________________
ગાથા – ૫૮ થી ૬૦
૨૩૧ એમાં આંહી જીવનું નિમિત્ત દેખીને, નિમિત્ત દેખીને એટલે કે એનું કાંઈ કર્તવ્ય નથી. બહુ વાત અલૌકિક છે. પ્રભુ! ઓહોહો!
અહીંયા તો અભેદ ચીજની દૃષ્ટિમાં ભેદ છે એ પણ પરનો છે, અજીવનો છે, પુદ્ગલના પરિણામ. આહાહા! ગજબ કામ કર્યું છે ને નાથ ! આંહી જાવું બાપા અહીં સુધી. એ કોઈ અપૂર્વ અનંત પુરૂષાર્થ છે, એ શાસ્ત્ર કાંઈ કામ પાર ન પડે, શાસ્ત્રના ભણતરે પણ એ પાર ન પડે. ત્રિકાળી ચીજ ભગવાન આત્મા ધ્રુવ એમાં એ સ્થિતિ પામેલા જગતના પદાર્થો પર છે કહે છે, પણ એક સમયની સ્થિતિનો સંબંધ દેખીને, વ્યવહાર, ત્રિકાળમાં તો છે નહીં, નિશ્ચયથી તો છે નહીં, પણ એક સમયની પોતે પરિણમન કરતાં કરતાં, એક સમયની મુદતવાળા આમ જોડે દેખાણાં એથી વ્યવહારથી એને જીવના કહ્યાં. આવું છે ભાઈ. એ કાંઈ શાસ્ત્રના ભણતરે આ મળે એવું નથી. અલૌકિક વાત છે. આહાહાહા !
આ દિગંબર દર્શન એ ક્યાંય જગતમાં છે નહીં બીજે, એ વસ્તુનો સ્વભાવ છે તે દિગંબર દર્શન છે. કેમકે ત્રિકાળી જે વસ્તુ છે એમાં એક સમયની મુદતવાળા એ થયા છે તો એને કારણે બધા, પણ અહીંયા એક સમયની સ્થિતિ દેખીને વ્યવહારથી કહ્યાં, અભૂતાર્થનથી કીધાં. ભગવાન આત્મા ભૂતાર્થ પ્રભુ, ભગવાનના વિરહ પડયા પણ વિરહ ભૂલાવે એવી વાત છે આ. શું શૈલી ! શું પ્રવાહ! વાણીનો પ્રવાહનો ધોધ! આહાહા!
કહે છે પ્રભુ એક વાર શાંતિથી સાંભળ ભાઈ. તું તો અભેદ સ્વરૂપ છો તે તું છો, પણ આ બધા શરીર, વાણી, મન, ભેદ, ગુણસ્થાન આદિ, છે તો બધા અજીવ, એ છે તો બધા પુદ્ગલના પરિણામ, અખંડાનંદ પ્રભુ ત્રિકાળી જ્ઞાયકભાવની અપેક્ષાએ તો એ બધા અજીવ છે. ખરેખર તો ક્ષાયિક અને ક્ષયોપશમભાવ પર્યાય છે ને, એ ત્રિકાળીની અપેક્ષાએ એ અજીવ છે, વ્યવહાર જીવ થયો ને, એટલે નિશ્ચયે અજીવ છે. વાહ પ્રભુ વાહ! શું એની શૈલી ! (શ્રોતા:- પુદ્ગલના પરિણામ) પણ છે તો એના પરિણમતા એના કાળે એ છે તો અજીવ એનામાં છે એ તો, પણ અહીંયા ભગવાન ત્રિકાળી શાયક સ્વરૂપ પ્રભુ એને એક સમયનો આમ સંબંધ છે ને એક સમયની મુદત માટે ટક્યો છે ને એટલી અપેક્ષાએ એને વ્યવહાર કીધો. એક સમય આમ, (શ્રોતા:- પંચાસ્તિકાયમાં તેને સંયોગને વિયોગ કીધો છે) એટલો સંબંધ છે ને એટલો, પર્યાય એક સમય રહે છે ને? એટલો ઉપશમ ભાવ, ભેદભાવ પણ એક સમય પર્યાયમાં રહે છે ને, ત્રિકાળમાં નથી માટે નિશ્ચય છે પણ એક સમય આમ સંબંધ છે, એટલો ગણીને, એને વ્યવહારે એના કીધાં છે.
અરેરે! આવું તત્ત્વ સાંભળવા મળે નહીં. હું? અને બહાર આવ્યું તો એનો વિરોધ કરે છે, પ્રભુ! શું થાય? ભાઈ દુનિયાને વ્યવહારથી થાય તો એમાં મજા પડે છે, અને પ્રભુ! વ્યવહાર આ ક્ષાયિકભાવ છે એ વ્યવહાર છે. પર્યાય માત્ર વ્યવહાર છે. ભાઈ ! એ વ્યવહારથી નિશ્ચય થાય એમ ત્રણકાળમાં નહીં. ભગવાન પંચમભાવની ભાવના, પાઠ તો એમ લીધો છે ને ભાઈ. ક્ષાયિક, ઉપશમ આદિ ચાર ભાવ આવરણ સંયુક્ત હોવાથી જીવના નથી. પછી કહ્યું કે માટે પંચમભાવની ભાવનાથી મોક્ષ પામે છે. ચારભાવથી મોક્ષ પામતા નથી. મોક્ષની પર્યાય, મોક્ષની પર્યાયથી પામતા નથી કહે છે, એ તો પંચમભાવ જે ભગવાન જ્ઞાયક પ્રભુ વીતરાગ