગયા.
હવે અહીં તો અધ્યાત્મસ્થાન, અધ્યવસાયના પ્રકાર જીવનાં, એ જીવમાં નથી. એક સમયની પર્યાય છે, એથી વ્યવહારે એના કીધા છે, વસ્તુમાં એ નથી. અનુભાગમસ્થાન એ તો જડનાં એ નથી, યોગસ્થાન કંપન આદિ એ પણ આત્મદ્રવ્યમાં નથી. કંપન ભલે એની પર્યાયમાં છે પણ દ્રવ્યમાં નથી, એ અજીવમાં જાય છે. બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન-માર્ગણાસ્થાન, સમક્તિ ને ઉપશમ ને ક્ષયોપશમ અને ક્ષાયિક એ બધા માર્ગણાસ્થાન એ જીવમાં નથી. આમ કહેવું કે એને શોધવું હોય તો કઈ સ્થિતિમાં છે, માટે માર્ગણા કીધી, પણ એ તો પર્યાયની માર્ગણા કીધી, ભલે જ્ઞાનના પાંચ ભેદ હોય, સમકિતના ભેદ હોં બધા આત્મામાં નથી અભેદમાં ભેદ નથી. ભેદને તો અહીંયા ઉપાધિમાં નાખી દીધું છે. આહાહા!